BJP ની ઓફરને લઈ કેજરીવાલની પોલખોલનો જૂનો વિડીયો વાયરલ થયો, AAP ના કાર્યકર્તાએ જ ખોલ્યુ ફોન કોલનું રાઝ

|

Aug 23, 2022 | 5:08 PM

મનીષ સિસોદિયાએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમને ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી ફોન આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો તેઓ આમ આદમી પાર્ટીને છોડીને ભાજપમાં જોડાશે તો તેમને મુખ્યપ્રધાન બનાવવામાં આવશે.

BJP ની ઓફરને લઈ કેજરીવાલની પોલખોલનો જૂનો વિડીયો વાયરલ થયો, AAP ના કાર્યકર્તાએ જ ખોલ્યુ ફોન કોલનું રાઝ
Arvind Kejriwal

Follow us on

મનીષ સિસોદિયા ગુજરાત પ્રવાસે જવા રવાના થયા તે પૂર્વે આક્ષેપ કરતા કહ્યું કે, મને ભાજપનો સંદેશ મળ્યો છે – AAP તોડો અને ભાજપમાં જોડાઓ, CBI અને EDના તમામ કેસ બંધ કરાવીશું. પરંતુ ભાજપને મારો જવાબ છે કે- હું મહારાણા પ્રતાપનો વંશજ છું, હું રાજપૂત છું. હું માથું કાપી નાખીશ પણ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશ નહીં. મારી સામેના તમામ કેસ ખોટા છે. તમારે જે કરવું હોય તે કરો. મનીષ સિસોદીયા (Manish Sisodia) અરવિંદ કેજરીવાલ સાથે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે. ગુજરાતની બે દિવસની મુલાકાત દરમિયાન, દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુવાનો સાથે રોજગાર અને શિક્ષણના મુદ્દાઓ પર ચર્ચા કરી.

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમને ભારતીય જનતા પાર્ટી તરફથી ફોન આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો તેઓ આમ આદમી પાર્ટીને છોડીને ભાજપમાં જોડાશે તો તેમને મુખ્યપ્રધાન બનાવવામાં આવશે. સિસોદિયાએ દાવો કર્યો છે કે તેમને ફોન કરનારાઓએ એમ પણ કહ્યું હતું કે આમ કરવાથી તેમની વિરુદ્ધ ED અને CBIના દરોડા બંધ થઈ જશે.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે મનીષ સિસોદિયા પાસે ભાજપ સાથેની આ વાતચીતનું કોલ રેકોર્ડિંગ છે. ઉપરાંત, સૂત્રોનું કહેવું છે કે સિસોદિયા જરૂર પડ્યે આ કોલ રેકોર્ડિંગ્સ જાહેર કરી શકે છે. ફોન કોલ દ્વારા જોડતોડની આ રાજનીતિ વચ્ચે AAP ના કાર્યકર્તાનો એક જૂનો વિડીયો વાયરલ થયો છે. TV9 ગુજરાતી આ વિડીયોની પુષ્ટી કરતું નથી. આ વિડીયોમાં AAP ના કાર્યકર્તાએ ફોન કોલની રાજનીતિનું રાઝ ખોલ્યું હતું.

જુઓ વાયરલ વિડીયો

 

 

મને બે ઓફર મોકલવામાં આવી હતી: મનીષ સિસોદિયા

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે સીબીઆઈના દરોડા પછી મને ભાજપ તરફથી ઓફર મળી હતી. ભાજપે મને બે ભાગમાં સંદેશ મોકલ્યો હતો. પહેલો મેસેજ હતો કે તમારા બધા કેસ ખતમ થઈ જશે, જ્યારે બીજો હતો કે તમને મુખ્યમંત્રી બનાવશે. અમારી પાસે સીએમ ઉમેદવારનો ચહેરો નથી.

મનીષ સિસોદિયાએ કહ્યું કે મેં ભાજપના બંને મેસેજનો જવાબ આપ્યો છે. પહેલા મેં કહ્યું કે જ્યાં સુધી સીબીઆઈ કેસની વાત છે તો તે નકલી છે અને જો વાત મુખ્યમંત્રી બનાવવાની છે તો મારું સપનું મુખ્યમંત્રી બનવાનું નથી, બાળકોને ભણાવવાનું છે. હું પ્રમાણિક છું, તેથી હું અરવિંદ કેજરીવાલની સાથે છું. અરવિંદ કેજરીવાલ મારા રાજકીય માર્ગદર્શક છે.

Next Article