AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમારી ગાડીમાં પણ છે આ સ્ટીકર તો આજે કાઢી નાંખો, આ સ્ટીકરથી ગેંગ કારની ચોરી કરતા, જુઓ વીડિયો

દેશની રાજધાની દિલ્હીમાં લક્ઝરી અને મોંઘી કારની ચોરીનો એક અનોખો કેસ સામે આવ્યો હતો. ચોર ગેંગ પણ પોતાની અપડેટ સિસ્ટમનો ઉપયોગ કરી કારની મિનિટોમાં ચોરી કરી લેતા. મહત્વની વાત એ છે કે, તમારી કારમાં રહેલું આ સ્ટીકર જેનાથી તમારી કાર ચોરાતી હતી.

જો તમારી ગાડીમાં પણ છે આ સ્ટીકર તો આજે કાઢી નાંખો, આ સ્ટીકરથી ગેંગ કારની ચોરી કરતા,  જુઓ વીડિયો
| Updated on: Nov 19, 2025 | 11:09 AM
Share

દિલ્હી પોલીસે હાલમાં એક એવી કાર ગેંગનો પર્દાફાશ કર્યો છે. જે હાઈટેક સિસ્ટમથી મોંઘી અને લક્ઝરી કારની ચોરી કરતા હતા. આ ચોરોની નજર માત્ર લક્ઝરી કારો પર જ રહેતી હતી. મોટી વાત એ છે કે, આ ગેંગ ચોરી તો કારની દિલ્હીમાંથી કરતા હતા પરંતુ તેની આખી મોડસ ઓપરેન્ડી દુબઈમાં બેસેલી ગેંગના અન્ય સભ્યોની મદદથી ઓપરેટ થતી હતી.

દિલ્હી પોલીસની એન્ટી ઓટો થેફ્ટ સ્ક્વોડે ખુલાસો કર્યો છે કે, ચોરોની નજર એવી કારો પર રહેતી હતી. જેમાં એડવાન્સ સિસ્ટમ લાગેલી રહેતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગેંગ પહેલા મોંઘી કારની પસંદ કરતા હતા. જેમાં એડવાન્સ સિક્યોરિટી સિસ્ટ લાગેલી હોય. ચોર કારની વિન્ડોસ્ક્રીન પર લાગેલા એક સ્ટિકરનો ફોટો ક્લિક કરતા હતા. જેમાં એક યુનિક સિક્યોરિટી કોડ હોય છે. આ ફોટો તે દુબઈમાં બેસેલી પોતાની ગેંગને આપતા હતા.

દુબઈથી કોડ હેક થતો

દુબઈમાં રહેલા એક્સપર્ટ આ કોડને હેક કરી નવો કોડ બનાવી પરત મોકલતા હતા. નવો કોડ મળ્યા બાદ ગેંગ કારનો કાચ તોડી મશીનથી કોડ નાંખી ગાડી ચાલું કરતા હતા. ત્યારબાદ ગાડીમાં લાગેલ જીપીએસ સિસ્ટમને તે જૈમરથી બ્લોક કરી દેતો હતો. આ કારણે ગાડીના માલિકના ફોન પર કોઈ અલર્ટ મેસેજ આવતો ન હતો. ત્યારબાદ આરામથી તે આ ગાડી લઈ ફરાર થતો હતો.

માત્ર લક્ઝરી કારની કરતા ચોરી

જે ગાડીઓની ચોરી થતી હતી. તેમાં લક્ઝરી કાર સામેલ હતી. ગેંગ એવી લક્ઝરી કારને પસંદ કરતા હતા. જેમાં એડવાન્સ સિક્યોરિટી સિસ્ટમ લાગેલું હોય. રિયર વિંડસ્ક્રીન પર લાગેલ હોલોગ્રામનો ફોટો ક્લિક કરતા હતા. જેમાં યુનિક સિક્યોરિટી કોડ હોય. આ ફોટો દુબઈમાં બેસેલા ટેક્નિકલ એક્સપર્ટને મોકલતા હતા. એક્સપર્ટ સિક્યોરિટી સિસ્ટમને અનલોક કરી કોડ જનરેટ કરતા હતા. ત્યાપબાદ ગેંગ ગાડીનો કાચ તોડી ગાડી ચાલું કરતા હતા. ત્યારબાદ અન્ય રાજ્યોમાં ફરાર થતા હતા.

મોંઘી કારમાં હોય છે હાઈટેક સિસ્ટમ

મોંઘી અને લક્ઝરી કારમાં અનેક ઓટોમેટિક અને હાઈટેક ફીચર હોય છે. જેને ચાવી કે રિમોટથી ઓપરેટ કરી શકાતી હોય. આ કાર મોબાઈલ એપથી કંટ્રોલ હોય શકે છે. કોઈ મોબાઈલ ફોનની જેમ દરેક કારમાં પણ એક યુનિટ આઈડી અને કોડ હોય છે. આ સિક્યોરિટી કોડથી કાર ચોરી થવાનો આ પહેલો મામલો છે.

દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. ઘણા લોકો દિલ્હી અને નવી દિલ્હીને એક જ માને છે, પરંતુ આ બંને જગ્યાઓ સંપૂર્ણપણે અલગ છે.  અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">