AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP: એટીએસને મળ્યા આતંકીઓ પાસેથી રામમંદિર, મથુરા અને કાશીના નકશા,ગેરેજ માલિક શાહિદની પત્નીએ કહી આ વાત

આ ઉપરાંત એટીએસના હાથમાં આ લોકોની વોટ્સએપ અને ટેલિગ્રામ ચેટ પણ આવી છે. તેમજ ગોરખપુરનો નકશો પણ મળી આવ્યો છે.

UP: એટીએસને મળ્યા આતંકીઓ પાસેથી રામમંદિર, મથુરા અને કાશીના નકશા,ગેરેજ માલિક શાહિદની પત્નીએ કહી આ વાત
Lucknow ATS finds maps of Ram Mandir Mathura and Kashi from terrorists (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 4:33 PM
Share

ઉત્તર પ્રદેશના લખનઉ(Lucknow )થી અલ કાયદા(Al Qaeda)  સાથે જોડાયેલા બે આતંકવાદીઓની ધરપકડ થયા બાદ અત્યાર સુધીમાં 12 થી વધુ શકમંદોની અટકાયત કરવામાં આવી છે. યુપી એટીએસે(ATS)  શકમંદો પાસેથી ઘણા નકશા મળ્યા છે. જેમાં રામ મંદિર અને તેની આસપાસના વિસ્તારોની સાથે કાશી અને મથુરાના નકશા પણ શામેલ છે. આ ઉપરાંત એટીએસના હાથમાં આ લોકોની વોટ્સએપ અને ટેલિગ્રામ ચેટ પણ આવી છે. તેમજ ગોરખપુરનો નકશો પણ મળી આવ્યો છે.

આ કેસમાં યુપીના 12 શકમંદોને કસ્ટડીમાં લઈ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. યુપી એટીએસની ટીમ ધરપકડ કરાયેલા આતંકી મિનહાજના પાડોશી શાહિદની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. તપાસ એજન્સીએ તેના ગેરેજ પર પણ દરોડા પાડ્યા છે. પરંતુ શાહિદ ત્યાં મળ્યો ન હતો.

ગેરેજમાં આતંકવાદી પ્રવૃત્તિઓ નથી થતી

શાહિદની પત્ની રઝિયાએ ટીવી નાઈન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ગેરેજ શાહિદનું છે. અહીં કોઈ આતંકવાદી પ્રવૃત્તિ થતી નથી. જ્યારે શાહિદ ત્યાં મળ્યો ન હતો ત્યારે તેની પત્નીએ કહ્યું કે તે કામથી બહાર ગયા છે. ગેરેજમાં રાખેલા તમામ વાહનો પણ તેના પોતાના છે. આની સાથે તેમણે કહ્યું હતું કે તેમને મિનહાજ સાથે કોઈ લેવાદેવા નથી.શાહિદની પત્નીએ કહ્યું કે મિનહાજ ખૂબ સીધા દેખાતા હતા. તે માત્ર પોતાના કામથી કામ રાખતો હતો. તેનું આતંકવાદી જોડાણ સામે આવ્યા બાદ તે ખૂબ જ પરેશાન છે.

ભારતમાં આતંકવાદી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ

ઉલ્લેખનીય છે કે, લખનઉના કાકોરી વિસ્તારમાં એટીએસના લાંબા સર્ચ ઓપરેશન બાદ રવિવારે અલ કાયદાના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. અલ કાયદાના અંસાર ગઝવાતુલ હિંદ સાથે જોડાયેલા આતંકવાદીઓ મિનહાજ અહેમદ અને મસિરુદ્દીનની ધરપકડ કરવામાં આવી છે. સમાચારો અનુસાર આ આતંકવાદીઓ 15 ઓગસ્ટે ભારતમાં આતંકવાદી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

એટીએસે શાહિદના ગેરેજ પર દરોડા પાડ્યા

લખનૌ એટીએસને સમાચાર મળ્યા હતા કે આતંકવાદીઓ ગેરેજમાં છુપાયેલા છે. જેની બાદ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. બે આતંકવાદીઓ હવે પોલીસની કસ્ટડીમાં છે, જ્યારે 5 હજુ ફરાર હોવાનું જણાવાયું છે. એટીએસને આતંકવાદીઓ મોટી સંખ્યામાં બોમ્બ અને દારૂગોળો લાવ્યા સમાચાર મળ્યા હતા. જેના પછી સાવચેતી રૂપે 500 મીટરની ત્રિજ્યામાં બનેલા 3 ઘરને એટીએસ દ્વારા ખાલી કરાવ્યા હતા. તેની બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. તેની બાદ શાહીદના ગેરેજ પર પણ દરોડા પાડ્યા હતા.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">