ભારતે જગત જમાદાર અમેરિકાને ના ગણકારતા આપી ધમકી, કહ્યુ-રશિયા સાથે ‘ગઠબંધન’ કરશે તો ચૂકવવી પડશે મોટી કિંમત

યુક્રેન (Ukraine) સામે યુદ્ધ છેડ્યા બાદ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને જાપાને રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે. જ્યારે ભારતે પ્રતિબંધ લાદવાને બદલે સસ્તુ ઈંધણ આયાત કરવાનું નક્કી કર્યુ છે.

ભારતે જગત જમાદાર અમેરિકાને ના ગણકારતા આપી ધમકી, કહ્યુ-રશિયા સાથે 'ગઠબંધન' કરશે તો ચૂકવવી પડશે મોટી કિંમત
Briane Deese, economic adviser to US President Joe Biden
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Apr 07, 2022 | 8:45 AM

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના (Joe Biden) ટોચના આર્થિક સલાહકાર બ્રાયન ડીઝે (Briane Deese) કહ્યું છે કે સરકારે ભારતને રશિયા સાથે જોડાણ કરવા સામે ચેતવણી આપી છે. સલાહકારે કહ્યું કે યુક્રેન પર રશિયાના હુમલા (Russia Ukraine Crisis) બાદ ભારત દ્વારા આપવામાં આવેલી કેટલીક પ્રતિક્રિયાઓથી અમેરિકી અધિકારીઓ ખૂબ જ નિરાશ છે. વ્હાઇટ હાઉસ નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડાયરેક્ટર બ્રાયન ડીઝે જણાવ્યું હતું કે, ચોક્કસ એવા કેટલાક ક્ષેત્રો છે જ્યાં યુક્રેનમાં યુદ્ધને લઈને ચીન અને ભારત બંનેના નિર્ણયોથી અમે નિરાશ થયા છીએ.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, બ્રાયન ડીઝે કહ્યું, “અમેરિકાએ, ભારતને કહ્યું છે કે રશિયા સાથે વધુ વ્યૂહાત્મક જોડાણનું પરિણામ નોંધપાત્ર અને લાંબા ગાળાના હશે.” જાપાને આર્થિક પ્રતિબંધો કર્યો છે. ભારતે તેમ કર્યું નથી અને તેના બદલે રશિયા પાસેથી સતત તેલની આયાત કરી રહ્યું છે. યુદ્ધ પ્રત્યે ભારતનું અપનાવેલું વલણ અમેરિકા સાથેના સંબંધોમાં ખટાશનું કારણ બની રહ્યું છે. તેની પાછળનું કારણ એ છે કે એશિયામાં ચીનના વર્ચસ્વને પડકારવા અને તેનો સામનો કરવા માટે ભારતને અમેરિકાનો મુખ્ય ભાગીદાર માનવામાં આવે છે.

ડેપ્યુટી NSAની ભારત મુલાકાત બાદ નિવેદન આવ્યું છે

બાઈડનના આર્થિક સલાહકાર બ્રાયન ડીઝનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુએસના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહ ગયા અઠવાડિયે ભારતીય અધિકારીઓ અને નેતાઓ સાથે મુલાકાત કરવા ભારત આવ્યા હતા. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ આ સપ્તાહની શરૂઆતમાં જણાવ્યું હતું કે, “આ મુલાકાત દરમિયાન, દલીપે તેના સમકક્ષોને કેટલીક બાબતો સ્પષ્ટ કરી હતી.” આ બાબતોમાં એ પણ સામેલ હતું કે અમે રશિયન ઊર્જા અને અન્ય ચીજવસ્તુઓની આયાતને વેગ આપવા અથવા વધારવામાં ભારતના હિતમાં માનતા નથી.’ જોકે, આ બાબતે ભારત તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

ખાદ્ય સુરક્ષા અને વૈશ્વિક ઊર્જા પર ચાલુ સહકાર

બુધવારે રશિયા સામે નવા પ્રતિબંધો વિશે વાત કરતા એક અમેરિકી અધિકારીએ કહ્યું કે અમેરિકા અને બાકીના સાત દેશોના સમૂહ ભારત સાથે સહયોગ કરવાનું ચાલુ રાખશે. અધિકારીએ કહ્યું કે ભારત અને અમેરિકા ખાદ્ય સુરક્ષા અને વૈશ્વિક ઉર્જા પર એકબીજા સાથે વ્યાપકપણે સહયોગ કરે છે. રશિયા પાસેથી ઈંધણ લેવા સિવાય ભારત રશિયન હથિયારોનો સૌથી મોટો ખરીદદાર છે. ભારતે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન અને ચીન સામે સજાગ રહેવા માટે તેને રશિયન શસ્ત્રોની જરૂર છે, કારણ કે અન્ય દેશો પાસેથી શસ્ત્રો ખરીદવા વધુ મોંઘા છે.

આ પણ વાંચોઃ

યુક્રેન પર કબજો મેળવવાની ઘેલછામાં રશિયાએ તમામ હદ કરી પાર, NATO એ પહેલીવાર યુક્રેનને કરી મદદ

આ પણ વાંચોઃ

Russia-Ukraine War: રશિયન હુમલામાં મારીયુપોલના 5000 લોકોના મોત, અનેક શહેરો ખંડેરમાં તબદીલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati