Video : આ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની ખુલ્લેઆમ પોલ ખુલી ગઈ, ભ્રષ્ટાચારની વાતો કરતા નેતાજીનો વીડિયો થયો વાયરલ
તાજેતરમાં એક કોંગ્રેસ નેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં પુર્વ સાંસદ અને મીડિયા કોર્ડિનેટર પ્રદેશ અધ્યક્ષ ડી.કે.શિવકુમાર કઈ રીતે લાંચ લે છે તેની વાતો કરતા જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક નેતાઓના વીડિયો વાયલ થતા જોવા મળે છે.ત્યારે તાજેતરમાં કર્ણાટકના એક કોંગ્રેસી નેતા ઈન્ટરનેટ પર છવાયા છે.ભાજપના અમિત માલવિયાએ (Amit Malviya) કર્ણાટકના બે કોંગ્રેસી નેતાઓનો એક વીડિયો ટ્વિટ કર્યો છે. જેમાં રાજ્યના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર પર વાત કરવામાં આવી રહી છે.
પૂર્વ સાંસદ વી.એસ. ઉગ્રપ્પાએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની પોલ ખોલી
એક પ્રેસ કોન્ફરન્સ પહેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ વી.એસ. ઉગ્રપ્પા ( Former Congress MP V S Ugrappa) અને તેના મીડિયા કોઓર્ડિનેટર સલીમ ભ્રષ્ટાચારની વાતો કરતા જોવા મળે છે. વાતચીતમાં, શિવકુમાર (Shiv kumar) અને તેમના એક સહયોગી ‘એડજસ્ટમેન્ટ’ અને 50 થી 100 કરોડ રૂપિયા કેવી રીતે કમાણા તેની તેઓ વાત કરી રહ્યા છે.અમિત માલવિયાએ ટ્વીટ કરીને લખ્યુ કે, ‘કોંગ્રેસના પૂર્વ સાંસદ વી.એસ. ઉગ્રપ્પા અને તેના મીડિયા કોઓર્ડિનેટર સલીમ સાથે ચર્ચા કરી રહ્યા છે કે કેવી રીતે પાર્ટી અધ્યક્ષ ડીકે શિવકુમાર લાંચ લે છે અને તેમના એક નજીકના મિત્રએ 50 થી 100 કરોડની કમાણી કરી છે ……’
જુઓ વીડિયો
Former Congress MP V S Ugrappa and KPCC media coordinator Salim discuss how Party president DK Shivakumar takes bribes and a close aid of his has made between 50-100 crores in collection. They are also discussing how he stutters while talking and as if he his drunk.
Interesting. pic.twitter.com/13rDXIRJOE
— Amit Malviya (@amitmalviya) October 13, 2021
કોંગ્રેસે તમામા આરોપો નકાર્યા
બીજી તરફ શિવકુમારે જણાવ્યુ કે, ‘તેઓ આ અંગે કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી પરંતુ શિસ્ત સમિતિ કડક કાર્યવાહી કરશે.’ જો કે, કોંગ્રેસે ઉગ્રપ્પા સાથે સ્પષ્ટતા કરી છે કે ભાજપ દ્વારા શિવકુમાર (DK Shivkumar) સામે આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
Disclaimer : Tv 9 ગુજરાતી આ વીડિયોની સત્યતા અંગે કોઈ પુષ્ટિ કરતુ નથી.
આ પણ વાંચો : Aryan Drug Case: એનસીબીના સાક્ષી કિરણ ગોસાવી સામે લુકઆઉટ નોટિસ, ઈમ્તિયાઝ ખત્રીને ફરી પૂછપરછ માટે બોલાવ્યા