કાશ્મિરના ત્રાલમાં એન્કાઉન્ટર, ધાર્મિક સ્થળે છુપાયેલા અંસાર ગજવત ઉલ હિંદના ચીફ ઈમ્તિયાજ સહીત બે માર્યા ગયા

Tral Encounter : સુરક્ષા જવાનોની ગોળીઓથી બચવા માટે કાશ્મિરના આતંકવાદીઓ ધાર્મિક સ્થળમાં ભરાઈ જાય છે. અને જ્યારે સુરક્ષા બળ આવા આતંકવાદીઓને ગોતી ગોતીને સાફ કરે ત્યારે સ્થાનિક અલગાવવાદીઓ લોકોની ધાર્મિક ભાવનાને ભડકાવીને અશાંતિ ફેલાવે છે.

કાશ્મિરના ત્રાલમાં એન્કાઉન્ટર, ધાર્મિક સ્થળે છુપાયેલા અંસાર ગજવત ઉલ હિંદના ચીફ ઈમ્તિયાજ સહીત બે માર્યા ગયા
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Apr 09, 2021 | 1:12 PM

કાશ્મિરમાં સુરક્ષા બળને મોટી સફળતા સાંપડી છે. અવંતીપોરાના ત્રાલમાં આતંકીઓ (Tral Encounter) સાથે થયેલ જૂથ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જો કે જૂથ અથડામણમાં ત્રણ સૈન્ય જવાનો ઈજાગ્રસ્ત થયા તેમને સઘન સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યા ફરજ પરના તબીબે એક સૈન્ય જવાનની હાલત ગંભીર ગણાવી છે.

આતંકવાદીઓ એક ધાર્મિક સ્થળમાં છુપાઈ ગયા છે. જ્યાથી સુરક્ષા જવાનો ઉપર સતત ગોળીબાર કરી રહ્યાં છે. જો કે સુરક્ષાબળના જવાનોએ સમગ્ર વિસ્તારને ધેરી લીધો છે. અને ધાર્મિક સ્થળમાંથી ગોળી વરસાવી રહેલા આતંકીઓને શરણે આવવા માટે મોકો આપ્યો છે.

ગુપ્તચર એજન્સીઓએ ત્રાલના નૌબુગ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી આપી હતી. જેના આધારે કાશ્મિર પોલીસ અને સૈન્યે આ વિસ્તારમાં ઘેરો ઘાલ્યો છે. જો કે આતંકવાદીઓ એક ધાર્મિક સ્થળમાં છુપાઈ ગયા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સુરક્ષા જવાનોએ, સ્થાનિક લોકોની મદદથી ધાર્મિક સ્થળમાં ભરાઈ બેઠેલા આતંકવાદીઓને શરણે આવવા સમજાવી રહ્યાં છે. એક આતંકવાદીના ભાઈ અને સ્થાનિક ઈમામને ધાર્મિક સ્થળની અંદર આતંકવાદીઓને સમજાવવા મોકલ્યા છે. પરંતુ આતંકવાદીઓ શરણે આવવા માંગતા નથી.

આતંકવાદીઓએ ધાર્મિકસ્થળની અંદરથી જ સુરક્ષાબળના જવાનો ઉપર ગોળીઓ વરસાવી હતી. વળતા જવાબરૂપે સુરક્ષા બળોએ કરેલા ગોળીબારમાં બે આતંકવાદીઓ માર્યા ગયાની વાત સામે આવી છે. ધાર્મિક સ્થળની અંદર કેટલા આતંકવાદીઓ છે તેની જાણ નથી પણ આત્મસમર્પણ માટે અંદર ગયેલા આતંકવાદીના ભાઈ અને ઈમામને પુછપરછ કરવામાં આવી રહી છે.

આતંકવાદીઓએ ધાર્મિકસ્થળની અંદરથી એકાએક શરૂ કરેલા આડેઘડ ગોળીબારમાં ત્રણ સૈન્ય જવાનોને ઈજા પહોચી છે. જેમને સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો કે આતંકવાદીઓને ઠાર મારવા સુરક્ષા જવાનોએ ઓપરેશન ચાલુ રાખ્યુ છે.

કાશ્મિરથી આધારભૂત સૂત્રના જણાવ્યાનુસાર, આજે જુમ્મા ( શુક્રવારે)ના દિવસે કાશ્મિરમાં બે અલગ અલગ જગ્યાએ સુરક્ષા બળોએ એન્કાઉન્ટર કર્યા હતા. જેમાં અન્સાર ગઝવાતુલ હિન્દ (Ansaar Gazwatul hind) નામના પ્રતિબંધિત સંગઠનના ટોચના આતંકીને ઠાર માર્યો છે. બે એન્કાઉન્ટરમાં કુલ સાત આતંકવાદીઓને મારી નાખ્યા છે. જો ત્રાલમાં આત્મ સમર્પણ કરવા માટે આતંદવાદીઓ તૈયાર નહી થાય તો અંદર છુપાઈને બેઠેલા આતંકવાદીઓનો સફાયો કરવા માટે સુરક્ષાબળ, ધાર્મિકસ્થળને ઉડાવી દેશે.

અવંતિપુરાના ત્રાલમાં સ્થાનિક લોકો ધાર્મિકસ્થળની અંદર છુપાઈને બેઠેલા આતંકવાદીઓને ધાર્મિક સ્થળ બચાવવા માટે સુરક્ષા બળની શરણે આવી જવા સમજાવી રહ્યાં છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">