TRACTOR RALLY: હિંસા પર ગૃહ મંત્રાલય સખ્ત, કડક કાયદા-વ્યવસ્થા માટે વધુ સુરક્ષા દળોને કરાશે તૈનાત

દિલ્હીની હિંસામાં બાબતે ગૃહ મંત્રાલય સંપૂર્ણ રીતે હરકતમાં આવી ગયું છે. ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાને આજે ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં દિલ્હીની હાલની પરિસ્થિતિ પર લગભગ અઢી કલાક ચર્ચા કરવામાં આવી હતી.

Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 26, 2021 | 8:22 PM

દિલ્હીની હિંસામાં બાબતે ગૃહ મંત્રાલય સંપૂર્ણ રીતે હરકતમાં આવી ગયું છે. ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાને આજે ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં દિલ્હીની હાલની પરિસ્થિતિ પર લગભગ અઢી કલાક ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉગ્ર પ્રદર્શનના દરેક પાસા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહ સચિવ અને ગુપ્તચર બ્યુરો ઉપરાંત અડધો ડઝન વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે જાગૃત રહેવાની અને દિલ્હીની સુરક્ષા અંગે સતર્ક રહી સંકેત આપવાની સૂચના આપી હતી. તેમજ દિલ્હીમાં વધારાના સુરક્ષાદળો તૈનાત કરવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.

 

 

ઉગ્ર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. સવારથી આજ સુધીની પરિસ્થિતિની બેઠકોમાં ચર્ચા કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે કાયદો અને વ્યવસ્થા અંગે ત્રણ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકોમાં હિંસાથી સંબંધિત દરેક પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે અમિત શાહે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની પણ સમીક્ષા કરી હતી.

 

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ અમિત શાહને દિલ્હીની હાલની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસ દ્વારા બનાવવામાં આવેલી વિશેષ ટીમે હાલની પરિસ્થિતિ વિશે દિલ્હી એનસીઆરના અધિકારીઓ પાસેથી માહિતી લીધી હતી. અમિત શાહ ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ વિશે વરિષ્ઠ અધિકારીઓ પાસેથી સતત માહિતી લઈ રહ્યા છે.

 

આ પણ વાંચો: Rajkot : તંત્રની પોલ ખુલી, અંડરબ્રીજમાં પાણી ભરાતા ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">