AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નહેરો અને નદીઓના પાણીમાં કોરોના ફેલાવાની વાત કેટલી સાચી? શું આ સત્ય છે કે માત્ર એક અફવા છે?

પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. વિજયરાઘવને કહ્યું કે પાણીમાં કોરોના વાયરસના વાયરસ ફેલાતા નથી. તેથી સંક્રમણને કારણે નહેરો, નદીઓને પર જોખમ નથી. અને ત્યાં પાણી પીવામાં કોઈ તકલીફ નથી.

નહેરો અને નદીઓના પાણીમાં કોરોના ફેલાવાની વાત કેટલી સાચી? શું આ સત્ય છે કે માત્ર એક અફવા છે?
પ્રતિકાત્મક તસ્વીર
| Updated on: May 08, 2021 | 9:37 AM
Share

કોરોનાના કેસો દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. એક વર્ષ પહેલા લોકડાઉનની સ્થિતિમાં પણ કોરોનાનો ભય ખુબ વધુ હતો. કોરોના ભારતમાં ભયજનક બન્યો ત્યારની કોરોનાને લઈને અલગ અલગ અટકળો ચાલતી રહે છે. સોશિયલ મીડિયામાં પણ અનેક સૂચનાઓ અને ફેક મેસેજ પણ વાયરલ થતા રહે છે. એમાંથી પાણીમાં કોરોનાના ફેલાવા વિશે પણ ઘણા મેસેજ જોવા મળે છે. એક અહેવાલ અનુસાર તાજેતરમાં યમુનાના પાણીને લઈને અફવા ચાલી હતી. જેમાં યમુનામાં કેટલીક લાશ મળતા એવી વાત ઉડી હતી કે યમુનાના પાણીમાં કોરોના વાયરસ ફેલાઈ ગયો છે. ચાલો જાણીએ શું છે સત્ય.

શું પાણીમાં ફેલાય છે કોરોના?

કોરોના વાયરસ અંગે સોશિયલ મીડિયા પર અફવાઓ ફરતી રહે છે કે નહેરો, નદીઓથી ચેપ લાગવાનો ભય હોઈ શકે છે. જ્યારે કેન્દ્ર સરકારના નિષ્ણાતોએ આ વાતનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે. પ્વૈરધાન વૈજ્જ્ઞાનિક સલાહકાર પ્રો. વિજયરાઘવને કહ્યું કે પાણીમાં કોરોના વાયરસના વાયરસ ફેલાતા નથી. તેથી સંક્રમણના કારણે નહેરો, નદીઓને જોખમ નથી. ત્યાં પાણી પીવામાં કોઈ તકલીફ નથી. જો કે સંક્રમણથી બચવું પણ એટલું જ જરૂરી છે.

યમુનામાં વાયરસ ફેલાવાની અફવા

શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે યમુનામાં કેટલીક લાશોને જોઇને અફવા ઉડી રહી છે કે પાણીમાં વાયરસ ફેલાઈ ગયો છે. પ્રો. વિજયરાઘવને આ વાતનો જવાબ આપતા કહ્યું કે વાયરસને પાણીમાં ફેલાવાની તક મળતી નથી, પરંતુ કોરોના વાયરસ અંગેના તાજેતરના અધ્યયનો સૂચવે છે કે કોરોના વાયરસ ગટરમાં પણ હાજર હોઈ શકે છે. તેથી સાવધાની રાખવી જરૂરી છે.

કોરોનાને લઈને અવાર નવાર આવી અફવાઓ ઉડતી રહે છે. જેના પર લોકો આસાનીથી વિશ્વાસ મૂકી દેતા હોય છે અને ગભરાઈ જતા હોય છે.

આ પણ વાંચો: Bhavnagar: ડોક્ટરો પર થઈ રહેલા હુમલાથી કંટાળી, સર ટી હોસ્પિટલનાં ડોકટરો ઉતર્યા હડતાળ પર

આ પણ વાંચો: Rajkot Corona Breaking: રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, મૃત્યુઆંકમાં મોટો ઘટાડો નોંધાતા આરોગ્ય વિભાગનાં શ્વાસને ઓક્સિજન મળ્યો

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">