Co-Win બાદ ભારતમાં ડીજીટલ હેલ્થ હાઇવે તૈયાર થશે, જાણો NHAના મહત્વના સૂત્રધાર ડો.આર.એસ.શર્માએ TV9 સાથેની ખાસ વાતચીતમાં બીજું શું કહ્યું
Leaders of Global Bharat એ એક મહત્વપૂર્ણ શ્રેણી છે જેનો ઉદ્દેશ્ય એવા વિચારોને પ્રોત્સાહન આપવાનો છે કે જે ભારતની વૃદ્ધિ વાર્તાને આકાર આપે છે, શ્રેષ્ઠ સ્પર્ધાત્મક પરંપરાને પ્રોત્સાહિત કરે છે અને મહત્વપૂર્ણ લોકોના અનુભવોને આગળ લાવે છે.
રાકેશ ખાર
ભારતનો રસીકરણ રેકોર્ડ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં છે. અત્યાર સુધીમાં અહીં 110 કરોડથી વધુ ડોઝ (સિંગલ અને ડબલ ડોઝ સહિત) આપવામાં આવ્યા છે. કો-વિન (Co-Win) પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં નાગરિકોએ જબરદસ્ત ઉત્સાહ દર્શાવ્યો છે. ઓછામાં ઓછા 50 દેશોએ NHA હેઠળ આ સોફ્ટવેર ખરીદવામાં રસ દાખવ્યો છે. આ મિશનમાં ડૉ. આર.એસ. શર્મા (Dr.RS Sharma)નું યોગદાન નોંધપાત્ર છે, જેઓ નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) ના CEO તરીકે, ટેકનોલોજી-આધારિત હેલ્થકેર આર્કિટેક્ચર બનાવવા તરફ કામ કરી રહ્યા છે, જે સર્વસમાવેશક અને પ્રગતિશીલ છે, સાથે સાથે નવીન વિચારોની શોધ પણ કરી રહ્યા છે.
ડૉ. શર્મા ડિજિટલ હેલ્થ હાઈવે (Health Highway)વિશે ખૂબ આશાવાદી છે, જે નાગરિકોને વિવિધ સેવાઓ પૂરી પાડશે. TV9ના ઇન્ટરવ્યુ સિરીઝ ‘લીડર્સ ઑફ ગ્લોબલ ભારત’ના પ્રથમ ઇન્ટરવ્યુમાં તેમની સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે :
પ્રશ્ન 1 : ભારતમાં Co-Winની જબરદસ્ત સફળતાને સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે. શું અન્ય દેશો પણ આ પ્લેટફોર્મ અપનાવવા માંગે છે? શું તેની વ્યાપારી ક્ષમતાનો લાભ લેવા માટે કોઈ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે?
જવાબ : વડાપ્રધાને કો-વિન પ્લેટફોર્મને અન્ય દેશોમાં લઈ જવા માટે લીલી ઝંડી આપી દીધી છે. 5 જુલાઈના રોજ તેમણે આ સંદર્ભમાં એક વેબિનારનું આયોજન કર્યું હતું, જેમાં 140થી વધુ દેશોએ ભાગ લીધો હતો. ત્યારબાદથી વિદેશ મંત્રાલય આ દિશામાં કામ કરી રહ્યું છે. ઘણા દેશો આમાં રસ દાખવી રહ્યા છે. અમે આ સંબંધમાં દક્ષિણ અમેરિકાના દેશો સાથે MOU પર હસ્તાક્ષર કરવાના છીએ. આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયાના કેટલાક દેશોએ પણ રસ દાખવ્યો છે.
