Rajasthan: ગેહલોત સરકારના ત્રણ મંત્રીઓએ કરી રાજીનામાની રજૂઆત, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યો પત્ર

|

Nov 20, 2021 | 12:00 AM

હાલમાં રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 21 સભ્યો છે. રાજ્યમાં ધારાસભ્યોની સંખ્યા 200 છે, જે મુજબ કેબિનેટમાં વધુમાં વધુ 30 સભ્યો હોઈ શકે છે.

Rajasthan: ગેહલોત સરકારના ત્રણ મંત્રીઓએ કરી રાજીનામાની રજૂઆત, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યો પત્ર
Ajay Maken, National General Secretary of Congress and in-charge of Rajasthan

Follow us on

રાજસ્થાનમાં રાજકીય હલચલ વધુ તેજ બની છે. અહેવાલ છે કે ગેહલોત સરકારના (Gehlot Government) ત્રણ મંત્રીઓએ રાજીનામું આપવાની રજૂઆત કરી છે. જેમાં રઘુ શર્મા (Raghu Sharma), ગોવિંદ ડોટાસરા (Govind Dotasara) અને હરીશ ચૌધરીનું (Harish Chaudhary) નામ સામેલ છે. ત્રણેય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને (Congress President Sonia Gandhi) પત્ર લખીને રાજીનામું આપવાની રજૂઆત કરી છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

કોંગ્રેસના પ્રભારી અજય માકને આ અંગે માહિતી આપી છે. અજય માકને જણાવ્યું કે રાજસ્થાનના ત્રણ મંત્રીઓએ રાજીનામાની ઓફર કરી છે. ત્રણેયએ સોનિયા ગાંધીને પત્ર લખીને મંત્રીની તમામ જવાબદારીઓ છોડીને સંગઠન માટે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

 

ગોવિંદ સિંહ ડોટાસરા હાલમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે, જ્યારે રઘુ શર્માને તાજેતરમાં ગુજરાતના પ્રભારી તરીકે અને હરીશ ચૌધરીને પંજાબના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જ સમયે બે દિવસ પહેલા સીએમ અશોક ગેહલોતે કહ્યું હતું કે ટૂંક સમયમાં કેબિનેટનું પુનર્ગઠન કરવામાં આવશે. હાલમાં રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 21 સભ્યો છે. રાજ્યમાં ધારાસભ્યોની સંખ્યા 200 છે, જે મુજબ કેબિનેટમાં વધુમાં વધુ 30 સભ્યો હોઈ શકે છે.

 

રાજસ્થાનમાં ત્રણ મંત્રીઓએ રાજીનામાની રજૂઆત કરી હતી

સોનિયા ગાંધીને પત્ર લખીને મંત્રી પદ છોડવાની રજૂઆત કરી હતી

કોંગ્રેસના રાજસ્થાન પ્રભારી અજય માકને એરપોર્ટ પર પત્રકારોને આ માહિતી આપતાં કહ્યું ‘મને તમને જણાવતાં આનંદ થાય છે કે અમારા રાજસ્થાન કેબિનેટના ત્રણ આશાસ્પદ મંત્રીઓએ આજે ​​સોનિયા ગાંધીને પત્ર લખીને મંત્રી પદ છોડવાની રજૂઆત કરી છે.  આ સાથે જ તેમણે પાર્ટી માટે કામ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.

 

આ પણ વાંચો :  PM મોદીએ એરફોર્સને સોંપ્યુ લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર, જમીનથી લઈને આકાશ સુધી કોઈપણ ટાર્ગેટનો ખાત્મો બોલાવવા માટે સક્ષમ

 

Published On - 11:58 pm, Fri, 19 November 21

Next Article