સરકાર આ વર્ષે Cyber Securityની નવી વ્યૂહરચના બહાર પાડશે : રાજેશ પંત

સરકાર આ વર્ષે Cyber Securityની નવી વ્યૂહરચના બહાર પાડશે : રાજેશ પંત
સાયબર સુરક્ષાના વડા, રાજેશ પંત

રાષ્ટ્રીય સાયબર સાયબર સુરક્ષાના વડા રાજેશ પંતે(Rajesh Pant) PAFI દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધન કરતાં નવી રાષ્ટ્રીય સાયબર સુરક્ષા વ્યૂહરચના બહાર પાડવા અંગે વાત કરી હતી.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jul 04, 2021 | 10:02 AM

PAFI (Public Affairs Forum Of india) દ્વારા આયોજીત એક કાર્યક્રમમમાં સાયબર સુરક્ષાના વડા રાજેશ પંતે જણાવ્યું હતું કે,આ વર્ષ નવી રાષ્ટ્રીય સાયબર સુરક્ષા વ્યૂહરચના બહાર પાડવામાં આવશે અને આ વ્યૂહરચનામાં દેશના સાયબર સેક્ટરની સંપૂર્ણ ઈકોસિસ્ટમનો (Ecosystem)સમાવેશ કરવામાં આવશે. પંતે વધુમાં ઉમેર્યું હતું કે, નવી રાષ્ટ્રીય સાયબર સુરક્ષા વ્યૂહરચના બહાર પાડવા માટે કોરોનાકાળ દરમિયાન ટેલિકોમ પોર્ટલ (Telecom Portal) બહાર પાડીને નવી વ્યુહરચનાની તૈયારી શરૂ કરી હતી.

રાષ્ટ્રીય સાયબર સાયબર સુરક્ષાના વડા રાજેશ પંતે(Rajesh Pant) PAFI દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધન કરતાં નવી રાષ્ટ્રીય સાયબર સુરક્ષા વ્યૂહરચના બહાર પાડવા અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ નવી વ્યૂહરચનામાં દેશના સાયબર સેક્ટરની સંપૂર્ણ ઈકોસિસ્ટમને સાંકળી લેવામાં આવશે, જેનાથી દેશની સુરક્ષા સિસ્ટમને વેગ મળશે.

મહત્વપૂર્ણ છે કે, આ નવી વ્યૂહરચનાથી સુરક્ષિત, મજબૂત, ગતિશીલ અને વિશ્વસનીય સાયબર ક્ષેત્ર મેળી શકાશે. રાજેશ પંતના જણાવ્યા અનુસાર આ નવી વ્યૂહરચનામાં વિવિધ પાસાઓ સાથે કામ કરવા માટે એક માર્ગદર્શિકા તરીકે કામ કરવામાં આવશે.

સાયબર સુરક્ષા થશે મજબુત

પંતના જણાવ્યા મુજબ નવી રાષ્ટ્રીય સાયબર સુરક્ષાની વ્યૂહરચના માટે રાષ્ટ્રીય સંસાધનોની મદદથી દેશમાં ક્ષમતા નિર્માણ અથવા સાયબર ઓડિટનો ડેટા મેળવી શકાશે. PAFIએ જણાવ્યું હતું કે આ નવી વ્યૂહરચના હેઠળ ટેલિકોમ ક્ષેત્ર હેઠળની આશરે 80 વસ્તુઓને આવરી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજના આધુનિક યુગમાં સાયબર સુરક્ષાએ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

ટેલિકોમ ક્ષેત્રમાં (Telecom field) રાષ્ટ્રીય સુરક્ષા અંગે પંતે કહ્યું હતું કે, જ્યારે અન્ય દેશોની કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે, જેને કારણે તે કાર્ય કરી શકતી નથી. ત્યારે ભારત એકમાત્ર એવો દેશ છે કે જેણે આવી ટેલિકોમ કંપનીઓની શ્વેત સૂચિ તૈયાર કરી હતી કે જેને દેશમાં અનુમતિ આપવામાં આવી છે.

વધુમાં ઉમેર્યું હતું કે, જે ટેલિકોમ કંપનીઓને મંજૂરી આપવામાં આવે છે તે “વિશ્વસનીય સ્રોત” હોવા જોઈએ. ઉપરાંત કોરોનાકાળ દરમિયાન નવી રાષ્ટ્રીય સુરક્ષા રણનિતી માટે અમે એક વિશ્વસનીય ટેલિકોમ પોર્ટલ બનાવીને બહાર પાડ્યું હતું. જેનાથી દેશની સાયબર સુરક્ષાને વધુ મજબુત બનાવી શકાશે.

આ પણ વાંચો: Maharashtra: પાલઘરના ભારત કેમિકલ્સમાં થયો વિસ્ફોટ, ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati