AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બટન દબાવતા જ નવ સેકન્ડમાં ટ્વીન ટાવર થશે ધ્વંસ્ત, જાણો ઈમારત તોડી પાડવા અંગે કરાયેલી વિવિધ તૈયારીઓ અંગે

બંને ટાવરને તોડી પાડવા માટે 3,700 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવશે. ટ્વીન ટાવર તોડી પાડનાર કંપનીનો અંદાજ છે કે ટ્વીન ટાવર ધરાશાયી થયા બાદ ત્રણ હજાર ટ્રકમાં ભરાય એટલો કાટમાળ એકઠો થશે.

બટન દબાવતા જ નવ સેકન્ડમાં ટ્વીન ટાવર થશે ધ્વંસ્ત, જાણો ઈમારત તોડી પાડવા અંગે કરાયેલી વિવિધ તૈયારીઓ અંગે
Twin Tower ( file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 6:54 AM
Share

નોઈડાના સેક્ટર-93માં આવેલ સુપરટેક ટ્વીન ટાવર્સને (twin towers) તોડી પાડવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 13 વર્ષમાં બનેલી બંને ઈમારતોને ધરાશાયી થતા માત્ર 9 સેકન્ડનો સમય લાગશે. પહેલો ટાવર એપેક્સ (Apex Tower)32 માળનો છે, જ્યારે બીજો સ્યાન 29 માળનો છે. ડિમોલિશન ફર્મ એડફિસ એન્જિનિયરિંગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને ટાવરને તોડી પાડવા માટે 3,700 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવશે. વિસ્ફોટ પહેલા, બ્રિક્સમેન સહિત 6 કર્મચારીઓ બિલ્ડિંગના 100 મીટરની અંદર તમામ પ્રકારની જવાબદારી સંભાળશે. બોક્સ વિસ્ફોટ પહેલા ચાર્જ કરવામાં આવશે. પછી તબક્કાવાર 9,500 ડાયનામાઈટને કરંટ પહોંચાડવામાં આવશે. ટાવર તોડી પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહેલા ચેતન દત્તા બ્લાસ્ટનું અંતિમ બટન દબાવશે અને 9 સેકન્ડમાં કુતુબ મિનાર કરતાં પણ ઊંચી ઇમારતો ધરાશાયી થઈ જશે. વાંચો શું છે તૈયારીઓ અને શા માટે તોડવામાં આવી રહ્યા છે ટ્વીન ટાવર?

