ઈન્ડિગોના બે વિમાન આકાશમાં ટકરાતા રહી ગયા, DGCAએ કહ્યું બેદરકારી અંગે કરાશે કાર્યવાહી

|

Jan 19, 2022 | 8:31 PM

બેંગલુરુ-કોલકાતા ફ્લાઇટમાં 176 મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતા, જ્યારે બેંગલુરુ-ભુવનેશ્વર ફ્લાઇટમાં 238 મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતા. ડીજીસીએના વડા અરુણ કુમારે કહ્યું કે આ ઘટનાની તપાસ કરાઈ રહી છે.

ઈન્ડિગોના બે વિમાન આકાશમાં ટકરાતા રહી ગયા, DGCAએ કહ્યું બેદરકારી અંગે કરાશે કાર્યવાહી
Indigo Flight (symbolic image)

Follow us on

ઈન્ડિગોની (IndiGo) બે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ હવામાં અથડાતા અથડાતા રહી ગઈ. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. દરમિયાન, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે બેંગલુરુ એરપોર્ટ (Bengaluru Airport) પર 9 જાન્યુઆરીની સવારે ટેકઓફ કર્યા પછી જ ઈન્ડિગોના બે વિમાનો સામ સામે હવામાં અથડાતા રહી ગયા હતા. આ ઘટના કોઈપણ લોગબુકમાં નોંધવામાં આવી ન હતી અને ના તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા તેની જાણ કરવામાં આવી હતી.

ડીજીસીએના વડા અરુણ કુમારે જણાવ્યું હતું કે ડાયરેકટર દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરશે. ઈન્ડિગો અને AAIએ આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. ડીજીસીએના અધિકારીઓએ જણાવ્યું હતું કે બેંગલુરુ એરપોર્ટ પર બે ઈન્ડિગો એરક્રાફ્ટ – 6E455 (બેંગલુરુથી કોલકાતા) અને 6E246 (બેંગલુરુથી ભુવનેશ્વર) – ‘બ્રીચ ઓફ સેપરેશન’ (Breach of separation)માં સામેલ હતા.

એક રનવે બંધ હતો
બ્રીચ ઓફ સેપરેશન ત્યારે થાય છે જ્યારે બે એરક્રાફ્ટ એરસ્પેસમાં ઊભા અથવા આડા રાખવા પડતા અંતરને પાર કરે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બંને વિમાનોએ 9 જાન્યુઆરીની સવારે લગભગ પાંચ મિનિટના ગાળામાં બેંગલુરુ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. રવાના થયા બાદ બંને વિમાન એકબીજા તરફ આગળ વધી રહ્યા હતા. એ સમયે જ એપ્રોચ રડાર કંટ્રોલરે ડાયવર્ટ કર્યુ અને હવામાં બન્ને વિમાનોને ટકરાતા બચાવી લેવાયા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બેંગલોર એરપોર્ટ બે રનવે ચલાવે છે, જેમાં ઉત્તર અને દક્ષિણ દિશાના રન વેનો સમાવેશ થાય છે. ડીજીસીએના પ્રારંભિક અહેવાલમાં જણાવાયું છે કે રનવે ઓપરેશનના શિફ્ટ ઈન્ચાર્જે લેન્ડિંગ અને ટેક-ઓફ બંને માટે એક જ રનવેનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન દક્ષિણ દિશા તરફનો રનવે બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ દક્ષિણના ટાવર કંટ્રોલરને તેની જાણ કરવામાં આવી ન હતી. તેથી સાઉથ ટાવર કંટ્રોલરે બેંગ્લોર જતી ફ્લાઈટને ટેક ઓફ કરવાની મંજૂરી આપી હતી. તેની સાથે જ નોર્થ ટાવર કંટ્રોલરે પણ ભુવનેશ્વર જતી ફ્લાઈટને ટેક ઓફ કરવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચોઃ

Punjab Assembly Elections 2022: ચૂંટણી પહેલા રાજ્યમાંથી 3 લાખથી વધુ લાયસન્સવાળા હથિયાર થયા જમા, 6.60 લાખ લીટર દારૂ પણ જપ્ત

આ પણ વાંચોઃ

વિધાનસભા ચૂંટણી પહેલા EVMની બંધારણીય માન્યતા પર ઉભા થયા સવાલ, સુપ્રીમ કોર્ટ અરજી પર સુનાવણી કરવા તૈયાર

Next Article