યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યમાં લાગી આગ, નૌકાદળે કહ્યું- બધા જવાનો સુરક્ષિત છે
આઈએનએસ વિક્રમાદિત્ય (INS Vikramaditya) યુદ્ધ જહાજમાં આગ લાગી છે. સમય જતાં આ આગને કાબૂમાં લેવામાં આવી છે. આગ સેલર્સના રૂમમાં લાગી હતી.
આઈએનએસ વિક્રમાદિત્ય (INS Vikramaditya) યુદ્ધ જહાજમાં આગ લાગી છે. સમય જતાં આ આગને કાબૂમાં લેવામાં આવી છે. આગ સેલર્સના રૂમમાં લાગી હતી. આગની ઘટના બાદ નેવીએ તપાસના આદેશ આપ્યા છે. જે સમયે યુદ્ધ જહાજને આગ લાગી હતી તે સમયે આઈએનએસ વિક્રમાદિત્ય કર્ણાટકના કરવાર હાર્વર પાસે ઉભું.
આગ લાગ્યા બાદ થોડા સમયમાં તેને કાબુમાં લેવામાં આવી હતી. માહિતી અનુસાર મોટું નુકશાન નથી થયું તેવા સમાચાર આવ્યા હતા, તેમજ આ યુદ્ધ જહાજના તમામ સભ્યો સલામત હોવાના અહેવાલ છે.
Fire on board aircraft carrier INS Vikramaditya; All personnel safe, fire doused: Indian Navy spokesperson
— Press Trust of India (@PTI_News) May 8, 2021
યુદ્ધ જહાજ ઉપર લાગેલી આગ વિશે જહાજમાં ફરજ પર રહેલા અધિકારીઓએ માહિતી આપી હતી. ફરજ દરમિયાન એક સ્ટાફે ધુમાડો બહાર નીકળતો જોવા મળ્યો હતો, જે પછી તરત જ અધિકારીઓને આની જાણ કરવામાં આવી હતી. જે ભાગમાં આગ લાગી હતી તે ભાગમાં ખલાસીઓ (સૈનિકો) ના આવાસ છે.
આગ લાગ્યા બાદ નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું છે કે “આગ કાબૂમાં લેવામાં આવી છે અને જહાજમાં સવાર તમામ કર્મચારી સુરક્ષિત છે.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ફરજ પરના જવાનોએ યુદ્ધ જહાજમાંથી ધુમાડો નીકળતો જોયો હતો.”
નૌકાદળ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, “જહાજમાં આગ લાગ્યા બાદ તેના પર કાબુ મેળવવા માટે હાજર કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ઘટના બાદ વહાણમાં સવાર તમામ કર્મચારીઓની ગણતરી કરવામાં આવી હતી અને કોઈ મોટું નુકસાન થયું નથી.”
આ પણ વાંચો: નહેરો અને નદીઓના પાણીમાં કોરોના ફેલાવાની વાત કેટલી સાચી? શું આ સત્ય છે કે માત્ર એક અફવા છે?