AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : જેણે સતત મોદી સરકાર પર કર્યા પ્રહાર, સુપ્રિયા સુલેએ તેને જ પકડીને PM ની સામે કર્યો ઉભો !

સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલે અને અરુણ લખાણીના પુત્ર સારંગ લખાણીનો રિસેપ્શન સમારોહ નવી દિલ્હીમાં યોજાયો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રોહિત પવાર જ્યારે એકબીજાને મળ્યા ત્યારે ખરેખર શું થયું? તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Trending Video : જેણે સતત મોદી સરકાર પર કર્યા પ્રહાર, સુપ્રિયા સુલેએ તેને જ પકડીને PM ની સામે કર્યો ઉભો !
Narendra Modi Rohit Pawar MeetingImage Credit source: X
| Updated on: Aug 11, 2026 | 1:26 PM
Share

ગયા મહિને, શરદચંદ્ર પવાર ગૂટના NCP સાંસદ સુપ્રિયા સુલેની પુત્રી રેવતી અને અરુણ લખાણીના પુત્ર સારંગ લખાણીનો લગ્ન સમારોહ મુંબઈમાં યોજાયો હતો. ગઈકાલે 10 ઓગસ્ટના રોજ દિલ્હીમાં રિસેપ્શન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની ચર્ચા બધે થઈ રહી છે. દિલ્હીમાં આ રિસેપ્શન સમારોહમાં રાજકીય દિગ્ગજો હાજર રહ્યા હતા. વડા પ્રધાન મોદીથી લઈને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સુધી, બધા હાજર હતા.

રેવતી અને સારંગને શુભેચ્છા અને આશીર્વાદ આપવા માટે ઘણા વરિષ્ઠ નેતાઓ સ્થળ પર પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી અને રોહિત પવારની મુલાકાત ચર્ચાનો ખાસ વિષય બની ગઈ. રોહિત પવાર હંમેશા સરકાર પર નિશાન સાધે છે. પરંતુ મોદી સાથેની તેમની મુલાકાત અને વાતચીત જોયા પછી, ભારતીય રાજકારણની સુંદરતા દેખાઈ હતી.

નરેન્દ્ર મોદી અને રોહિત પવારનો વાયરલ વીડિયો

હાલમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રોહિત પવારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવદંપતીને મળવા પહોંચ્યા ત્યારે સુપ્રિયા સુલેએ પવાર પરિવારની યુવા પેઢીના સભ્યોનો વડાપ્રધાન સાથે પરિચય કરાવ્યો હતો. આ દરમિયાન મોદી સાથે પવાર પરિવારની યુવા પેઢીનું ફોટોસેશન પણ થયું હતું.

નેટિઝન્સના લાઇક્સ અને કમેન્ટ્સ

જ્યારે પરિવારના અન્ય સભ્યો મોદી સાથે મુલાકાત માટે આગળ આવી રહ્યા હતા ત્યારે રોહિત પવાર પોતાની પત્ની સાથે પાછળ ઊભો હતો. ત્યારે સુપ્રિયા સુલેએ રોહિત પવારનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચ્યો અને વડાપ્રધાનની સામે ઊભો કર્યો. ત્યારબાદ રોહિત પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી. આ જ ક્ષણનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેના પર નેટિઝન્સ લાઇક્સ અને કમેન્ટ્સ કરી રહ્યા છે.

સતત ભાજપ અને સરકાર વિરુદ્ધ ટિકા કરતો હોય છે રોહિત પવાર

રોહિત પવાર સતત ભાજપ અને સરકાર વિરુદ્ધ ટિકા કરતો હોય છે. ગંભીર મુદ્દાઓ પર સરકારને ઘેરતો હોય છે. ઘણી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલો પણ કરી ચૂક્યો છે. અત્યાર સુધીમાં રોહિત પવારે અનેક મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. આવી સ્થિતિમાં રેવતી સુલેના રિસેપ્શન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રોહિત પવારની મુલાકાત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

ભવ્ય રીતે યોજાયું હતું રિસેપ્શન

રેવતી સુલે અને સારંગ લખાણીના રિસેપ્શન સમારોહની વાત કરીએ તો દિલ્હીમાં આ સમારોહ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના પ્રમુખ શરદ પવારના દિલ્હીના 6 જનપથ નિવાસસ્થાને રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.

આ પણ વાંચો, Trending Video : એક જ જીપમાં આખું ગામ સવાર, ડ્રાઇવરની કમાલ જોઈને યુઝર્સ બોલ્યા- ‘આ તો સ્પેસ ટેકનોલોજી છે’!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">