AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનની એ જગ્યા જ્યાંથી જેશ-એ-મોહમ્મદનો ચીફ આતંકી મસૂદ અઝહર ઘડે છે ભારત પરના આતંકી હુમલાની યોજના, પાકિસ્તાનના શહેર બહાવલપુરમાં છે તેનો અડ્ડો

પુલવામા આતંકી હુમલામાં દેશના 40થી વધુ વીર જવાનો શહીદ થઈ ગયા. હુમલાના થોડા જ સમયમાં પાકિસ્તાનના આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી પણ લઈ લીધી. આ આતંકી સંગઠનનો ચીફ છે મસૂદ અઝહર. જે પોતે એક સમયે ભારતીય જેલમાં બંધ હતો. પરંતુ ડિસેમ્બર 1999માં ઈન્ડિયન એરલાઈન્સના પ્લેનને હાઈજેક કરી યાત્રીઓની મુક્તિના બદલે તત્કાલિન મુખ્યપ્રધાન અટલ બિહારી વાજપેયી […]

પાકિસ્તાનની એ જગ્યા જ્યાંથી જેશ-એ-મોહમ્મદનો ચીફ આતંકી મસૂદ અઝહર ઘડે છે ભારત પરના આતંકી હુમલાની યોજના, પાકિસ્તાનના શહેર બહાવલપુરમાં છે તેનો અડ્ડો
Khushbu Majithia
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:34 AM
Share

પુલવામા આતંકી હુમલામાં દેશના 40થી વધુ વીર જવાનો શહીદ થઈ ગયા. હુમલાના થોડા જ સમયમાં પાકિસ્તાનના આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી પણ લઈ લીધી.

આ આતંકી સંગઠનનો ચીફ છે મસૂદ અઝહર. જે પોતે એક સમયે ભારતીય જેલમાં બંધ હતો. પરંતુ ડિસેમ્બર 1999માં ઈન્ડિયન એરલાઈન્સના પ્લેનને હાઈજેક કરી યાત્રીઓની મુક્તિના બદલે તત્કાલિન મુખ્યપ્રધાન અટલ બિહારી વાજપેયી સરકારે મજબૂરીને જોઈએ મસૂદ અઝહરને છોડ્યો હતો.

અને ત્યારથીજ મસૂદ અઝહર દર થોડા સમયે ભારત સાથે અવળચંડાઈ કરતો રહે છે. 2001માં સંસદ પરનો હુમલો હોય કે પછી પઠાણકોટ એરબેઝ પર આતંકી હુમલો.

મસૂદ અઝહરે પાકિસ્તાનના પંજાબ પ્રાંતને પોતાની આતંકી પ્રવૃત્તિઓનો અડ્ડે બનાવ્યું છે. પાકિસ્તાનના પંજાબના બહાવલપુર શહેરમાં આતંકની એક સ્કૂલ ચલાવે છે મસૂદ. અહીં એક મસ્જિદ પણ છે, જ્યાં આ આતંકી ધર્મ અને ધાર્મિક તાલીમના નામે જેહાદીઓને પોતાને ત્યાં ભરતો રહે છે.

બહાવુલપુર પાકિસ્તાનનું 12મા નંબરનું સૌથી મોટું શહેર છે. જે વ્યક્તિ અહીં જાય તેનું ધ્યાન આ સફેદ મસ્જિદ પર ગયા વગર ના રહે. આ મસ્જિદ જૈશ સંગઠનનું મુખ્યાલય છે અને મસૂદ અઝહરની ગુફા કહેવાય છે. જેનું નામ જામિયા સુભાનઅલ્લાહ છે.

ક્યાં છે આતંકી મસૂદની ગુફા?

પાકિસ્તાનના NH-5 પર સરકી ચોક સ્થળ પર પાકિસ્તાન સરકારે F-6 ફાઈટર પ્લેન સામાન્ય જનતા માટે ખૂલ્લુ મૂકેલું છે. આ જગ્યાથી તમે થોડી મિનિટ જ આગળ જાવો ત્યાં આશરે 1 કિલોમીટરના અંતરે જ આતંકી મસૂદની ગુફા એટલે કે સુભાનઅલ્લાહ મસ્જિદ આવેલી છે.

આમ તો આપણે ભારતીયો જાણીએ જ છીએ કે પાકિસ્તાન જ આ આતંકીઓને પોષી રહ્યું છે. છતાં તમને જાણીને નવાઈ લાગશે કે આ આતંકીના અડ્ડાથી માત્ર 8 કિલોમીટરના અંતરે પાકિસ્તાન આર્મીના 31 કોર્પ્સનું હેડ ક્વાર્ટર આવેલું છે. છતાં પણ ખુલ્લેઆમ આ આંતકી કોઈ પણ જાતના ડર વગર પોતાની આતંકી પ્રવૃત્તિઓ ચલાવે છે.

કહેવાય છે કે અહીં મસ્જિદ સિવાય યુવાનો માટેની હોસ્ટેલ પણ છે. જ્યાં સૂત્રોના કહેવા પ્રમાણે સ્વિમિંગ પૂલ, રમત-ગમતનું મેદાન પણ આવેલું છે. એટલે સુધી કે અહીં જવાની મંજૂરી સ્થાનિક પોલીસને પણ નથી. અને આ જગ્યા પર બેસીને જ આ આતંકી ભારત પર થયેલા હુમલાઓની યોજના ઘડે છે.

[yop_poll id=1486]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
g clip-path="url(#clip0_868_265)">