આસામ: ચક્રવાત પહેલા બારપેટા જિલ્લામાં દેખાયો ટોર્નેડો, ઘરની છત અને સામાન હવામાં ઉડ્યા, જુઓ Viral Video

|

May 08, 2022 | 12:58 PM

ભારતીય હવામાન વિભાગ (IMD) ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે નીચા દબાણનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં દબાણ વિસ્તારમાં ફેરવાઈ રહ્યો છે તે 10 મે સુધીમાં દરિયાકાંઠે પહોંચી શકે છે.

આસામ: ચક્રવાત પહેલા બારપેટા જિલ્લામાં દેખાયો ટોર્નેડો, ઘરની છત અને સામાન હવામાં ઉડ્યા, જુઓ Viral Video
Tornado In Assam

Follow us on

શનિવારે આસામના (Assam) બારપેટા જિલ્લામાં ઓછી તીવ્રતાનો વાવાઝોડું (Tornado) ત્રાટક્યું, જેના કારણે રહેવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ સ્માર્ટફોન કેમેરામાં હવામાનની આ દુર્લભ ઘટનાને કેદ કરી. અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. સ્થાનિક રહેવાસીઓએ મોબાઈલ ફોન પર શૂટ કરેલા ટોર્નેડોના વીડિયો વાયરલ થયા છે. ધૂળનો ઢગલો જમીનથી કેટલાંક મીટર ઉપર દેખાય છે, તેમાં ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે. ગુવાહાટીમાં પ્રાદેશિક હવામાન કેન્દ્ર ખાતે હવામાનશાસ્ત્રના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય ઓનિલ શૉને ટાંકીને જણાવ્યું હતું કે, શનિવારે આસામના બારપેટાના જિલ્લામાં ઓછી તીવ્રતાનું વાવાઝોડું ત્રાટક્યું હતું, પરંતુ તે ચક્રવાત નથી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું નીચા દબાણનું ક્ષેત્ર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થવાની અને આવતા સપ્તાહની શરૂઆતમાં આંધ્રપ્રદેશ-ઓડિશાના કિનારે પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે હવામાન પ્રણાલી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને શનિવાર સુધીમાં દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર દબાણના ક્ષેત્રમાં ફેરવાય તેવી શક્યતા છે. રવિવાર સાંજ સુધીમાં તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

છેલ્લા ત્રણ ઉનાળામાં ચક્રવાતી તોફાન આવ્યું હતું

બારપેટાના ડેપ્યુટી કમિશનર તેજ પ્રસાદ ભૂષણે જણાવ્યું હતું કે, આ ઘટનામાં સાત ઝૂંપડીઓને નુકસાન થયું હતું, પરંતુ રાહતની વાત એ છે કે કોઈનું મૃત્યુ કે ઈજા થઈ નથી. ઓડિશા સરકારના જણાવ્યા અનુસાર, હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ફાયર સર્વિસને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ ઉનાળામાં આ પ્રદેશે ચક્રવાતી તોફાનોનો અનુભવ કર્યો હતો. ઓડિશામાં 2021માં યાસ, 2020માં અમ્ફાન અને 2019માં ફાની તોફાન આવ્યું હતું.

આસામ ચક્રવાતનો વીડિયો

ઓડિશા સરકારે કરી તૈયારી

ભારતીય હવામાન વિભાગ (IMD) ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે નીચા દબાણનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં દબાણ વિસ્તારમાં ફેરવાઈ રહ્યો છે અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. તે 10 મે સુધીમાં દરિયાકાંઠે પહોંચી શકે છે. ઓડિશાના વિશેષ રાહત કમિશનર (SRC) પી.કે. જેનાએ જણાવ્યું હતું કે, અમે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ), ODRAF (ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ)ની 17 ટીમો અને ફાયર વિભાગની 175 ટીમોને બોલાવી છે.

આ ઉપરાંત NDRF સત્તાવાળાઓ તરફથી કોઈપણ કટોકટી માટે વધુ 10 ટીમોને વિનંતી કરવામાં આવી છે. આસામ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ અને મિઝોરમમાં આગામી 5 દિવસમાં હળવો અને મધ્યમ તીવ્રતાનો વરસાદ થવાની સંભાવના છે, હવામાન કચેરીએ આગાહી કરી છે.

Published On - 12:58 pm, Sun, 8 May 22

Next Article