AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam terror attack : ‘ગોળી મારા વાળને અડીને નિકળી ગઇ ‘પહેલગામમાં આતંકી હુમલા બચી ગયેલા પરિવાવારે જણાવી આપવીતી

Pahalgam Terror Attack Survivor:22 એપ્રિસ 2025 ના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા, પરંતુ કેટલાક પરિવારો ત્યાંથી જીવતા અને સુરક્ષીત બચી ગયેલા, એવા જ એક પરિવારે તે દિવસે ત્યાં બનેલી ઘટના અને પોતે કેવી રીતે જીવ બચાવ્યો જે વણવ્યું છે.

Pahalgam terror attack : 'ગોળી મારા વાળને અડીને નિકળી ગઇ 'પહેલગામમાં આતંકી હુમલા બચી ગયેલા પરિવાવારે જણાવી આપવીતી
Pahalgam terror attack
| Updated on: May 01, 2025 | 4:40 PM
Share

Pahalgam Terror Attack:પીડિતો હવે ધીમે ધીમે 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ભયાનક દ્રશ્યનું વર્ણન કરી રહ્યા છે. આવો જ એક પરિવાર કર્ણાટકનો હેગડે પરિવાર હતો જે પહેલગામ ફરવા ગયો હતો અને બાળકના આગ્રહને કારણે તેમનો જીવ બચી ગયો. પરિવારના એક સભ્યએ જણાવ્યું કે ગોળી તેમના વાળ અડીને નિકળી ગઇ

પ્રદીપ હેગડે, તેમની પત્ની શુભા અને તેમનો 12 વર્ષનો પુત્ર સિદ્ધાંત બૈસરન ખીણ જોવા માટે કાશ્મીર ગયા હતા. પ્રમુખ મીડિયાના અહેવાલ મુજબ, શુભા હેગડે 22 એપ્રિલના દુર્ભાગ્યપૂર્ણ દિવસે બચી ગયા હતા, જ્યારે આતંકવાદીઓએ ખીણ પર હુમલો કર્યો હતો અને 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

બાળકની જીદથી હેગડે પરિવારનો જીવ બચી ગયો

હેગડે પરિવારે જણાવ્યું કે તે દિવસે, તેઓ મુશ્કેલ અને કાદવવાળા રસ્તા પરથી એક કલાક ઘોડેસવારી કર્યા પછી બૈસરન ખીણ પહોંચ્યા, જ્યાં તેઓ થોડા સમય માટે પર્યટન સ્થળોની મુલાકાત લીધી એડવેન્ચર એક્ટિવીટી કરવાના હતા, ત્યારે સિદ્ધાંતને ભૂખ લાગી અને તેણે આગ્રહ કર્યો કે તેઓ પહેલા ખાઈ લેશે અને પછીએડવેન્ચર એક્ટિવીટી કરશે.

પ્રદીપ હેગડેએ કહ્યું, “રાત્રે લગભગ 1:45 વાગ્યે, અમે ત્યાં જવાનું વિચાર્યું પણ મારા દીકરાએ કહ્યું કે તેને ભૂખ લાગી છે. અમે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે જતા પહેલા આપણે કંઈક ખાઈ શકીએ છીએ પરંતુ તે ન માન્યો. તેથી અમે ફૂડ સ્ટોલ તરફ ગયા. અમે મેગીનો ઓર્ડર આપ્યો. પછી મારી પત્ની લગભગ 500 મીટર દૂર વોશરૂમમાં ગઈ. તે પે-એન્ડ-યુઝ ટોયલેટ હતું, તેથી તે પાછી આવી, પૈસા લીધા અને પછી ચાલી ગઈ. ત્યાં સુધીમાં, અમે ભોજન કરી કરી લીધું હતું અને તેથી મારી પત્નીએ ઝડપથી ભોજન પુરૂ કર્યું.”

‘આતંકવાદીઓને બંદૂકો સાથે જોયા’

તેમણે આગળ કહ્યું, “લગભગ 15-20 સેકન્ડ પછી, અમે બે લોકોને મોટી બંદૂકો સાથે જોયા. તેઓ સતત ગોળીબાર કરી રહ્યા હતા.” તેમણે કહ્યું કે એક આતંકવાદી ઘાટીના નીચેના ભાગમાં હતો જ્યારે બીજો તેમની તરફ આગળ વધી રહ્યો હતો. પ્રદીપે કહ્યું, “શરૂઆતમાં અમને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. પછી અમે સૂઈ ગયા. આ સમયે મારી પત્નીએ ટેબલ પર રાખેલી મારી બેગ ઉપાડવાનું વિચાર્યું. તેમાં અમારા ઓળખપત્રો અને ફોન હતા. તે બેગ ઉપાડવા માટે ઉભી થઈ અને તેને લાગ્યું કે તેના જમણા કાન પાસે કંઈક પસાર થઈ ગયું છે. તે ગોળી હતી.”

શુભાએ યાદ કરતાં કહ્યું, “કંઈક મારા વાળને સ્પર્શ્યું. શરૂઆતમાં મને ખ્યાલ ન આવ્યો કે તે ગોળી હતી, પરંતુ પાછળ ફરી જોયું તો ખબર પડી કે આતો ગોળી હતી.અમને ભગવાને બચાવી લીધા. ”

આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો. 

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
g clip-path="url(#clip0_868_265)">