Jammu Kashmir : સુરક્ષા દળોને મળી મોટી સફળતા, લશ્કરનો ખુંખાર આતંકવાદી સલીમ પર્રેને કરાયો ઠાર

|

Jan 03, 2022 | 4:48 PM

શ્રીનગર પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ખતરનાક આતંકવાદી સલીમ પર્રેને ઠાર માર્યો હતો. આ માહિતી આઈજીપી કાશ્મીર દ્વારા આપવામાં આવી છે.

Jammu Kashmir : સુરક્ષા દળોને મળી મોટી સફળતા, લશ્કરનો ખુંખાર આતંકવાદી સલીમ પર્રેને કરાયો ઠાર
LeT terrorist Salim Parray killed (Symbolic image)

Follow us on

Srinagar Encounter સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના (Lashkar-e-Taiba) નેતા સલીમ પર્રે અને એક અન્યને ઠાર માર્યા છે. માર્યા ગયેલ આતંકી કાશ્મીરમાં નાગરિકોની હત્યા અને સુરક્ષા દળો પર હુમલાની અનેક ઘટનાઓમાં સંડોવાયેલ છે. કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે (IGP Kashmir) કહ્યું કે સુરક્ષાદળના હાથે ઠાર મરાયેલ એક આતંકીની ઓળખ સલીમ પર્રે (Terrorist Salim Parray) તરીકેની થઈ છે. તે મૂળ પાકિસ્તાનનો રહેવાસી છે. અધિકારીએ કહ્યું કે મોસ્ટ વોન્ટેડ અને ખતરનાક આતંકવાદીની શોધ ઘણા દિવસોથી ચાલી રહી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓની દરેક યોજના ઉપર પાણી ફેરવી રહ્યા છે. અને તેમને ખતમ કરવા માટે સતત પ્રયાસો કરાઈ રહ્યા છે. આ દરમિયાન સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શ્રીનગર પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના (Lashkar-e-Taiba) ખતરનાક આતંકવાદી સલીમ પર્રેને ઠાર માર્યો હતો. આ માહિતી આઈજીપી કાશ્મીર (IGP Kashmir) દ્વારા આપવામાં આવી છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

શુક્રવારે શ્રીનગરના પંથા ચોક વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે કહ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક 13 ડિસેમ્બરે જેવાન વિસ્તારમાં પોલીસ બસ પર થયેલા હુમલામાં સામેલ હતો. આ હુમલામાં ત્રણ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા અને 11 અન્ય ઘાયલ થયા હતા.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. ગયા વર્ષે, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો દ્વારા આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં 44 ટોચના આતંકવાદીઓ સહિત કુલ 182 આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સિંહે માર્યા ગયેલા આતંકવાદીઓની કુલ સંખ્યા વિશે માહિતી આપી હતી.

આ પણ વાંચોઃ

ચીને ફરી ગાલવાન ખીણ પર કર્યો દાવો કર્યો, ચીની સૈનિકોએ ફરકાવ્યો ધ્વજ, રાહુલ ગાંધીએ કહ્યું- ‘મોદીજી, મૌન તોડો’

આ પણ વાંચોઃ

આર્થિક રીતે નબળા વર્ગના અનામત માટે કુટુંબની આવક મર્યાદા રૂ. 8 લાખ રાખવાનો નિર્ણય, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપી જાણકારી

Published On - 4:45 pm, Mon, 3 January 22

Next Article