નવા સંસદભવનના ઉદ્ઘાટનમાં 7 નોન એનડીએ પક્ષો સહિત 25 પાર્ટી થશે સામેલ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Parliament House: નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં (New Parliament House) 7 નોન એનડીએ પક્ષો સહિત 25 પાર્ટી ભાગ લેશે. BSP, અકાલી દળ, જેડીએસ, ટીડીપી, એલજેપી, વાઈએસઆરસીપી અને બીજેડી સહિત 25 પક્ષો ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થશે.
Delhi: નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં (New Parliament House) 7 નોન એનડીએ પાર્ટીઓ સહિત 25 પાર્ટીઓ ભાગ લેશે. લોક જનશક્તિ પાર્ટી, BSP, અકાલી દળ, જેડીએસ, ટીડીપી, એલજેપી, વાઈએસઆરસીપી અને બીજેડી સહિત 25 પક્ષો ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થાય તેવી શક્યતા છે. સૂત્રોએ આ જાણકારી આપી. આ કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા પણ હાજરી આપશે. આ સાથે એનડીએ ઘટકના 18 પક્ષો ઉદ્ઘાટનનો ભાગ બનશે.
આ કાર્યક્રમમાં ભાજપ, શિવસેના, નેશનલ પીપલ્સ પાર્ટી (મેઘાલય), નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી, સિક્કિમ રિવોલ્યુશનરી ફ્રન્ટ, જન-નાયક પાર્ટી, AIDMK, AJSU, RPI, મિઝો નેશનલ ફ્રન્ટ, તમિલ મનીલા કોંગ્રેસ, ITFT (ત્રિપુરા), બોડો પીપલ્સ પાર્ટી, પટ્ટલી મક્કલ કાચી, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી, અપના દળ અને આસામ ગણ પરિષદ ઉદ્ઘાટનનો ભાગ બનશે.
તમને જણાવી દઈએ કે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને રાજકારણ ગરમાયું છે. એક તરફ કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે નવી સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં ન આવે. કોંગ્રેસે તેને આદિવાસી સમાજનું અપમાન ગણાવ્યું છે. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ કેન્દ્ર સરકારને સમર્થન આપ્યું છે. માયાવતી સિવાય સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામ ગોપાલ યાદવે પણ કેન્દ્રનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો અધિકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે છે.
આ દરમિયાન નવા સંસદભવનના ઉદ્ઘાટનનો સંભવિત કાર્યક્રમ સામે આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કાર્યક્રમ કયા સમયે યોજાશે અને સંસદના ઉદ્ઘાટન કાર્યક્રમ કેટલા કલાક ચાલશે. પરંતુ ઉદ્ઘાટનનું સત્તાવાર શિડ્યુલ આવવાનું બાકી છે.
આ પણ વાંચો : New Parliament Building: નવી સંસદની સુરક્ષા માટે કેવી હશે વ્યવસ્થા? વાંચો આ અહેવાલ
28 મેના રોજ યોજાનાર સંસદ ભવનના નવા બિલ્ડીંગના ઉદ્ઘાટનનો સંભવિત સમયપત્રક
- સવારે 7:30 થી 8:30 સુધી હવન અને પૂજા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના ઉપાધ્યક્ષ સહિત ઘણા મંત્રીઓ હાજર રહેશે.
- 8:30 થી 9 વચ્ચે લોકસભાની અંદર સવારે સેંગોલ વૈદિક વિધિ સાથે સ્થાપિત કરવામાં આવશે. આ માટે તમિલનાડુના મઠના 20 સ્વામીઓ હાજર રહેશે.
- સવારે 9 થી 9:30 દરમિયાન પ્રાર્થનાસભા યોજાશે. જેમાં શંકરાચાર્ય સહિત અનેક મોટા વિદ્વાનો, પંડિતો અને સંતો ઉપસ્થિત રહેશે.
- બીજા તબક્કાની શરૂઆત બપોરે 12 વાગ્યે રાષ્ટ્રગીત સાથે થશે.
- આ દરમિયાન બે શોર્ટ ફિલ્મોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે.
- આ પછી રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિનો સંદેશ વાંચશે.
- રાજ્યસભામાં વિપક્ષના નેતા એટલે કે મલ્લિકાર્જુન ખડગે પણ સંબોધન કરશે. જો કે ખડગેએ વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે, પરંતુ હજુ સુધી તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી અને તેઓ હજુ પણ આ પદ પર છે. કોંગ્રેસે ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં વિપક્ષના નેતાના સંબોધન પર શંકા યથાવત છે.
- લોકસભા સ્પીકર પણ સંબોધન કરશે.
- આ પછી સિક્કા અને સ્ટેમ્પ બહાર પાડવામાં આવશે.
- છેલ્લે વડાપ્રધાન મોદી સંબોધન કરશે અને બપોરે 2:30 કલાકે કાર્યક્રમ સમાપ્ત થશે.