AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Assembly Election 2022: યોગી સરકાર આજે રજૂ કરશે પ્રથમ પૂરક બજેટ, જાણો અયોધ્યા, કાશીના વિકાસ સહિત કઈ યોજનાઓને મળી શકે છે ઝડપ

યોગી સરકારના કાર્યકાળનું આ છેલ્લું બજેટ પણ છે. આ પછી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 8:58 AM
Share

UP Assembly Election 2022: યોગી સરકાર આજે નાણાકીય વર્ષ 2021-22 માટે પ્રથમ પૂરક બજેટ (UP Supplementary Budget) રજૂ કરવા જઈ રહી છે. યુપી વિધાનસભાની ચૂંટણી (UP Assembly Election 2022) પહેલા વિધાનસભામાં રજૂ થનારું આ બજેટ ખૂબ મહત્વનું માનવામાં આવે છે. આ પૂરક બજેટમાં સરકારની પ્રાથમિકતાઓ અને તૈયારીઓનું આયોજન જોવા મળશે.

દરેકની નજર આજે રજૂ થનાર પૂરક બજેટ પર ટકેલી છે. તમને જણાવી દઈએ કે યોગી સરકારના કાર્યકાળનું આ છેલ્લું બજેટ પણ છે. આ પછી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ચૂંટણી પૂર્વે આવતા આ પૂરક બજેટમાં (UP Assembly Election 2022), પ્રાથમિક પરિયોજનાઓ માટે જરૂરી ભંડોળ (Fund For Development Projects) ફાળવવામાં આવી શકે છે.

કાશી, અયોધ્યા (Ayodhya) અને ગોરખપુરના વિકાસને આગળ વધારવાની સરકારની પ્રતિબદ્ધતા આજે રજૂ થનારા બજેટમાં પણ જોવા મળશે. યોગી સરકારનું આ પૂરક બજેટ 30 હજાર કરોડને પાર કરે તેવી ધારણા છે.

આજે રજૂ કરવામાં આવશે પૂરક બજેટ જ્યારે આ પૂરક બજેટ ગૃહના ટેબલ પર મૂકવામાં આવશે, તે પછી જ સ્પષ્ટ થશે કે સરકારના આ મિની બજેટમાં રાજ્ય અને પ્રજા માટે શું ભેટ હશે. સરકાર દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા બાદ જ નાણાં વિભાગે આ બજેટ તૈયાર કર્યું છે. એવું માનવામાં આવે છે કે આ બજેટ દ્વારા યોગી સરકાર અયોધ્યા, ગોરખપુર અને વારાણસીના સાકાશી વિશ્વનાથ કોરિડોર માટે સારી રકમ ફાળવી શકે છે.

વિકાસ પ્રોજેક્ટને મળી શકે છે ઝડપ બુંદેલખંડ એક્સપ્રેસ વે, ડિફેન્સ કોરિડોર અને પૂર્વાંચલ એક્સપ્રેસ વે જેવા ઘણા પ્રોજેક્ટ્સ માટે સારા ફંડ પણ ફાળવી શકાય છે. એવું માનવામાં આવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં મિશન શક્તિ (Mission Shakti )ને આગળ લઈ જવા અને મહિલાઓને સ્વરોજગાર સાથે જોડવા માટે સરકાર 600 કરોડ રૂપિયા ફાળવી શકે છે.

કોરોના સમયગાળા દરમિયાન, સ્વચ્છ ભારત મિશનના નાણાં ગ્રામીણ વિસ્તારોમાં અંતિમવિધિ અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા પર ખર્ચવામાં આવે છે. તે જ સમયે, માનદ કર્મચારીઓના નાણાંમાં વધારો થવાની અપેક્ષા પણ પૂરક બજેટમાંથી ઉભી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અફઘાન સરકાર ક્રૂર તાલિબાનીઓ સામે ઝૂકી ગઈ છે,ત્યારે રાજધાની કાબુલ કબજે કર્યા બાદ એરપોર્ટ પર તાલિબાનીઓ મસ્તી કરી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા (Social Media ) પર વાયરલ થઈ રહ્યો છે. Viral Videoમાં જુઓ રમકડાની કાર રાઇડ કરતી વખતે તાલિબાનીઓની મસ્તી…

આ પણ વાંચો: Gujarat : આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, રાજ્યમાં મોસમનો સરેરાશ 311.82 મી.મી. વરસાદ નોંધાયો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">