Sudarshan Shakti 2023: ભારતીય સેનાએ પશ્ચિમી સરહદો પર કર્યો ‘સુદર્શન શક્તિ’ યુદ્ધ અભ્યાસ

આ યુદ્ધ અભ્યાસમાં વિશેષ દળો, ડ્રોન, દારૂગોળો સાથે ઇલેક્ટ્રોનિક યુદ્ધના મુખ્ય પાસાઓને આવરી લેતી ઉચ્ચ તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Sudarshan Shakti 2023: ભારતીય સેનાએ પશ્ચિમી સરહદો પર કર્યો 'સુદર્શન શક્તિ' યુદ્ધ અભ્યાસ
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 10:48 PM

Rajasthan, Punjab: ભારતીય સેનાના સપ્ત શક્તિ કમાન્ડે 22-25 મે દરમિયાન રાજસ્થાન અને પંજાબની પશ્ચિમી સરહદો પર ‘સુદર્શન શક્તિ 2023’ યુદ્ધ અભ્યાસ હાથ ધરી હતી. ‘સુદર્શન શક્તિ 2023’ ને નેટવર્ક-કેન્દ્રિત વાતાવરણમાં ઓપરેશનલ પ્લાન ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી. આ દરમિયાન કોમ્બેટ પાવર, કોમ્બેટ સપોર્ટ અને લોજિસ્ટિક સપોર્ટનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: IAFના સુખોઈ-30MKI અને રાફેલ આંતરરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસમાં સામેલ, આ દેશો સાથે ઉડાન ભરશે

સ્પેશિયલ ફોર્સિસ, ડ્રોન્સ, ટેથર્ડ ડ્રોન્સ, લોઇટર એમ્યુનિશન જેવા ગુણકનો એકીકૃત ઉપયોગ તેમજ ઇલેક્ટ્રોનિક યુદ્ધના મુખ્ય પાસાઓને આવરી લેતી ઉચ્ચ તકનીકોને સક્રિયપણે સામેલ કરવાથી યુદ્ધ અભ્યાસનો અવકાશ અને ઉદ્દેશ્ય સિદ્ધ થાય છે. સહભાગી સૈનિકોએ ઉચ્ચ તાપમાન હોવા છતાં અનુકરણીય તાલીમ ધોરણો અને ઉચ્ચ મનોબળ દર્શાવ્યું હતું.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ અધિકારીઓ સાક્ષી રહ્યા

આ યુદ્ધ અભ્યાસ જાન્યુઆરી 2023માં આર્મી ચીફ જનરલ મનોજ પાંડે દ્વારા જણાવવામાં આવેલા પરિવર્તનના પાંચ સ્તંભોના નિર્ધારિત ઉદ્દેશ્યોને પરિપૂર્ણ કરે છે. સાઉથ વેસ્ટર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ બીએસ રાજુ અને વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ પીએમ સિન્હાએ આ યુદ્ધ અભ્યાસના સાક્ષી રહ્યા હતા.

‘સુદર્શન શક્તિ 2023’ ની સફળતાપૂર્વક સમાપન

તેમની ભાગીદારી એ વિવિધ ઓપરેશનલ દૃશ્યો દરમિયાન આર્મી અને એરફોર્સ વચ્ચે સંયુક્તતા અને આંતર કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે. ‘સુદર્શન શક્તિ 2023’ની સફળતાપૂર્વક પૂર્ણતા સાઉથ વેસ્ટર્ન કમાન્ડ અને તેના સહયોગી એકમોની ઉચ્ચ સ્તરની ઓપરેશનલ સજ્જતા અને ભવિષ્યના પડકારોને પહોંચી વળવા ક્ષમતા માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે.

પહેલા પણ સુખોઈ-30MKI અને રાફેલ આંતરરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસમાં લીધો હતો ભાગ

એક પછી એક આખી દુનિયા ભારતીય વાયુસેનાની તાકાત સામે આવી રહી છે. ભારતીય વાયુસેનાના જવાનો સુખોઈ-30MKI સાથે ગ્રીસ ગયા હતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે સેના સાથે અભ્યાસમાં ભાગ લીધો હતો. બીજી બાજી ફ્રાન્સમાં ચાલી રહેલા X Orionમાં ભારતીય વાયુસેનાના જવાનો પ્રથમ વખત રાફેલ ફાઈટર એરક્રાફટ સાથે ભારતની બહાર યુદ્ઘ અભ્યાસમાં ભાગ લીધો હતો.

અભ્યાસમાં ભારતે 4 રાફેલ વિમાન મોકલ્યા હતા

આ એક્સ ઓરિયન અભ્યાસ ભારત માટે પણ ખાસ છે કારણ કે, અહીંથી રાફેલ વિમાન ભારતમાં આવ્યા હતા. આ પહેલીવાર છે જ્યારે રાફેલ વિમાનને ભારતની બહાર યુદ્ધઅભ્યાસમાં મોકલવામાં આવ્યા છે. આ અભ્યાસમાં ભારતે 4 રાફેલ વિમાન મોકલ્યા છે. જે અન્ય દેશોની સાથે અભ્યાસમાં ભાગ લઈ રહ્યા છે. ગ્રીસમાં ભાગ લેનાર એરક્રાફ્ટ એથેન્સના પ્રખ્યાત એક્રોપોલિસ અને તેની આસપાસના વિસ્તારોની રચનામાં ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેનાએ ગ્રીસમાં અભ્યાસમાં 4 સુખોઈ-30 MKI ફાઈટર જેટ મોકલ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">