Mann Ki Baat : PM મોદી આજે કરશે ‘મન કી બાત’ ખેડૂત, જળસંચય બાબતોનો કરી શકે છે ઉલ્લેખ

|

May 29, 2022 | 7:12 AM

MAAN KI BAAT MAY 2022 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજના મન કી બાત કાર્યક્રમમાં, ખેડૂતો, ચોમાસુ, ખેલજગત, જળસંચય સહીત દેશના વિભિન્ન ગ્રામ્યકક્ષાએ કરાયેલા પ્રેરણાદાયી કાર્યોનો ઉલ્લેખ કરી શકે છે.

Mann Ki Baat : PM મોદી આજે કરશે મન કી બાત ખેડૂત, જળસંચય બાબતોનો કરી શકે છે ઉલ્લેખ
Mann Ki Baat, MAY 2022

Follow us on

આજે મન કી બાતનો (Mann Ki Baat) 89મો કાર્યક્રમ પ્રસારીત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આ કાર્યક્રમમાં વિવિધ વિષયો પર લોકો સાથે વાત કરે છે. આજના કાર્યક્રમમાં ખેડૂતો, ચોમાસુ, ખેલજગત, જળસંચય સહીત દેશના વિભિન્ન ગ્રામ્યકક્ષાએ કરાયેલા પ્રેરણાદાયી કાર્યોનો ઉલ્લેખ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધિત કરશે. પીએમ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગે મન કી બાત કરે છે. આ કાર્યક્રમ માટે લોકો તેમના વિચારો અને સૂચનો પણ શેર કરી શકે છે. પીએમ મોદીએ તેમાંથી કેટલાક પસંદગીના વિચારો અને સૂચનો તેમના કાર્યક્રમમાં સામેલ કરે છે.

તાજેતરમાં, વડા પ્રધાન મોદીએ ગયા મહિનાની મન કી બાત શ્રેણી પર આધારિત એક પુસ્તિકા શેર કરી છે. જેમાં કાર્યક્રમમાં ચર્ચા કરાયેલા વિષયો પર રસપ્રદ લેખો છે. વડાપ્રધાને ટ્વીટ કર્યું હતુ કે મને મન કી બાત કાર્યક્રમ માટે અસંખ્ય ઈનપુટ મળી રહ્યા છે. મોટી સંખ્યામાં યુવાનોને તેમના મંતવ્યો અને વિચાર શેર કરતા જોઈને મને આનંદ થાય છે.

તમે ઓલ ઈન્ડિયા રેડિયો પર પણ મન કી બાત સાંભળી શકો છો. તે દૂરદર્શન ઉપર પણ પ્રસારિત થશે. તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેસબુક પેજ પર જઈને પણ આ કાર્યક્રમ સાંભળી શકો છો. આ સિવાય પીએમઓના ટ્વિટર હેન્ડલ પર પણ મન કી બાત કાર્યક્રમના અપડેટ ઉપલબ્ધ રહેશે. તમને તેના અપડેટ્સ મન કી બાત અપડેટ્સ ટ્વિટર હેન્ડલ પર પણ મળશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

PM મોદીએ 29 મે, 2022 ના રોજ તમામ દેશવાસીઓને ‘મન કી બાત’ માટે વિચારો શેર કરવા આમંત્રણ આપ્યું હતું. 13 મેના રોજ એક ટ્વિટમાં, વડાપ્રધાને કહ્યું કે હું તમને બધાને આ મહિનાની મન કી બાત માટે તમારા વિચારો શેર કરવા આમંત્રણ આપું છું, જે 29 મેના રોજ પ્રસારિત થશે. હું નમો એપ અને MyGov પર તમારી ટિપ્પણીઓની રાહ જોઉં છું. તમે તમારો સંદેશ 1800-11-7800 પર રેકોર્ડ પણ કરાવી શકો છો.

Next Article