Co-Win એ ટેકનોલોજી આધારિત પ્લેટફોર્મ છે અને તે એક ઓપન API ઇકોસિસ્ટમ છે. અમે તેની સરળ ઍક્સેસ માટે ઘણી સંસ્થાઓને તાલીમ આપી છે. ભારતની ઓફર સંપૂર્ણપણે માનવતા પર આધારિત છે. અમે આ સુવિધા વિશ્વને ભેટ તરીકે આપી રહ્યા છીએ, તે એ જ સિદ્ધાંત પર આધારિત છે જે અંતર્ગત અમે વિશ્વમાં રસીની નિકાસ કરી હતી. આ કોઈ કોમર્શિયલ બિઝનેસ નથી. આ માનવકાર્ય છે. Covid19ના પડકારોનો સામનો કરવા સભ્ય દેશોને મદદ કરવામાં ભારત મોખરે છે.
પ્રશ્ન 2 : નાગરિકોના દૃષ્ટિકોણથી, Co-Win વધુને વધુ લોકો સુધી ટેક્નોલોજી પહોચાડી છે. ભારતમાં ત્રીજા ડોઝની વાત ચાલી રહી છે. તમે તૈયાર છો? શું સરકારે તેનો અમલ કરવો જોઈએ?
જવાબ : Co-Winએ ફક્ત સેવા પ્રદાન કરતું પ્લેટફોર્મ છે. તેનો ઉદ્દેશ્ય લોકોને પારદર્શક અને સર્વસમાવેશક રીતે સેવાઓ પૂરી પાડવાનો તેમજ માહિતીની અસમાનતાને દૂર કરવાનો છે. અમારો ઉદ્દેશ્ય નાગરિકોનું જીવન સરળ બનાવવાનો છે અને તેઓને આજુબાજુમાં ભાગવું ન પડે તે સુનિશ્ચિત કરવાનો છે. આ એક ઓપન પ્લેટફોર્મ છે.
અમારી પાસે 100 થી વધુ ભાગીદારો છે જે સરળતાથી અમારા સુધી પહોંચી શકે છે. અમે માલિક નથી. અમારી સેવાઓ 16-17 ભાષાઓમાં ઉપલબ્ધ છે અને અમે દેશની 90 ટકા વસ્તીની પહોંચમાં છીએ. તે દેશની વિવિધતાને સેવા આપે છે. અમે મોટા પાયા પર સરળતાથી કામ કરી શકીએ છીએ. રસીકરણના રેકોર્ડ દિવસે, અમે અમારા પ્લેટફોર્મ પર પ્રતિ સેકન્ડ 1000 રસીકરણ થતા જોયા. આયુષ્માન ભારત ડિજિટલ મિશન (Ayushman Bharat Digital Mission)ડિજિટલ આરોગ્યને સામાન્ય લોકો સુધી લઈ જઈ રહ્યું છે.
પ્રશ્ન 3 : Co-Win માં મોટા પાયે ડેટા રાખવામાં આવે છે. ડિજિટલ હેલ્થ મિશન ડેટા સંગ્રહ અને તેના સંચાલન સાથે સંબંધિત છે, જેથી અસરકારક નીતિ નિર્માણ થઈ શકે. ડેટા સંગ્રહની ચોકસાઈ અને લોકોની ગોપનીયતાના બે પડકારોનો તમે કેવી રીતે સામનો કરશો?
જવાબ : આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે વર્ષોથી ભારતે મોટા પાયે ડિજિટલ પ્રોડક્ટ્સ બનાવી છે અને સેવાઓ પૂરી પાડી છે. અમે આધાર (Aadhaar) તૈયાર કર્યો છે, તે એક મોટી સફળતા છે. તે રાષ્ટ્રીય સંપત્તિ છે. તે ઓળખનો આધાર છે અને સૌથી અગત્યનું, તમે નાગરિકોના દૃષ્ટિકોણથી તેને અન્ય સેવાઓ સાથે લિંક કરી શકો છો. ત્યારબાદ આપણી અમારી પાસે UPI (પેમેન્ટ સિસ્ટમ) છે, જેના દ્વારા છેલ્લા મહિનામાં રેકોર્ડ સ્તરે વ્યવહારો થયા છે.
