UP Assembly Election: કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર જ યોગી આદિત્યનાથ ગુસ્સે થયા, બીજેપી નેતાને આપ્યો ઠપકો

|

Dec 02, 2021 | 9:49 PM

સીએમ યોગી મુખ્ય અતિથિ તરીકે સ્ટેજ પર બેઠા હતા, ત્યારે જ બીજેપી નેતા કૌશિક તેમના કાનમાં જઈને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કૌશિકે આવું કર્યું ત્યારે યોગી ગુસ્સે થઈ ગયા અને તેમને ઠપકો આપતા કહ્યું- 'પછી વાત કરીએ.'

UP Assembly Election: કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર જ યોગી આદિત્યનાથ ગુસ્સે થયા, બીજેપી નેતાને આપ્યો ઠપકો
Yogi Adityanath

Follow us on

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો (Cm Yogi Adityanath) એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સીએમ યોગી સ્ટેજ પર બીજેપી (BJP) નેતાને ઠપકો આપતા જોવા મળી રહ્યા છે. આ મામલો 29 નવેમ્બરનો કહેવાય છે. મળતી માહિતી મુજબ, સીએમ યોગી મંચ પર જે નેતાને ઠપકો આપી રહ્યા હતા, તેનું નામ વિભ્રાત ચંદ કૌશિક છે. તેમને રાજ્યમંત્રીનો દરજ્જો મળ્યો છે.

સીએમ યોગી બાંસગાંવ વિધાનસભા ક્ષેત્રમાં એક સ્પોર્ટ્સ ઈવેન્ટમાં (Sports Event) પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે તેઓ મુખ્ય અતિથિ તરીકે સ્ટેજ પર બેઠા હતા, ત્યારે જ બીજેપી નેતા કૌશિક તેમના કાનમાં જઈને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કૌશિકે આવું કર્યું ત્યારે યોગી ગુસ્સે થઈ ગયા અને તેમને ઠપકો આપતા કહ્યું- ‘પછી વાત કરીએ.’

વિભ્રાત ચંદ કૌશિકને રાજ્યકક્ષાના મંત્રીનો દરજ્જો મળ્યો છે
તમને જણાવી દઈએ કે, વિભ્રાત ચંદ કૌશિક ગોરખપુર યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ અને મહામંત્રી પણ રહી ચૂક્યા છે. ગોરખપુર વિસ્તારમાં તેમનો ઘણો પ્રભાવ છે. હાલમાં, કૌશિક ઉત્તર પ્રદેશ રાજ્ય યુવા કલ્યાણ પરિષદના ઉપાધ્યક્ષ છે, એટલે કે, તેમની પાસે રાજ્ય મંત્રીનો દરજ્જો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
સીએમ યોગી આદિત્યનાથનો વિભ્રાત ચંદ કૌશિકને ઠપકો આપતો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. નોંધનીય છે કે મુખ્યમંત્રી બનતા પહેલા સીએમ યોગી ગોરખપુરથી સાંસદ હતા. મુખ્યમંત્રી બન્યા બાદ પણ તેઓ અવારનવાર ગોરખપુર જાય છે.

ગૃહમંત્રી અમિત શાહે સહારનપુરમાં અખિલેશ યાદવ પર કટાક્ષ કર્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ઉત્તર પ્રદેશના સહારનપુરની મુલાકાત દરમિયાન કહ્યું કે યુપીમાં માફિયા શાસનનો અંત આવ્યો છે. ગૃહમંત્રીએ સપા પ્રમુખ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે હથિયારોના ઉપયોગને કારણે લૂંટની ઘટનાઓમાં 69 ટકાનો ઘટાડો થયો છે.

હત્યાઓમાં 30 ટકાનો ઘટાડો થયો છે. દહેજના કારણે થતા મૃત્યુમાં 22.5%નો ઘટાડો થયો છે. અમિત શાહે કહ્યું કે અખિલેશજી ઘરે જઈને ડેટા ચેક કરે. તમારા શાસનમાં યુપીમાં માફિયાઓનું રાજ હતું, આજે યુપીમાં કાયદાનું શાસન છે.

 

આ પણ વાંચો : સાવધાન ! આવનારા 2 અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણ, કોરોના કેસની સંખ્યા બમણી થઈ શકે છે ! ડોક્ટરોએ વ્યક્ત કરી હતી ચિંતા

આ પણ વાંચો : Parliament Winter Session: કેન્દ્ર સરકાર ડેમની સુરક્ષા અને જાળવણી કરશે, રાજ્યસભામાં લાંબી ચર્ચા બાદ ડેમ સેફ્ટી બિલ પાસ

Next Article