AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રમત 15 સેકન્ડની, ઓપરેશન 13 કલાકનું… બટન દબાવવાથી લઈને ધૂળ સ્થિર થાય ત્યાં સુધીની તમામ તૈયારીઓ

નોઈડાના ટ્વીન ટાવરને (Twin Tower 28) ઓગસ્ટે તોડી પાડવામાં આવશે. પરંતુ આ માટેની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે સોસાયટીમાં રહેતા લોકોને ત્યાંથી નીકળી જવાની સૂચના આપવામાં આવી છે.

રમત 15 સેકન્ડની, ઓપરેશન 13 કલાકનું… બટન દબાવવાથી લઈને ધૂળ સ્થિર થાય ત્યાં સુધીની તમામ તૈયારીઓ
Twin Tower Demolition: વળતર માટે ઘર ખરીદનારાઓને એક કરોડ જમા કરો, SCનો આદેશ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2022 | 8:31 PM
Share

ઉત્તર પ્રદેશમાં ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના નોઈડામાં ટ્વીન ટાવરને (Twin Tower) તોડવાની તૈયારીઓ થઈ રહી છે. જ્યાં 28 ઓગસ્ટે નોઈડાના સુપરટેક (Supertech) ટ્વીન ટાવરને તોડી પાડવામાં આવશે. આ માટે તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. આ સાથે જ સોસાયટીમાં રહેતા લોકોને 28 ઓગસ્ટ સુધીમાં સોસાયટી ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. આ મામલે સેક્ટર 93ના સુપરટેક એમેરાલ્ડના ઈવેક્યુએશન અને ટાસ્ક ફોર્સના હેડ ગૌરવ મેહરોત્રાએ જણાવ્યું હતું કે સવારે 6 વાગ્યે પોલીસ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. આ દરમિયાન સોસાયટી ખાલી કરવાની ઓથોરિટીએ એમ પણ કહ્યું છે કે તમામ ઘરોને સંપૂર્ણ સીલ ન કરવા જોઈએ, નહીં તો હવાના દબાણને કારણે કાચ તૂટવાનું જોખમ રહેશે.

સવારે 9:00 વાગ્યે બધા સર્વિસવાળા સોસાયટીના ગેટની બહાર જશે. આવી પરિસ્થિતિમાં સવારે 9:00 વાગ્યે વીજળી, પાણી અને લિફ્ટ બરાબર બંધ થઈ જશે. પરંતુ જે પણ સેવાઓ આ સોસાયટીમાં છે તે તમામ 9:00 વાગ્યે બંધ થઈ જશે. આ પછી 2:30 વાગ્યે બ્લાસ્ટ થશે, જેમાં 3:15 વાગ્યે એડફિસના લોકો સોસાયટીની અંદર આવશે. તેમના બધા સેંસસ ઉઠાવીને પાછા લઈ જશે.

જાણો ક્યારે શું-શું થશે?

અડધો કલાક પછી લગભગ 3:45 વાગ્યે એનડીઆરએફ અને ગવર્નમેન્ટ ઓથોરિટીની ટીમ સોસાયટીની અંદર આવશે અને ચેક કરશે કે કોઈ સોસાયટીમાં કોઈ ભંગાણ થયું છે કે નહીં. આ દરમિયાન મુખ્યત્વે સીબીઆરઆઈની ટીમ આવશે, ત્યારબાદ ફોર્સ 4:45 વાગ્યે સોસાયટીની ટાસ્ક ફોર્સ આવશે. જ્યાં 5:15 આસપાસ સોસાયટીમાં ટાસ્ક ફોર્સના 100 જેટલા લોકો ચેક કરશે. સમગ્ર સોસાયટી માટે જેમાં ગેસ ઈલેક્ટ્રિક લિફ્ટ ધરાવતા લોકોનો સમાવેશ થશે. તમામ સર્વિસ ચાલુ રહેશે. પરંતુ સાંજે 7:00 વાગ્યા પછી સોસાયટીમાં તમામ રહેવાસીઓને મંજૂરી આપવામાં આવશે. એક સમયે એક જ ટાવર ખોલવામાં આવશે.

ટ્વીન ટાવરને તોડી પાડવા માટે યુદ્ધના ધોરણે ચાલી રહી છે તૈયારીઓ

સુપરટેકના ટ્વિન ટાવરને 28 ઓગસ્ટના રોજ તોડી પાડવામાં આવશે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે જ બ્લાસ્ટ પહેલા ઘર છોડી ગયેલા એમેરાલ્ડ સોસાયટીના લોકોનો રખડતા પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ પણ સામે આવ્યો છે. જ્યાં રખડતા કૂતરાઓને પ્રેમ કરતા સોસાયટીના લોકો બ્લાસ્ટ પહેલા બહાર રખડતા કૂતરાઓને સલામત સ્થળે મોકલવાનું કામ કરી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">