વધુમાં, ડિજિટલ સિસ્ટમમાં, ડિજિટલ હસ્તાક્ષર અને સંમતિ ટોકન્સ જરૂરી છે. અમારી પાસે તમામ પ્રકારના સુરક્ષા ઉપાયો છે. ફક્ત સંમતિ ટોકન દ્વારા તમે તમારી પાસેનો ડેટા શેર કરી શકશો. અમારી ટેક્નોલોજી મોટા પાયા પર કામ કરવાના સિદ્ધાંત પર આધારિત છે, યોગ્ય રીતે ડેટાની આપલે કરવી, શક્ય તેટલો વધુ ડેટા સામેલ કરવો એ છે. ડેટા બીજે જતો કરતો નથી. તે જ્યાં છે ત્યાં જ રહે છે. એકવાર પ્રમાણિત થઈ ગયા પછી, તમારે તમારા સ્વાસ્થ્ય રેકોર્ડ લાવવાની જરૂર નથી. ડેટાની ચોકસાઈ, ગોપનીયતા અને સુરક્ષા માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે. તમારે ગોપનીયતા વિશે ચિંતા કરવાની જરૂર નથી.
પ્રશ્ન 4 : વડાપ્રધાને તાજેતરમાં એવા જિલ્લાઓના કલેક્ટર સાથે બેઠક યોજી હતી, જ્યાં રસીકરણની સ્થિતિ નબળી છે. રસીની જાગૃતિ વધારવામાં Co-Winની ભૂમિકા હોઈ શકે?
જવાબ : આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે અને વડાપ્રધાને આ જિલ્લાઓમાં અંતરને દૂર કરવા પર ભાર મૂક્યો હતો. કવરેજ વધારવા માટે યોગ્ય સંદેશ આપવા માટે તેમણે મીટિંગ દરમિયાન #HarGharDastak મિશન શરૂ કર્યું. Co-Win આ અભિયાનમાં મદદ કરી રહ્યું છે. અમે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કોર મેસેજિંગ પર ભાર આપી રહ્યા છીએ. આ મિશનને સમર્થન આપવા માટે ડેટાની ઉપલબ્ધતાનો ઉપયોગ કરી શકાય છે. પરિણામો હાંસલ કરવા માટે એજન્ડામાં ડેટાનો ઉપયોગ કરવાનો ધ્યેય છે. જો દરેક જણ સુરક્ષિત નથી તો કોઈ સુરક્ષિત નથી.
આગામી સોમવારથી અમારા પ્લેટફોર્મ પરથી એક નવી સુવિધા ડાઉનલોડ કરી શકાશે. ‘રસીકરણ બેજ’ એવા લોકોને આપવામાં આવશે જેમણે રસીના બંને ડોઝ લીધા છે. આ એક ડિજિટલ કાર્ડ છે. આ કાર્ડ તમને પરિસ્થિતિ વિશે જાણ કરશે અને તમને રસી આપવામાં આવી છે કે નહીં તે પણ જણાવશે. આ ‘બેજ’ ગર્વની વાત છે. સાચો સંદેશ પહોંચાડવો એ ગર્વની વાત છે. અમે એક ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જ્યાં રસીકરણની સ્થિતિ પ્લેટફોર્મ દ્વારા શેર કરી શકાય, જેથી મોટા પાયે જાગૃતિ ઊભી કરી શકાય. સમગ્ર હેતુ આવી ડિજિટલ ઝુંબેશ બનાવવાનો છે જેથી રસીકરણ થઇ ગયું હોવાનું ગૌરવ દર્શાવી શકાય.
પ્રશ્ન 5 : e-Sanjeevani એપનું સ્ટેટસ શું છે? તેમાં અત્યાર સુધી કેવો પ્રતિસાદ મળ્યો છે?
