દેશમાં ખાતરની કોઈ અછત નથી, રાજ્ય સરકારોએ સપ્લાય પર નજર રાખવી જોઈએ: મનસુખ માંડવિયા

મંત્રીએ રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ રીતે ખાતરની ઉપલબ્ધતાની સ્થિતિની સમીક્ષા કરી. મનસુખ માંડવિયાએ કહ્યું કે વૈકલ્પિક ખાતરો શોધવાની અને નેનો યુરિયા અને ઓર્ગેનિક ખાતર જેવા વૈકલ્પિક ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

દેશમાં ખાતરની કોઈ અછત નથી, રાજ્ય સરકારોએ સપ્લાય પર નજર રાખવી જોઈએ: મનસુખ માંડવિયા
Mansukh Mandaviya

કેમિકલ અને ફર્ટિલાઇઝર્સ મિનિસ્ટર મનસુખ માંડવિયા (Chemicals and Fertilizers Minister Mansukh Mandaviya) એ મંગળવારે કહ્યું કે, દેશમાં ખાતરની કોઈ અછત નથી. તેમણે રાજ્યોને વિનંતી કરી કે તેઓ રોજિંદા ધોરણે જમીનના આ મુખ્ય પોષક તત્વોની માંગ-પુરવઠા પર નજર રાખે, ઉપરાંત યુરિયા (Urea)ને ઉદ્યોગો તરફ વાળવામાં આવતા અટકાવે. મંત્રીએ રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ રીતે ખાતરની ઉપલબ્ધતાની સ્થિતિની સમીક્ષા કરી. માંડવિયાએ કહ્યું કે વૈકલ્પિક ખાતરો શોધવાની અને નેનો યુરિયા અને ઓર્ગેનિક ખાતર (Organic Manure) જેવા વૈકલ્પિક ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

આ ઉપરાંત, તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો દ્વારા જણાવવામાં આવેલી જરૂરિયાતના આધારે કોઈપણ વિલંબ કર્યા વિના તમામ રાજ્યોને ખાતરની સપ્લાય કરી રહી છે. માંડવિયાએ એક સરકારી નિવેદનમાં જણાવ્યું હતું કે, “દેશભરમાં ખાતરનું પર્યાપ્ત ઉત્પાદન છે અને કોઈ અછત નથી.” આ સમીક્ષા બેઠકમાં 18 રાજ્યોના કૃષિ પ્રધાનોએ ભાગ લીધો હતો.

‘યુરિયાની જરૂરિયાત પૂરી કરવા માટે અથાક મહેનત કરી રહ્યા છીએ’

માંડવિયાએ કહ્યું કે ખેડૂતો (Farmers) અને કૃષિ ક્ષેત્રની ખાતરની જરૂરિયાતનું સંચાલન કરવાની કેન્દ્ર અને રાજ્યોની સામૂહિક જવાબદારી છે. તેમણે રાજ્ય મંત્રીઓને ખાતરી આપી કે કેન્દ્ર આગામી રવી સિઝનમાં દેશની યુરિયાની જરૂરિયાતને પહોંચી વળવા માટે અથાક મહેનત કરી રહ્યું છે. મંત્રીએ રાજ્યોને જાગરૂકતા વધારવા અને ખેડૂતોને ખાતરના વ્યાજબી ઉપયોગ માટે પ્રેરિત કરવા અને બગાડ અને દુરુપયોગ ઘટાડવા કહ્યું છે.

ખાતર માટે ખેડૂતો પરેશાન

દેશના મોટાભાગના રાજ્યોમાં ખેડૂતો ખાતરની અછતથી પરેશાન છે. ખાતર ન મળવાની સતત સૂચનાઓ બાદ કેન્દ્રીય મંત્રીએ બેઠક યોજીને આ નિવેદન આપ્યું હતું. હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ખેડૂતો રવિ પાકની વાવણી કરી રહ્યા છે. સિઝન શરૂ થતાની સાથે જ ખાતરની અછતના સમાચાર આવવા લાગ્યા હતા. જો કે વહીવટીતંત્ર કહે છે કે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ છે, પરંતુ આ દાવાથી વિપરીત ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: Covid in Germany: જર્મનીમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર!, સ્વાસ્થ્ય મંત્રીએ આપી એવી ચેતવણી કે લોકો ચોંકી ગયા

આ પણ વાંચો: ઈઝરાયેલે કૃષિ ક્ષેત્રે આ રાજ્યની કરી પ્રશંસા, ભવિષ્યમાં ઈઝરાયલ ભારતના વિવિધ રાજ્યોમાં અનેક પ્રોજેક્ટ સ્થાપશે

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati