AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વારંવાર રજૂઆત છતાં ન થયું ગટરનું કામ, 86 વર્ષના વૃદ્ધ સાથે ખેડૂતે સમાધિ લેતા તંત્રમાં ખળભળાટ

ગટર બનાવવાની માગને લઈને ફરી એકવાર 2 લોકોએ જીવતા સમાધિ લેવાની ઘટના સામે આવી છે. અહીં ગ્રામજનો 4 વર્ષથી ગટર અને ખાડો બનાવવાની માગ કરી રહ્યા છે.

વારંવાર રજૂઆત છતાં ન થયું ગટરનું કામ, 86 વર્ષના વૃદ્ધ સાથે ખેડૂતે સમાધિ લેતા તંત્રમાં ખળભળાટ
mausoleum
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 7:26 AM
Share

વિકાસના કામોને લઈ લોકોમાં ગુસ્સો કેટલો છે તેનું એક ઉદાહરણ આગરા(Agra)ની આ ઘટના છે. અહીં 55 દિવસથી આંદોલન પર બેઠા છતાં નાળા અને રસ્તાનું કામ ન થવા પર સોમવારે 86 વર્ષીય વૃદ્ધ સાથે 56 વર્ષના ખેડૂતે (Farmers)ભૂસમાધિ લીધી. આંદોલન (Agitation) દરમિયાન આ પ્રકારની ઘટનાની સૂચના મળતા જ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો.

તલાટી અને સીઓ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ સમજાવ્યા બાદ બંને બાહર આવી ગયા હતા. તલાટીમંત્રી અનુસાર બંને લોકોને સમાધિમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મંગળવારથી ગટરનું બાંધકામ શરૂ થશે. નોંધપાત્ર વાત એ છે કે લગભગ એક મહિના પહેલા ખેડૂત નેતા સાવિત્રી ચાહરે પણ આ જ મુદ્દા પર જીવિત સમાધિ લીધી હતી.

હકીકતમાં, માલપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વિકાસ નગરમાં ગટર બનાવવા (Sewers Demand)ની માગને લઈને ફરી એકવાર 2 લોકોએ જીવતા સમાધિ લેવાની ઘટના સામે આવી છે. અહીં ગ્રામજનો 4 વર્ષથી ગટર અને ખાડો બનાવવાની માગ કરી રહ્યા છે.

નારાજ લોકો કરી રહ્યા હતા આંદોલન

વારં-વાર આશ્વાસન બાદ પણ કામ ન થવા પર સ્થાનીક લોકોએ 55 દિવસ પહેલા અનિશ્ચિતકાળ સુધી આંદોલન શરૂ કર્યું હતું. આંદોલનકારી પાંચ દિવસ સતત સામૂહિક મૂંડન, ધારાસભ્ય હેમલતા દિવાકરની પ્રતીકાત્મક અંતિમયાત્રા અને તેરમી જેવા વિવિધ પ્રદર્શનો કર્યા હતા. આ પછી ડીએમ પ્રભુ નારાયણ સિંહે તેમને બોલાવ્યા અને કહ્યું કે 10 દિવસમાં કામ શરૂ કરવામાં આવશે.

કામ શરૂ ન થવા પર લીધી સમાધિ

ડીએમના આશ્વાસન બાદ પણ જ્યારે 10 દિવસ બાદ કામ શરૂ ન થયું તો ખેડૂતો નેતા સાવિત્રી ચાહરે જીવતા સમાધિ લઈ લીધી હતી. તેઓને પણ અધિકારીઓએ સમાજાવીને તાત્કાલિક ગટર નિમાર્ણનું આશ્વાસન આપી સમાધિમાંથી બાહર કાઢ્યા હતા. ત્યાર બાદ પણ કામ ન થવા પર 24 નવેમ્બરે ગામવાસીઓએ આગરા જગનેર રોડ જામ કર્યો હતો. ત્યારથી સતત આંદોલન ચાલી રહ્યું હતું.

હવે પાંચ ફુટના ખાડામાં લીધી સમાધિ

આંદોલન દરમિયાન 86 વર્ષીય વૃદ્ધ મહિલા કીર્તિ અમ્મા અને 56 વર્ષીય ચૌધરી પ્રેમ સિંહે સોમવારે ભુ સમાધિ લીધી હતી. પાંચ ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. બંને તેમાં બેઠા. ખાડા પર લાકડાના પાટિયા રાખી અને ઉપર માટી નાખવામાં આવી હતી. ત્યારે પ્રશાસનને બે લોકોના જીવિત દફન થયાની માહિતી મળતા જ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. તલાટીમંત્રી અને સીઓ સહિતની ફોર્સ ઘટના સ્થળે પહોંચી હતી. અને તોએને સમજાવી બાહર કાઢવામાં આવ્યા હતા.

હવે પાકાં નાળાનું બાંધકામ શરૂ થશે

તલાટીમંત્રી રજનીશ બાજપાઈએ જણાવ્યું કે તેઓ ગ્રામજનોના વિરોધની જાણકારી પર તેમની સાથે વાત કરવા ગયા હતા. જેમાં ડીએમ પ્રભુનારાયણ સિંહને તેમની માંગ વિશે જાણ કરવામાં આવી છે. તેઓએ આગળ જણાવ્યું કે, દોઢ કિલોમીટર લાંબી કાચી ગટર ખોદવામાં આવી છે. કોંક્રીટનું બાંધકામ મંગળવારથી શરૂ થશે.

રોડનું બાંધકામ PWD દ્વારા કરવામાં આવશે. અકોલા બ્લોક ચીફ રાજુએ જનતાને પોતાના ભંડોળથી ગટર બનાવવાની ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે ભૂમિ સમાધિ લેનારા બંને ગ્રામજનો સ્વસ્થ છે.

આ પણ વાંચો: Video: વીડિયો જોઈ લોકો બોલ્યા ‘લગ ગયે ભાઈ કે તો’, યુવકે જોશમાં આવી પાણીમાં છલાંગ તો લગાવી પણ..

આ પણ વાંચો: PM મોદી આજે ગોરખપુર જશે, વડાપ્રધાન બનતા પહેલા આપેલું વચન પૂરું કરશે, ખાતરની ફેક્ટરી દેશને સમર્પિત કરશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">