અમિત શાહે ‘PM મોદી ક્રોસ-કંટ્રી સ્લમ રેસ’ને કરાવી પ્રસ્થાન, 10 હજાર લોકોએ લીધો ભાગ, આ છે હેતુ

|

Sep 18, 2022 | 9:49 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે વર્ષ 2025 સુધીમાં આખું ભારત 'ટીબી મુક્ત' થઈ જાય. આ અંતર્ગત ભાજપે દેશને ટ્યુબરક્યુલોસિસ (ટીબી) મુક્ત બનાવવા માટે એક વર્ષનું અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે.

અમિત શાહે PM મોદી ક્રોસ-કંટ્રી સ્લમ રેસને કરાવી પ્રસ્થાન, 10 હજાર લોકોએ લીધો ભાગ, આ છે હેતુ
Amit shah
Image Credit source: ANI

Follow us on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ( Amit shah) રવિવારે એટલે કે આજે સવારે દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ક્રોસ-કન્ટ્રી સ્લમ રન’ને (PM Modi cross-country slum run) ફ્લેગ ઓફ કર્યું હતું. આ દોડમાં ઝૂંપડપટ્ટીના 10 હજારથી વધુ બાળકો અને યુવાનોએ ભાગ લીધો છે. મળતી માહિતી મુજબ, આજે સવારે લગભગ 6.30 વાગ્યે શાહે ‘ક્રોસ કન્ટ્રી સ્લમ રેસ’ને ફ્લેગ ઓફ કરી હતી. રેસની શરૂઆત મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમથી થઈ હતી. જ્યારે તેનું સમાપન કુતુબ મિનાર ગોલ્ફ કોર્સ ખાતે થશે. આ રેસને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત રેલી’ નામ આપવામાં આવ્યું છે.

આ રેસમાં ભાગ લેનાર સ્પર્ધકોને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. 2.5 કિલોમીટરની દોડમાં 10-15 વર્ષના છોકરાઓ અથવા છોકરીઓ ભાગ લઈ શકશે. જ્યારે 2.5 કિમીની બીજી દોડમાં કોઈપણ વયજૂથના સ્પર્ધકો ભાગ લઈ શકશે. પાર્ટીના આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, રમતગમત રાજ્ય મંત્રી નિશીથ પ્રામાણિક, દિલ્હી રાજ્ય ભાજપના પ્રભારી બૈજયંત જય પાંડા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તા સહિત પાર્ટીના ઘણા સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ભાજપનું “સેવા અને સમર્પણ” અભિયાન

વાસ્તવમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) એ PM મોદીના જન્મદિવસ નિમિત્તે બે અઠવાડિયા લાંબા કાર્યક્રમનું આયોજન કર્યું છે. પાર્ટી 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી એટલે કે 21 દિવસ માટે “સેવા અને સમર્પણ” અભિયાન ચલાવી રહી છે. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પક્ષના આ અભિયાન અંતર્ગત રક્તદાન કેમ્પ, આરોગ્ય તપાસણી કેમ્પ સહિતના વિવિધ પ્રકારના સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાજપે દેશને ક્ષય રોગ (ટીબી) મુક્ત બનાવવા માટે એક વર્ષનું અભિયાન ચલાવવાનું પણ નક્કી કર્યું છે.

2025 સુધીમાં ભારતને ‘ટીબી મુક્ત’ બનાવવાનું સપનું

આ અભિયાન હેઠળ દરેક વ્યક્તિ એક વર્ષ સુધી ટીબીના દર્દીની સંભાળ લેશે. ભાજપના મહાસચિવ અને સાંસદ અરુણ સિંહે કહ્યું કે ભાજપ પીએમ મોદીના જન્મદિવસને ‘સેવા પખવાડીયુ’ તરીકે ઉજવી રહી છે. આ અંતર્ગત ઘણા રાજ્યોમાં અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પાર્ટી પીએમના આ જન્મદિવસને ગરીબોના કલ્યાણ માટે સમર્પિત કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે વર્ષ 2025 સુધીમાં આખું ભારત ‘ટીબી મુક્ત’ થઈ જાય. પીએમના આ સ્વપ્નને સાકાર કરવા માટે ટીબીના દર્દીની 1 વર્ષ સુધી કાળજી લેવાની યોજના બનાવવામાં આવી છે.

Next Article