હિમાચલ પ્રદેશમાં આગામી 48 કલાક ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
હિમાચલ પ્રદેશ IMDના વડા સુરેન્દર પોલે જણાવ્યું હતુ કે “કેલોંગમાં સૌથી ઓછું તાપમાન -4.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી 48 કલાક માટે રાજ્યમાં વરસાદનુ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે."
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) માં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદ(Rain) થવાનું એલર્ટ ભારતીય હવામાન વિભાગે (IMD) મંગળવારે જાહેર કર્યુ છે. લાહૌલ-સ્પીતિ (Lahaul-Spiti), કુલ્લુ (Kullu), કિન્નૌર, શિમલા (Shimla), સિરમૌર, ચંબા અને મંડીના ઊંચા પર્વતો (High mountains)માં છેલ્લા 24 કલાકમાં તાજી હિમવર્ષા (Snowfall) થઈ છે.
કેલોંગમાં સૌથી ઓછું તાપમાન -4.0 ડિગ્રી તાપમાન
હિમાચલ પ્રદેશ IMDના વડા સુરેન્દર પોલે જણાવ્યું હતુ કે “કેલોંગમાં સૌથી ઓછું તાપમાન -4.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી 48 કલાક માટે રાજ્યમાં વરસાદનુ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.”
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી થશે વરસાદ
દિવસની શરૂઆતમાં જાહેર કરાયેલા એક બુલેટિનમાં હવામાન પૂર્વાનુમાન એજન્સીએ જણાવ્યું હતું કે પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરતા તીવ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ, મંગળવારે ચંબા, કુલ્લુ, લાહોલ અને સ્પીતિ અને કિન્નૌર જિલ્લામાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. બુધવારે ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી, શિમલા, લાહોલ અને સ્પીતિ અને કિન્નૌર જિલ્લાઓમાં ભારે વરસાદ કે હિમવર્ષા થવાની સંભાવના છે.
8 જાન્યુએ લાહોલ-સ્પીતિમાં વરસાદ થઇ શકે
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે ગુરુવારની રાતથી અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી સંભાવના છે. જેના કારણે 8 જાન્યુઆરીએ ચંબા, કાંગડા, કુલ્લુ, લાહુલ અને સ્પીતિ અને કિન્નૌર જિલ્લામાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.
ભારે વરસાદથી જનજીવન પર અસર પડી શકે છે
ભારે વરસાદ થશે તો અહીંના જનજીવન પર મોટી અસર પડી શકે છે. વરસાદ કે હિમવર્ષા થવાને કારણે પાણી, વીજળી, સંચાર જેવી આવશ્યક સેવાઓમાં વિક્ષેપ પડી શકે છે. “દ્રશ્યતાની સ્થિતિ ખૂબ જ ઓછી થવાની સંભાવના છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ કે હિમવર્ષાને કારણે ભૂસ્ખલનની શક્યતા છે” તેવુ દૈનિક બુલેટિનમાં જણાવાયું છે.
હિમાચલ પ્રદેશમાં શિયાળામાં તાપમાનનો પારો ખૂબ જ ગગડી જાય છે. જેના કારણે અહીં વારંવાર હિમ વર્ષા થતી રહેતી હોય છે.
આ પણ વાંચો: PHOTOS: જમ્મુ-કાશ્મીરમાં બરફ વર્ષા થતા નયન રમ્ય નજારો સર્જાયો, જુઓ સુંદર તસવીરો
આ પણ વાંચોઃ West Bengal: કલકત્તા નેશનલ મેડિકલ કોલેજના 80 થી વધુ ડોકટરો કોરોના સંક્રમિત થયા, હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