ભારતમાં UC WEB કંપનીના બે મેનેજર નાસભાગ કરી રહ્યા છે. કોર્ટે બીજી વખત જાહેર કર્યું નોન બેલેબલ વોરંટ, હરિયાણા-યુપી પોલીસ કરી રહી છે શોધખોળ

ભારતમાં UC WEB કંપનીના બે મેનેજર નાસભાગ કરી રહ્યા છે. કોર્ટે બીજી વખત જાહેર કર્યું નોન બેલેબલ વોરંટ, હરિયાણા-યુપી પોલીસ કરી રહી છે શોધખોળ

દુનિયામાં આ પહેલી વખત થયું છે કે, ચીનની બહાર Alibaba Groupના અને ચાઈનિઝ કર્મચારી વિરુદ્ધ ભારતની કોર્ટે બે વખત નોનબેલેબલ વોરંટ જાહેર કર્યું છે પુષ્પેન્દ્રસિંહ પરમારની મહેનત અંતે રંગ લાવી ગઈ છે. દુનિયાની સૌથી મોટી અને ચૌથા નંબરની ઈન્ટરનેટ કંપની Alibaba Groupની UC WEBની વિરુદ્ધ લડાઈ રહેલી જંગ દોઢ વર્ષ બાદ રંગ લાવી છે. આ […]

TV9 Webdesk12

|

May 08, 2019 | 9:35 AM

દુનિયામાં આ પહેલી વખત થયું છે કે, ચીનની બહાર Alibaba Groupના અને ચાઈનિઝ કર્મચારી વિરુદ્ધ ભારતની કોર્ટે બે વખત નોનબેલેબલ વોરંટ જાહેર કર્યું છે

પુષ્પેન્દ્રસિંહ પરમારની મહેનત અંતે રંગ લાવી ગઈ છે. દુનિયાની સૌથી મોટી અને ચૌથા નંબરની ઈન્ટરનેટ કંપની Alibaba Groupની UC WEBની વિરુદ્ધ લડાઈ રહેલી જંગ દોઢ વર્ષ બાદ રંગ લાવી છે. આ કંપની વિરુદ્ધ ક્રિમિનલ માનહાનીનો કેસ ગાજીયાબાદ કોર્ટમાં કરાયો છે. કંપનીના જનરલ મેનેજર Damon Xiની વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ પણ જાહેર થયું છે. અગાઉ પહેલુ નોનબેલેબલ વોરંટ 2018ના એપ્રીલમાં અને બીજુ 2019માં વોરંટ જાહેર કરાયું હતું. જેના આધારે ગુરુગ્રામ અને યુપી પોલીસે Damon Xi અને Steven Shiની તલાશ કરી હતી. બંને જગ્યામાંથી આરોપીને પકડવા પોલીસ કાર્યરત છે.

આ પણ વાંચોઃ 23 મેના દિવસે 2019ની ચૂંટણીનું પરિણામ તો આવશે પરંતુ તમે જાણીને ચોંકી જશો, 4થી 5 કલાક મોડું આવી શકે છે પરીણામ, જાણો કારણ

તમને જણાવી દઈએ કે દુનિયામાં આ પહેલી વખત થયું છે કે, ચીનની બહાર Alibaba Groupના અને ચાઈનિઝ કર્મચારી વિરુદ્ધ ભારતની કોર્ટે બે વખત નોનબેલેબલ વોરંટ જાહેર કર્યું છે. પરંતુ કંપનીના બંને ચાઈનિઝ કર્મચારીએ ભારતની કોર્ટના આદેશની અવમાનના કરી છે. જેના કારણે તેની વિરુદ્ધ બીજી વખત વોરંટ જાહેર કરાયું હતું. આમ છતાં તેની ધરપકડ ન થતા કોર્ટે બીજી વખત વોરંટ જાહેર કર્યું છે. તો અગાઉ ગાજીયાબાદ કોર્ટે બંને ચાઈનિઝ કર્મચારીઓને 24 ડિસેમ્બર 2018ના દિવસે કોર્ટમાં હાજર થવા માટે આદેશ આપ્યો હતો.

તો આ તરફ ફરિયાદી પુષ્પેન્દ્રસિંહ પરમારના વકીલ નવાંક શેખર મિશ્રાએ કહ્યું કે આ લડત બહુ મોટી છે. અને જો આ કેસમાં અમારે બંને આરોપીને કોર્ટમાં હાજર કરવા InterPol પોલીસની મદદ લેવી પડશે તો કોર્ટની મદદથી તે પણ કરવા તૈયાર છીએ. આ બંને આરોપી કોર્ટ અને કાનૂનથી જેટલા દૂર ભાગશે તેના વિરુદ્ધ કડક કામગીરી કરવામાં આવશે.

ફરિયાદી પુષ્પેન્દ્રસિંહ પરમાર Alibaba Groupvr કંપની UCWEBમાં Associat Directorના પદ પર કાર્યરત હતા. જે સમયે Steven Shiએ કંપનીની બહાર એક વ્યક્તિને એક ઈમેઈલ લખ્યો હતો. જેમાં ફરિયાદી વિરુદ્ધ ખોટી વાતોનો પ્રચાર કર્યો હતો. જે બાદ પુષ્પેન્દ્રસિંહે બંને ચાઈનિઝ કર્મચારીઓ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. જેના આધારે કોર્ટે તમામ કાર્યવાહી કરી હતી.

મહત્વનું છે કે આ કંપનનીનો વિવાદોથી જૂનો સંબંધ છે. નવેમ્બર 2017માં ભારત સરકારેના મંત્રાલયે એક સર્ક્યુલર જાહેર કર્યું હતું. જેમાં 40થી વધુ ચાઈનિઝ કંપનીઓની લિસ્ટ જાહેર કરી હતી. આ એવી કંપનીઓ છે જેનાથી સરકારને નુકસાન પહોંચી રહ્યું છે. દેશના કોઈ સૌનિકો આ એપ્લિકેશનનો ઉપયોગ ન કરવો જોઈએ. અને એપ્લિકેશન ડિલિટ કરી દેવાનું કહ્યું હતું. જે અગાઉ એક વખત માહિતી લીક કરી દેવાના કેસમાં પણ તપાસના આદેશ કર્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati