ઉન્નાવમાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાએ દિલ્લીની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, પીડિતાના અંતિમ શબ્દો હતા “હું જીવવા માગું છું”
તો આખરે દેશની વધુ એક દિકરી જીંદગીનો જંગ હારી ગઈ છે. ઉન્નાવ રેક કેસની પીડિતાનું મોત થયું છે. દિલ્લીની સફદરજંગ હોસ્પિટલમાં મોડીરાત્રે પીડિતાએ અંતિમ શ્વાસ લીધા હતા. જોકે દમ તોડતા પહેલા તેના અંતિમ શબ્દો હતા કે, હું જીવવા માગુ છું. મહત્વનું છે કે, ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં નરાધમોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ જામીન પર બહાર […]

તો આખરે દેશની વધુ એક દિકરી જીંદગીનો જંગ હારી ગઈ છે. ઉન્નાવ રેક કેસની પીડિતાનું મોત થયું છે. દિલ્લીની સફદરજંગ હોસ્પિટલમાં મોડીરાત્રે પીડિતાએ અંતિમ શ્વાસ લીધા હતા. જોકે દમ તોડતા પહેલા તેના અંતિમ શબ્દો હતા કે, હું જીવવા માગુ છું. મહત્વનું છે કે, ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં નરાધમોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ જામીન પર બહાર આવીને પીડિતાને જીવતી સળગાવી હતી.
આ પણ વાંચો: VIDEO: બિનસચિવાલય વિવાદને લઈને યુથ કોંગ્રેસ અને NSUIનું કોલેજ બંધનું એલાન
જેમા પીડિતાના શરીરનો 90 ટકા ભાગ દાઝી ગયો હતો. તેને પહેલા લખનઉની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. ત્યારબાદ હાલત અત્યંત ગંભીર થતા દિલ્લીની સફદરગંજ હોસ્પિટલ ખસેડાઈ હતી. જેમા ગઈકાલે ભાન આવતા તેણે ડોક્ટરને કહ્યું હતું કે, દોષિતોને છોડવામાં ન આવે. જ્યારે કે મોડીરાત્રે અંતિમ શ્વાસ લેતા પહેલા કહ્યું કે, “હું જીવવા માગું છું”
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે, યુવતીને તેના જ ગામના આરોપી શિવમે લગ્નની લાલચ આપીને ફસાવી હતી. અને પીડિતાનો દુષ્કર્મ આચરીને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. જેના આધારે તે પીડિતાને બ્લેકમેઈલ કરતો હતો. જેથી પીડિતા હેરાન થઈને પોતાના સબંધીના ઘરે જતી રહી હતી. પરતું નરાધમ શિવમે ત્યાં પણ તેનો પીછો કર્યો અને સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આ કેસમાં જામીન પર બહાર આવીને શિવમે પોતાના મિત્રો સાથે મળીને પીડિતાને સળગાવી હતી. હાલ તો આ સમગ્ર કેસમાં પોલીસે પાંચેય આરોપીને ઝડપી પાડ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
