PM મોદીએ એરફોર્સને સોંપ્યુ લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર, જમીનથી લઈને આકાશ સુધી કોઈપણ ટાર્ગેટનો ખાત્મો બોલાવવા માટે સક્ષમ
આત્મનિર્ભર ભારત તરફ વધુ એક પગલું ભરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતીય વાયુસેનાને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર સોંપ્યું.
આત્મનિર્ભર ભારત તરફ વધુ એક પગલું ભરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) શુક્રવારે ભારતીય વાયુસેનાને (Indian Air Force) લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર સોંપ્યું. પીએમ મોદી શુક્રવારે ઝાંસી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભારતીય વાયુસેનાને લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (Light combat aircraft) સોંપ્યું હતું. આ એરક્રાફ્ટ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા બનાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એરક્રાફ્ટ જમીનથી લઈને આકાશ સુધીના કોઈપણ ટાર્ગેટને નષ્ટ કરવામાં સક્ષમ છે.
આ હેલિકોપ્ટરને ઘણી રીતે ખાસ કહેવામાં આવી રહ્યું છે. તેને દુનિયાનું સૌથી હલકું એટેક હેલિકોપ્ટર કહેવામાં આવી રહ્યું છે, જે 15થી 16 હજાર ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકે છે. HALએ 13 વર્ષની મહેનત બાદ તેને બનાવ્યું છે. તે હવાથી હવામાં અને હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલોથી પણ સજ્જ છે.
LCH પાસે 20 mm ગન, 70 mm રોકેટ છે. મિશન દરમિયાન હેલિકોપ્ટરને 180 ડિગ્રી પર ઊભું કરી શકાય છે અથવા તેને ઊંધું પણ કરી શકાય છે. તેને હવામાં 360 ડિગ્રી પર પણ ફેરવી શકાય છે. આ હેલિકોપ્ટર કોઈપણ હવામાન તેમજ રાત્રિના ઓપરેશન માટે સક્ષમ છે. તેનું વજન 6 ટન જણાવવામાં આવી રહ્યું છે.
આ સિવાય પીએમ મોદીએ ડીઆરડીઓ દ્વારા બનાવેલા જહાજો અને બીપીએલ દ્વારા બનાવવામાં આવેલ ઈલેક્ટ્રોનિક વોરફેર સૂટ ભારતીય નૌકાદળને સોંપ્યા. તે જ સમયે ભારતીય સ્ટાર્ટઅપ્સ દ્વારા બનાવવામાં આવેલ ડ્રોન અને યુએવી પણ ભારતીય સેનાને આપવામાં આવ્યા હતા.
Jhansi: PM Modi formally hands over HAL's light combat helicopter to Indian Air Force, DRDO designed & BEL-manufactured Advanced Electronic Warfare suite for naval ships to the Indian Navy, & drones/UAVs developed by Indian startups to the Indian Army pic.twitter.com/WCyWDka1Uh
— ANI UP (@ANINewsUP) November 19, 2021
પીએમ મોદીએ કહ્યું- ભારત સેનાઓને આત્મનિર્ભર બનાવવા માટે કામ કરી રહ્યું છે
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું “લાંબા સમયથી ભારતની ગણતરી વિશ્વના સૌથી મોટા હથિયાર ખરીદનારા દેશોમાં કરવામાં આવે છે. પરંતુ આજે દેશનો મંત્ર છે – મેક ઈન ઈન્ડિયા, મેક ફોર વર્લ્ડ. આજે ભારત પોતાની સેનાઓને આત્મનિર્ભર બનાવવા માટે કામ કરી રહ્યું છે.
તેમણે કહ્યું “આજે એક તરફ આપણી સેનાની તાકાત વધી રહી છે તો સાથે જ ભવિષ્યમાં દેશની રક્ષા કરવા સક્ષમ યુવાનો માટે જમીન પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ 100 સૈનિક શાળાઓ જે શરૂ કરવામાં આવશે, તેઓ આગામી સમયમાં દેશનું ભવિષ્ય શક્તિશાળી હાથમાં આપવા માટે કામ કરશે”.
પીએમ મોદીએ કહ્યું “આજે આપણી રાણી લક્ષ્મીબાઈ જીની જન્મજયંતિ છે, જે શૌર્ય અને સામર્થ્યની પરાકાષ્ઠા છે. આજે ઝાંસીની આ ભૂમિ આઝાદીના ભવ્ય અમૃત ઉત્સવની સાક્ષી બની રહી છે. આજે આ ધરતી પર એક નવું, મજબૂત અને શક્તિશાળી ભારત આકાર લઈ રહ્યું છે”.
આ પણ વાંચો : Vaccination: મુંબઈની આ હોસ્પિટલ આપી રહી છે દરેકને વિનામુલ્યે કોરોના વેક્સિન, હોસ્પિટલે પહોંચી જાઓ અને થઈ જાઓ સુરક્ષિત