AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બે મહિના સુધી ટામેટાના ભાવ નહીં ઘટે, રિપોર્ટમાં દર્શાવાયુ આ કારણ

દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદને કારણે પાક નિષ્ફળ જવાથી ટામેટાના ભાવમાં ઉછાળો આવ્યો છે. અહીં નવેમ્બરથી ડિસેમ્બર સુધી ટામેટાનું વાવેતર થાય છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા શહેરોમાં ટામેટાના ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

બે મહિના સુધી ટામેટાના ભાવ નહીં ઘટે, રિપોર્ટમાં દર્શાવાયુ આ કારણ
Tomato (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 7:15 PM
Share

ક્રિસિલ રિસર્ચે શુક્રવારે કહ્યું કે વધારે વરસાદ (Rain)ના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે અને કિંમતોમાં વધારો આગામી બે મહિના સુધી રહેવાની આશા છે. તેઓએ કહ્યું કે ટામેટા (Tomato)નું ઉત્પાદન કરતા મોટા ક્ષેત્રોમાંથી એક કર્ણાટકમાં સ્થિતિ ખરાબ છે જેમાં શાકભાજી (Vegetables)ને મહારાષ્ટ્રના નાસિકથી મોકલવામાં આવે છે.

ક્રિસિલ રિસર્ચે જણાવ્યું કે કર્ણાટકમાં વધુ વરસાદના કારણે પાક નિષ્ફળ (Crop failed) ગયો છે. રાજ્યમાં સામાન્યથી 105 ટકા વધુ વરસાદ પડ્યો છે. આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)માં સામાન્યથી 40 ટકા વધુ અને મહારાષ્ટ્રમાં 22 ટકા વધુ વરસાદ પડ્યો છે. જે રાજ્યો ઓક્ટોબરથી ડિસેમ્બરના સમય દરમિયાન મુખ્ય સપ્લાયર્સ છે.

ભાવમાં 142% વધારો

25 નવેમ્બરે ભાવમાં 142 ટકાનો વધારો થયો છે અને વધુ બે મહિના તેમજ રહેશે. જ્યાં સુધી જાન્યુઆરીથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પાક આવવાનો શરૂ નથી થયો. હાલમાં ટામેટાં 47 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે અને જ્યારે નવો પાક આવવાની શરૂઆત થશે, ત્યારે ભાવમાં 30 ટકાનો ઘટાડો થશે.

ડુંગળીના કિસ્સામાં અહેવાલમાં જણાવાયું છે કે મહારાષ્ટ્રના મુખ્ય ટામેટા ઉગાડતા પ્રદેશોમાં વરસાદના અભાવને કારણે ઓગસ્ટમાં લણણીમાં વિલંબ થયો હતો. આના કારણે ઑક્ટોબરમાં સપ્લાયમાં વિલંબ થયો અને સપ્ટેમ્બરની સરખામણીમાં કિંમતોમાં 65 ટકાનો વધારો થયો.

ડુંગળીના ભાવમાં પણ આવી શકે છે ઘટાડો

જો કે ડુંગળીના કિસ્સામાં હરિયાણા 10થી 15 દિવસમાં નવો પુરવઠો શરૂ કરે તેવી અપેક્ષા છે, જેનાથી ભાવમાં ઘટાડો થશે. બટાકા માટે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ગુજરાતમાં અતિશય વરસાદને કારણે વાવણીની મોસમને મોટો આંચકો લાગ્યો છે.

આપને જણાવી દઈએ કે દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદને કારણે પાક નિષ્ફળ જવાથી ટામેટાંના ભાવમાં ઉછાળો આવ્યો છે. અહીં નવેમ્બરથી ડિસેમ્બર સુધી ટામેટાંનું વાવેતર થાય છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા શહેરોમાં ટામેટાના ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જેના કારણે ટામેટાના ભાવ સામાન્ય માણસની પહોંચ બહાર થઈ ગયા છે. લગ્નની સિઝનમાં માંગ વધવાને કારણે પણ તેની કિંમતમાં ઘટાડો નથી થઈ રહ્યો.

આ પણ વાંચો: IND VS NZ: ન્યુઝીલેન્ડે કાનપુરમાં કર્યો જબરદસ્ત પલટવાર, વિલ યંગ-લેથમે કરી શ્રેયસ અય્યરની સદી ‘બેકાર’

આ પણ વાંચો: દેશમાં કૃષિ ક્ષેત્રે સંકટને સમજવા માટે સ્વતંત્ર કિસાન આયોગની થશે રચના: પી સાઈનાથ

g clip-path="url(#clip0_868_265)">