AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smriti Irani Corona Positive: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ફરી કોરોના પોઝિટીવ, ટ્વીટ કરી આપી જાણકારી

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) કોરોના વાઈરસથી સંક્રમિત થઈ છે. તેમને પોતાના ટ્વીટર પર ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે.

Smriti Irani Corona Positive: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ફરી કોરોના પોઝિટીવ, ટ્વીટ કરી આપી જાણકારી
Union Minister Smriti Irani Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 10:38 PM
Share

દેશમાં ધીરેધીરે કોરોના વાઈરસના (Corona Virus) કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) કોરોના વાઈરસથી સંક્રમિત થઈ છે. તેમને પોતાના ટ્વીટર પર ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કર્યુ કે રાજેન્દ્ર નગરમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ ના થવા માટે હું ત્યાંના નાગરિકોની માફી માંગુ છું, કારણ કે હું કોરોનાથી સંક્રમિત થઈ છું. હું રાજેન્દ્ર નગરના લોકોને રાજેશ ભાટિયાજીને વોટ આપવા અને દિલ્હી ભાજપને જીતાડવાની અપીલ કરૂ છું.

તમને જણાવી દઈએ કે દિલ્હીના રાજેન્દ્ર નગર વિધાનસભામાં પેટાચૂંટણી માટે 23 જૂને મતદાન થવાનું છે. જ્યાં ભાજપના ઉમેદવાર રાજેશ ભાટિયાના સમર્થનમાં એક ચૂંટણી સભામાં સામેલ થવના હતા પણ તે કોરોના પોઝિટીવ આવતા સામેલ ના થઈ શક્યા.

ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા એટલે કે વર્ષ 2020માં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોનાથી સંક્રમિત થયા હતા. તે સમયે તેમને ટ્વીટ કરીને જાણકારી આપી હતી અને કહ્યું હતું કે હું કોરોનાથી સંક્રમિત થઈ છું અને જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેમને વિનંતી કરૂ છું કે તે પોતાનો ટેસ્ટ જરૂર કરાવે.

દેશમાં 24 કલાકમાં કોરોનાના 12,899 નવા કેસ સામે આવ્યા

એક જ દિવસમાં દેશમાં કોરોના વાયરસના 12,899 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 15 દર્દીઓના મોત પણ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર નવા કેસોના આગમન પછી, કુલ સક્રિય કેસ વધીને 72,474 થઈ ગયા છે. આ સાથે 8,518 રિકવરી પણ નોંધાઈ છે. શનિવારે, રાજધાની દિલ્હીમાં 1,534 નવા કેસ નોંધાયા હતા અને વાયરસને કારણે ત્રણ મૃત્યુ થયા હતા. અહીં સકારાત્મકતા દર 7.71 ટકા છે. હાલમાં રાજધાની દિલ્હીમાં પણ 5119 સક્રિય કેસ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1255 લોકો સ્વસ્થ થયા છે.

દિલ્હીમાં પણ કોરોનાના 1,530 નવા કેસ, પોઝીટીવિટી રેટ 8.41 ટકા

મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હીમાં પણ રવિવારે કોરોનાના 1,530 નવા કેસ સામે આવ્યા છે. હાલમાં દિલ્હીમાં કોરોનાના 5,542 સક્રિય દર્દીઓ છે. હાલમાં દિલ્હીમાં કોરોના પોઝિટિવ રેટ 8.41 ટકા છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">