West Bengal : કોલકાતામાં ભાજપના સાંસદ અર્જુન સિંહના નિવાસ સ્થાન પર હુમલો, ભાજપે તૃણમૂલ કોંગ્રેસને ગણાવ્યું જવાબદાર

|

Sep 08, 2021 | 2:02 PM

ભાજપે આ ઘટના અંગે મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બંગાળના ભાજપ ઉપાધ્યક્ષ રિતેશ તિવારીએ ટ્વિટ કરીને લખ્યું કે, "જો સાંસદો અને ધારાસભ્યોના નિવાસસ્થાન સુરક્ષિત નથી, તો બંગાળમાં સામાન્ય માણસની સ્થિતિને તમે સમજી શકો છો.

West Bengal : કોલકાતામાં ભાજપના સાંસદ અર્જુન સિંહના નિવાસ સ્થાન પર હુમલો, ભાજપે તૃણમૂલ કોંગ્રેસને ગણાવ્યું જવાબદાર
Three Bombs Hurled at BJP MP Arjun Singh’s Home in Kolkata

Follow us on

West Bengal : બુધવારે સવારે પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભાજપના સાંસદ અર્જુન સિંહના (MP Arjun Singh) ઘરે ત્રણ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનાને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે પ્રકાશમાં લાવી હતી. તેમણે આ વિસ્ફોટોને “ચિંતાજનક” ગણાવ્યા હતા. જો કે વિસ્ફોટ બાદ રાજકારણ ગરમાયુ છે, ભાજપે આ ઘટના માટે તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ગણાવી છે.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે (Jagdeep Dhankhar) ટ્વિટ કરીને લખ્યુ કે, આજે સવારે સંસદ સભ્ય અર્જુન સિંહના નિવાસસ્થાનની બહાર બોમ્બ વિસ્ફોટ થયા તે ચિંતાજનક છે. પશ્ચિમ બંગાળની પોલીસ પાસે આ અંગે ત્વરિત કાર્યવાહીની અપેક્ષા છે. ઉપરાંત લખ્યુ કે, પશ્ચિમ બંગાળમાં (West Bengal) સુરક્ષાને લઈને આ ઘટના ચિંતાજનક છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પશ્વિમ બંગાળના સાંસદ અર્જુન સિંહના નિવાસ સ્થાન પર હુમલો

તમને જણાવી દઈએ કે, પશ્વિમ બંગાળના સાંસદ અર્જુન સિંહના (Arjun Singh) નિવાસ સ્થાન પર બુધવારે વહેલી સવારે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ બોમ્બ ફેંક્યા હતા. સિંહે આ હુમલા વિશે જણાવ્યુ હતુ કે “એક મહિના પહેલા રાજ્યપાલને પત્ર લખીને મારા પર હુમલાની આશંકા વ્યક્ત કરી હતી.” ઉપરાંત જણાવ્યુ હતુ કે, હું ચૂંટણી સંબંધિત કામ માટે દિલ્હી આવ્યો હતો કારણ કે મને ભવાનીપુર પેટા ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.”

ભાજપે આ ઘટના અંગે મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહારો કર્યા

ભાજપે આ ઘટના અંગે મમતા બેનર્જીની સરકાર (Mamta Banerjee) પર આકરા પ્રહારો કર્યા હતા. બંગાળના ભાજપ ઉપાધ્યક્ષ રિતેશ તિવારીએ ટ્વિટ કર્યુ હતુ કે, “જો સાંસદો અને ધારાસભ્યોના ઘર સુરક્ષિત નથી, તો બંગાળમાં સામાન્ય માણસની સ્થિતિને તમે સમજી શકો છો. ઉપરાંત લખ્યુ કે આ ઘટના દર્શાવે છે કે મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ સરકારમાં ગુંડારાજ ચાલુ છે”

 

આ પણ વાંચો: મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ કિરુબાકરને જણાવ્યુ કે “સુપ્રીમ કોર્ટ માત્ર દિલ્હી અથવા આસપાસ રહેતા લોકો માટે નથી”

આ પણ વાંચો:  2022 વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપની કવાયત, પાંચ રાજ્યોનાં ચૂંટણી પ્રભારીની જાહેરાત

Next Article