અફઘાનિસ્તાન મુદ્દે મળેલી સર્વદળીય બેઠક પૂર્ણ, વિદેશ પ્રધાને કહ્યુ “અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લાવવા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા”

|

Aug 26, 2021 | 3:25 PM

અફઘાનિસ્તાન પર ચર્ચા કરવા કેન્દ્ર સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠક પૂર્ણ થઈ છે,આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે રાજકીય પક્ષોના નેતાઓને અફઘાનિસ્તાનની તાજેતરની પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા.

અફઘાનિસ્તાન મુદ્દે મળેલી સર્વદળીય બેઠક પૂર્ણ, વિદેશ પ્રધાને કહ્યુ અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લાવવા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા
S. Jaishankar (File Photo)

Follow us on

Afghanistan: અફઘાનિસ્તાન પર ચર્ચા કરવા કેન્દ્ર સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠક પૂર્ણ થઈ છે, વિદેશ પ્રધાન જયશંકરે જણાવ્યુ હતુ કે,વિપક્ષી દળો સાથેની વાતચીત સારી રહી છે, આગામી સમયમાં અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીયોને (Indian) વહેલામાં વહેલી તકે ભારત લાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ વિશે તમામ રાજકીય પક્ષોને માહિતી આપવા સરકારે વિદેશ મંત્રી એસ જયશંકરને(S Jaisankar)  જણાવ્યું  હતુ.ઉપરાંત સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યુ હતુ  કે “જયશંકર સર્વપક્ષીય બેઠકમાં આ અંગે તમામ ફ્લોર લીડર્સને જાણ કરશે.”

અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લાવવા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજાની પૃષ્ઠિ થયા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે રાજકીય પક્ષોના નેતાઓને તે દેશની તાજેતરની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. સરકારે કહ્યું કે “અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને બહાર લાવવા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.” બેઠક બાદ વિદેશ પ્રધાને જણાવ્યુ હતુ કે, ભારતીયોને લાવવા માટે ‘ઓપરેશન દેવી શક્તિ’ સતત કાર્યરત છે.

અફઘાનિસ્તાનની પરિસ્થતિ વિશે માહિતગાર કર્યા

આ બેઠકમાં અફઘાનિસ્તાનમાંથી ભારતના લોકોને બહાર લાવવા ઓપરેશન દેવી શક્તિ (Opreation devi Shakti) અભિયાન સિવાય, રાજકીય પક્ષોના નેતાઓએ  આ યુદ્ધગ્રસ્ત દેશની પરિસ્થિતિ અંગે પણ માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં જયશંકર ઉપરાંત રાજ્યસભાના નેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી પણ હાજર હતા.

અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ ખૂબ જ ગંભીર : એસ. જયશંકર

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યુ હતુ કે, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ ખૂબ જ ગંભીર છે. વધુમાં જણાવ્યુ કે, અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બહાર લાવવાનો સરકાર સતત પ્રયાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, બેઠકમાં વિદેશ સચિવે તમામ નેતાઓને અફઘાનિસ્તાનની પરિસ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી હતી.

 

આ પણ વાંચો: Maharashtra : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો:  Bihar : બગહામાં મોટી દુર્ઘટના, 25 મુસાફરોને લઈ જતી બોટ ગંડક નદીમાં ડૂબી, રેસક્યુ ઓપરેશન શરૂ

Published On - 2:37 pm, Thu, 26 August 21

Next Article