  1. આ બંને ટાવરના બાંધકામમાં શરતોનો ભંગ થયો હોવાનો આક્ષેપ છે. એમેરાલ્ડ કોર્ટ સોસાયટીના ખરીદદારોએ ટ્વીન ટાવરના નિર્માણમાં કરવામાં આવેલા નિયમોની અવગણના અંગે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ટ્વીન ટાવરની બાજુમાં આવેલી સોસાયટીમાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે તે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હતું. આ બંને ટાવર તોડી નાખવા જોઈએ.
  2. સુપરટેકના બંને ટ્વીન ટાવર 2009માં બાંધવામાં આવ્યા હતા. બંને ટાવરમાં 950થી વધુ ફ્લેટ બનાવવાના હતા. જો કે, કેટલાક ખરીદદારોએ 2012માં ઈમારતના પ્લાનમાં ફેરફારનો આરોપ લગાવીને અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આમાં 633 લોકોએ ફ્લેટ બુક કરાવ્યા હતા, જેમાંથી 248 લોકોએ રિફંડ લીધું છે, 133 અન્ય પ્રોજેક્ટમાં શિફ્ટ થયા છે, પરંતુ 252 લોકોએ હજુ રોકાણ કર્યું છે.
  3. વર્ષ 2014માં નોઈડા ઓથોરિટીને ઠપકો આપતા અલ્હાબાદ હાઈકોર્ટે ટ્વીન ટાવર્સને ગેરકાયદેસર જાહેર કરીને તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. જો કે ત્યારબાદ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટે પણ તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.
  4. આ સમગ્ર મામલો લગભગ સાત વર્ષ સુધી સુપ્રીમ કોર્ટમાં ચાલ્યો. 31 ઓગસ્ટ 2021ના રોજ, કોર્ટે સુપરટેકને મોટો ફટકો આપ્યો અને રહેવાસીઓની તરફેણમાં ચુકાદો આપ્યો. કોર્ટે ત્રણ મહિનામાં બંને ટાવર તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. જોકે, કેટલાક કારણોસર તેની તારીખ ત્રણ વખત લંબાવવામાં આવી છે.
  5. કોર્ટે બિલ્ડરને ટ્વીન ટાવરમાં ફ્લેટ ખરીદનારાઓને તમામ રકમ બે મહિનાની અંદર 12 ટકા વાર્ષિક વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે બિલ્ડરને રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશનને બે કરોડ ચૂકવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. માર્ચ 2022 માં, સુપરટેક કંપનીને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ દ્વારા નાદાર જાહેર કરવામાં આવી હતી. કંપની પર લગભગ રૂ. 1,200 કરોડનું દેવું છે.
  6. બંને ટ્વીન ટાવર તોડી પાડવા માટે ગનપાઉડર નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. એડફિસ અને દક્ષિણ આફ્રિકાની જેટ કંપની ટ્વીન ટાવરને તોડી પાડવાનું કામ કરી રહી છે. ચીફ એન્જિનિયરનું કહેવું છે કે તેમાં કુલ 9,640 છિદ્રો બનાવવામાં આવ્યા છે, જેમાં 3,700 કિલો વિસ્ફોટક મૂકવામાં આવ્યા છે.
  7. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સુપરટેક ટ્વીન ટાવર 28 ઓગસ્ટ, રવિવારના રોજ તોડી પાડવામાં આવશે. બપોરે 2.30 કલાકે ધડાકો કરવામાં આવશે. રવિવારે ટ્વીન ટાવરની આસપાસ એક કિલોમીટરનું સર્કલ બનાવીને મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત રહેશે.
  8. તમને જણાવી દઈએ કે, ટ્વીન ટાવરની આસપાસ બનેલા રસ્તાઓ પર સામાન્ય લોકોને પ્રવેશ પણ આપવામાં આવશે નહીં. એટલું જ નહીં શહેરમાં જગ્યાએ જગ્યાએ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. ટ્વીન ટાવર તરફ આવતા અને જતા પાંચ રસ્તાઓ પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી કોઈ આવ-જા કરી ન શકે.
  9. બંને ટાવર તોડી પાડતી વખતે કોઈપણ સોસાયટીના ટાવરની છત પર કોઈને જોવા, ફોટોગ્રાફ કરવા અને વિડિયોગ્રાફી કરવા દેવામાં આવશે નહીં. ટાવરની છત પર કોઈ જશે નહીં. આ અંગે પોલીસ-પ્રશાસન દ્વારા સોસાયટીના એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન (AOA)ને કડક સૂચના આપવામાં આવી છે, ત્યારબાદ AOA સોસાયટીમાં ગાઈડલાઈન જારી કરી રહી છે.
  10. સુપરટેક એમેરાલ્ડ સોસાયટી ટ્વીન ટાવરથી બરાબર 9 મીટર દૂર છે. અહીં 650 ફ્લેટમાં લગભગ 2500 લોકો રહે છે. બંને સોસાયટીના લોકોએ સવારે 7:00 વાગ્યે ઘર ખાલી કરી દેવાનું રહેશે. સોસાયટીના હજારો લોકો વહેલી સવારે સોસાયટીમાંથી નીકળી જશે અને ધડાકાની સમગ્ર પ્રક્રિયા પૂરી થયા બાદ સાંજ સુધીમાં પરત ફરશે.

ટ્વીન ટાવર તોડી પાડનાર કંપનીનો અંદાજ છે કે ટ્વીન ટાવર ધરાશાયી થયા બાદ ત્રણ હજાર ટ્રક કાટમાળ બહાર આવશે, જેનો ખર્ચ 13 કરોડ રૂપિયા થશે. કાટમાળ હટાવવામાં લગભગ ત્રણ મહિનાનો સમય લાગશે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">