AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 હજાર હિંદુઓનું ધર્માંતરણ કરવાના મોટા કાવતરાનો ખુલાસો, ISI થી ફંડ મળવાના સબુત

UP ATS ને મોટી સફળતા મળી છે. લખનૌ પોલીસે એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં બે લોકોની ધરપકડ કરી છે. અને તપાસમાં ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા છે.

1 હજાર હિંદુઓનું ધર્માંતરણ કરવાના મોટા કાવતરાનો ખુલાસો, ISI થી ફંડ મળવાના સબુત
ધર્મપરિવર્તનના આરોપમાં 2 લોકોની ધરપકડ
| Updated on: Jun 21, 2021 | 2:53 PM
Share

જબરદસ્તી ધર્મપરિવર્તન (Forced Conversion)ની ઘટનામાં ઉત્તરપ્રદેશ એટીએસને (UP ATS) મોટી સફળતા મળી છે. લખનૌ પોલીસે એક રેકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં લોકોને ગેરકાયદેસર રીતે બળજબરીથી પરિવર્તન કરીને મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કરવામાં આવતું હતું. આ કેસમાં લખનૌથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા ઉમર ગૌતમ અને જહાંગીર કાઝમી દિલ્હીના જામિયા નગરના રહેવાસી છે.

એડીજી લો એન્ડ ઓર્ડરએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે 2 જૂને બંને આરોપીઓની ડાસનામાં ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો બળજબરીથી ધર્મપરિવર્તન કરાવે છે. પકડાયેલા ઉમર ગૌતમે પોતે પણ હિન્દુથી મુસ્લિમમાં પરિવર્તન કરેલું છે. અહેવાલ અનુસાર આ વ્યક્તિ હવે રૂપાંતર માટેનું અભિયાન ચલાવે છે.

ઉમરે અને તેના સાથી જહાંગીર સાથે મળીને અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું છે. આ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. અહેવાલો અનુસાર આ લોકો પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પાસેથી પૈસા લઈને લોકોને કન્વર્ટ કરાવતા હતા. અને આ વાત તેમણે પોતે સ્વીકારી છે.

ISI પાસેથી પૈસા મળતું હતું ફંડ

આ લોકોએ મથુરા, વારાણસી સહિત યુપીના ઘણા જિલ્લાઓમાં ધર્મ પરિવર્તન અભિયાન ચલાવતા હતા. તેમણે પોતે અનેક મૂક-બધિર મહિલાઓના ધર્મ બદલીને લગ્ન કરાવ્યાની વાત કબુલ કરી છે. ઉમર અને જહાંગિરે નોઇડાની મૂક-બધીર શાળાના દોઢ ડઝન બાળકોના પણ ધર્માંતરણ કરાવ્યા છે. લખનૌમાં આ બંને સામે અનેક કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે.

1000 થી વધુ હિંદુઓનું ધર્માંતરણ

આ FIR માં આઈડીસી ઇસ્લામિક દાવા સેન્ટરના ચેરમેનનું નામ પણ શામેલ છે. આ સેન્ટર દિલ્લીના જામિયા નગર C2 જોગાબાઈ એક્સ્ટેન્શનમાં આવેલ છે. આ સેન્ટરની વાત કરીએ તો તેમાં 2 વર્ષથી જબરદસ્તી ધર્માંતરણનું કામ કરવામાં આવી રહ્યું છે. તેઓ વર્ષમાં 250 થી 300 લોકોનું ધર્મપરિવર્તન એક વર્ષમાં કરાવે છે.

ગાઝિયાબાદમાં નોંધાયેલા કેસની તપાસ બાદ ધર્મપરિવર્તનનો મામલો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નેટવર્ક લાંબા સમયથી એટીએસના રડાર પર હતું. પકડાયેલા બંને આરોપીઓની પુછપરછ કરીને પોલીસ ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: આ અઠવાડિયાનો શું છે પ્લાન? OTT પ્લેટફોર્મ આવી રહી છે 5 ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">