Gandhi Jayanti : આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પીએમ મોદી-સોનિયા સહિત અનેક નેતાઓએ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી

|

Oct 02, 2022 | 8:43 AM

પીએમ મોદી ઉપરાંત કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ખનખરે પણ બાપુને નમન કર્યા હતા.

Gandhi Jayanti : આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પીએમ મોદી-સોનિયા સહિત અનેક નેતાઓએ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી
PM Narendra Modi At Rajghat
Image Credit source: ANI

Follow us on

આજે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની (Mahatma Gandhi)153મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં બાપુની સ્મૃતિમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાજઘાટ પહોંચ્યા હતા. રાજઘાટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.

પીએમ મોદી સિવાય પણ ઘણા નેતાઓ બાપુના સમાધિ સ્થાન રાજઘાટ પર પહોંચ્યા હતા. આ પહેલા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રોપદિ મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ખનખરે પણ બાપુને નમન કર્યા હતા. રાજઘાટ ખાતે બાપુની સ્મૃતિમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગાંધી જયંતિ નિમિત્તે બાપુને યાદ કરતાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પર, આપણે મહાત્મા ગાંધીની જન્મજયંતિ અને બધા દ્વારા વહેંચાયેલા શાંતિ, સન્માન અને આવશ્યક ગૌરવના મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. આપણે મહાત્મા ગાંધીના મૂલ્યોને અપનાવીને અને વિવિધ સંસ્કૃતિઓમાં કામ કરીને આજના પડકારોને હરાવી શકીએ છીએ.

Published On - 8:29 am, Sun, 2 October 22

Next Article