જવાબ : અમને સારો પ્રતિસાદ મળ્યો છે. e-Sanjeevani અને e-Hospitals જેવી એપ્સે સારો દેખાવ કર્યો છે. આ મ્પ્તા ટેકનોલોજી ઉકેલો છે. આ ડિજિટલ હેલ્થ આર્કિટેક્ચરનો એક મહત્વપૂર્ણ ભાગ બનશે. Covid-19એ ડિજિટલ ટેક્નોલોજીની સ્વીકૃતિમાં વધારો કર્યો છે અને તે જ સમયે તેણે ટેલિમેડિસિનના વિકાસમાં મદદ કરી છે. e-Sanjeevani એપ તેનું સારું ઉદાહરણ છે. તેણે સમાવેશને પ્રોત્સાહન આપ્યું છે અને દૈનિક રન રેટ ઘણો સારો છે. તેની પહોંચ વધુને વધુ લોકો સુધી વધી છે. અમે એમ નથી કહી રહ્યા કે આપણે ફક્ત તેનો ઉપયોગ કરવો જોઈએ. ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટ-અપ્સ તેમના પોતાના ઉકેલો બનાવશે અને અમે તેમના માટે તેમના વિચારો પર કામ કરવાની રીતો શોધી રહ્યા છીએ.
પ્રશ્ન 6 : તાજેતરના વર્ષોમાં, પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના સારી રીતે ફેલાઈ છે. તેમ છતાં, તે અત્યાર સુધી તમામ લોકો માટે સુલભ નથી. શું તેને વધુ સારી કામગીરી માટે નેશનલ ડિજિટલ હેલ્થ પ્લેટફોર્મમાં એકીકૃત કરી શકાય છે? ઓનલાઈન ફાર્મસીએ ઘણું સારું કામ કર્યું છે. શું NDHM માટે કોઈ સીખ મળી છે?
જવાબ : હું આ પ્રશ્નનો જવાબ આપી શકીશ નહીં, કારણ કે તે અવકાશની બહાર છે. સરકાર વધુ સારો નિર્ણય લેશે. મૂળભૂત રીતે, અમે એક ડ્રગ રજિસ્ટ્રી બનાવવા જઈ રહ્યા છીએ, જે બ્રાન્ડેડ અને જેનેરિક દવાઓની સમકક્ષ દવાઓ પ્રદાન કરશે. તેનાથી સામાન્ય માણસને ફાયદો થશે અને તેઓ ખર્ચની સરખામણી કરી શકશે. જેનરિક જન ઔષધિ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે અને આ સ્ટોર્સ અમારા પ્લેટફોર્મ પર મળી શકે છે.
અમારો હેતુ લોકોને દવાઓના ઉપયોગ, ઉપલબ્ધતા અને કિંમત વિશે માહિતગાર કરવાનો છે. હું જન ઔષધિ દવાઓની ઓનલાઈન ઉપલબ્ધતા અંગે નિર્ણય લઈ શકતો નથી. ઇકોસિસ્ટમ બનાવવાનું અમારું લક્ષ્ય હોવાથી, અમે આ દિશામાં સંબંધિત નીતિ નિર્માતાઓ સાથે કામ કરીશું અને શ્રેષ્ઠ નીતિ બનાવવામાં તેમને મદદ કરીશું.
પ્રશ્ન 7 : તમે ઘણીવાર ડિજિટલ હેલ્થ મિશનના ભાગરૂપે આરોગ્ય ક્ષેત્ર માટે UPI સિસ્ટમ બનાવવાની વાત કરતા આવ્યાં છો. તમે તેને તૈયાર કરવા માટે ટાઈમલાઈન વિશે શું વિચાર્યું છે?
