પાકિસ્તાનના આતંકવાદનુ સમર્થન કરવાનું તુર્કિયે બંધ કરે, ભારતે ચીનને પણ સંભળાવ્યું

ભારતે તુર્કિયેને પાકિસ્તાનમાં આતંકવાદને ટેકો આપવાનું બંધ કરવાનો આગ્રહ કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ભારતને આશા છે કે તુર્કિયે પાકિસ્તાન પર દબાણ લાવશે.

પાકિસ્તાનના આતંકવાદનુ સમર્થન કરવાનું તુર્કિયે બંધ કરે, ભારતે ચીનને પણ સંભળાવ્યું
| Edited By: | Updated on: May 22, 2025 | 7:04 PM

ભારતે ફરી એકવાર તુર્કિયેને પાકિસ્તાનના આતંકવાદને ટેકો આપવાનું બંધ કરવા કહ્યું છે. અમને આશા છે કે તુર્કિયે, પાકિસ્તાનને ભારપૂર્વક વિનંતી કરશે કે, આપણા પાડોશીએ આતંકવાદને ટેકો આપવાનું બંધ કરવું જોઈએ અને આતંકવાદી ઇકોસિસ્ટમ સામે નક્કર પગલાં લેવા જોઈએ.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, અમને આશા છે કે તુર્કિયે પાકિસ્તાનને સરહદ પારના આતંકવાદને ટેકો આપવાનું બંધ કરવા અને દાયકાઓથી ત્યાં ખીલી રહેલા આતંકવાદી ઇકોસિસ્ટમ સામે વિશ્વસનીય અને ચકાસી શકાય તેવા પગલાં લેવા વિનંતી કરશે. તેમણે કહ્યું, “સંબંધો એકબીજાની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલતા પર બંધાયેલા હોય છે.

પરસ્પર વિશ્વાસ જ સંબંધનો પાયો

જયસ્વાલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે 10 મેના રોજ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે વાત કરી હતી અને પાકિસ્તાનમાંથી ઉદ્ભવતા સરહદ પારના આતંકવાદ સામે ભારતના વલણથી વાકેફ કર્યા હતા. ચીનના પક્ષને ખ્યાલ છે કે, પરસ્પર વિશ્વાસ, પરસ્પર આદર અને પરસ્પર સંવેદનશીલતા ભારત-ચીન સંબંધોનો આધાર છે.

આતંકવાદ પર ભારતનું કડક વલણ

ભારત-પાકિસ્તાન સંબંધો અંગે તેમણે કહ્યું કે વાતચીત અને આતંકવાદ સાથે ના ચાલી શકે. જયસ્વાલે કહ્યું કે ભારત પાકિસ્તાન સાથે એવા આતંકવાદીઓને સોંપવા બાબતની ચર્ચા કરવા તૈયાર છે, જેમની યાદી થોડા વર્ષો પહેલા જ પાકિસ્તાનને આપવામાં આવી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા ભારતીય પ્રદેશને ખાલી કરાવવા પર જ પાકિસ્તાન સાથે ચર્ચા કરાશે આ સિવાય અન્ય કોઈ મુદ્દે વાતચીત થશે નહીં. જયસ્વાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર ભાર મૂક્યો કે સિંધુ જળ સંધિ પર, જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અફર રીતે સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે ત્યાં સુધી તે સ્થગિત રહેશે.

રણધીર જયસ્વાલે કહ્યું, “અમે DGMO દ્વારા પાકિસ્તાનને જણાવ્યું હતું કે, અમે ઓપરેશન સિંદૂર હેઠળ જવાબ આપવાના અમારા અધિકારનો ઉપયોગ કર્યો છે, તેથી અમે ઘટના પછી તેમને (હુમલા વિશે) જાણ કરી.”

વૈશ્વિક આતંકની ફેકટરી સમાન પાકિસ્તાનને મુસ્લિમ રાષ્ટ્રના નામે તુર્કિયે હંમેશા ટેકો આપતુ આવ્યું છે. ઓપરેશન સિંદૂર બાદ, પાકિસ્તાને ભારત પર કરેલા નિષ્ફળ ડ્રોન હુમલામાં તુર્કિયેના ડ્રોન વરસાવ્યા હોવાનુ સામે આવ્યા બાદ, ભારતીયોમાં તુર્કિયે પ્રત્યે નફરત ફેલાઈ છે. તુર્કિયેને લગતા સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.