જવાબ : તે ખરેખર તાકીદની જરૂર છે. તે ઝડપથી કરી શકાય છે. પરંતુ હું તમને ટાઈમલાઈન કહી શકતો નથી. આ દિશામાં કામ ચાલુ છે અને ચાલુ રહેશે. ઘણા લોકો આરોગ્ય પ્રણાલી સાથે સંકળાયેલા છે, જેમાં નાના ક્લિનિક્સ, મોટી હોસ્પિટલો, ફાર્માસ્યુટિકલ કંપનીઓ, ડાયગ્નોસ્ટિક સેન્ટર અને લેબ વગેરેનો સમાવેશ થાય છે. હેલ્થ સેક્ટરનો UPI બનવા માટે તમારે આ બધાને એક પ્લેટફોર્મ પર લાવવા પડશે. આ એક મોટું રાષ્ટ્રીય પગલું હશે. અમે તેને પૂર્ણ કરવા માંગીએ છીએ. મને ખાતરી છે કે અમે આમાં સફળ થઈશું. સુવિધાઓ થોડા સમય માટે ઓનલાઈન અને ઓફલાઈન ચાલશે.
પ્રશ્ન 8 : ડિજિટલ હેલ્થ મિશનમાં ખાનગી ક્ષેત્રની, ખાસ કરીને સ્ટાર્ટ-અપ્સની ભૂમિકા શું છે?
જવાબ : ખાનગી ક્ષેત્ર તરફથી અમને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. અમે આ વ્યવસ્થામાં હોસ્પિટલો, ઈ-ફાર્મસી અને અન્ય કંપનીઓના સંપર્કમાં છીએ અને તે તમામ હકારાત્મક છે. અમે તેને તાજેતરમાં બેંગ્લોરમાં એક વર્કશોપ દરમિયાન મળ્યા હતા. અમને જાણવા મળ્યું છે કે સ્ટાર્ટ-અપ્સને અન્ય સંબંધિત ભાગીદારો સાથે સિનર્જી માટે નવું વર્ટિકલ ફોર્મેટ બનાવવાની જરૂર છે. જ્યારે અમારી પાસે એકીકૃત હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ત્યારે તેઓએ તેને પોતાની રીતે બનાવવાની જરૂર નથી.
બેંકિંગ સિસ્ટમમાંથી ઘણું શીખવા જેવું છે. એકવાર બધા ડોકટરો અને હોસ્પિટલોના KYC અમારી સાથે થઈ જાય, પછી અમને તેમના સુધી પહોંચવાની વધુ તકો મળશે. આનાથી સમગ્ર સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ અને તમામ માટે આરોગ્ય સંભાળમાં મદદ મળશે. યાદ રાખો, ઈન્ટરનેટે અંતરો દૂર કર્યા છે. સમગ્ર મિશન વિસ્તરણ અને ખર્ચ-અસરકારકતા વધારવાનું છે. વધુમાં, સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. એકવાર માંગ વધશે,તો પુરવઠાને પણ પ્રોત્સાહન મળશે.
પ્રશ્ન 9 : શું આયુષ્માન યોજના હેઠળ ડિજિટલ સમસ્યાને દૂર કરવાની જરૂર છે, કારણ કે હોસ્પિટલો અને વીમા કંપનીઓ વચ્ચેના તાલમેલને કારણે દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે?
જવાબ : અમે ઈ-ગવર્નન્સ સિસ્ટમ પહેલેથી જ તૈયાર કરી લીધી છે. તે પહેલેથી જ છે અને તેને નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM)નો એક ભાગ બનાવવામાં આવશે. હેલ્થકેર સિસ્ટમ પર વડાપ્રધાનનું વિઝન ‘વ્યાપક’ છે. હું માનું છું કે સૂચિત હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળની ચારેય યોજનાઓ આ સમસ્યાને હલ કરશે.
Leaders of Global Bharat એ એક મહત્વપૂર્ણ શ્રેણી છે જેનો ઉદ્દેશ્ય એવા વિચારોને પ્રોત્સાહન આપવાનો છે કે જે ભારતની વૃદ્ધિ વાર્તાને આકાર આપે છે, શ્રેષ્ઠ સ્પર્ધાત્મક પરંપરાને પ્રોત્સાહિત કરે છે અને મહત્વપૂર્ણ લોકોના અનુભવોને આગળ લાવે છે.