આભાર ભારતવાસીઓ! લોકસભામાં નિર્મલા સીતારમણે દેશવાસીઓની કરી પ્રશંસા

|

Aug 01, 2022 | 9:45 PM

આજે લોકસભામાં (Lok shabha) સંસદની કાર્યવાહી દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) મોંઘવારી પર થયેલી ચર્ચાનો જવાબ આપતા નિવેદન આપ્યુ.

આભાર ભારતવાસીઓ! લોકસભામાં નિર્મલા સીતારમણે દેશવાસીઓની કરી પ્રશંસા
Nirmala Sitharaman
Image Credit source: sansad tv

Follow us on

આજે લોકસભામાં (Lok shabha) સંસદની કાર્યવાહી દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) મોંઘવારી પર થયેલી ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે આપણે ક્યારે પણ કોરોના જેવી મહામારી નથી જોઈ. આપણે બધાએ એ વાતનું ધ્યાન રાખવાનો પ્રયાસ કર્યો કે આપણા ક્ષેત્રમાં રહેવાવાળા લોકોને વધારે મદદ મળે. તે એ વાતને માને છે કે રાજ્ય સરકારો અને સાંસદોએ પોતાની ભૂમિકા નિભાવી છે. તેમણે આગળ કહ્યું, નહીં તો ભારત ત્યાં ના હોત, જ્યા તે બાકીની દુનિયાની તુલનામાં છે.

મોંઘવારી મામલે બીજા દેશો સાથે તુલના ના થવી જોઈએ

નાણા મંત્રી નિર્મલા સીતારમણે આગળ કહ્યુ કે, કોરોના જેવી ખતરનાક મહામારી છતાં આજે દેશ જે સ્થિતિમાં છે, તેનો શ્રેય ભારતના લોકોને આપ્યો. તેમણે દેશવાસીઓને કહ્યું કે, મુશ્કેલીઓ હોવા છતાં આપણે સાથે ઉભા રહ્યા અને ઝડપથી વિકસતિ અર્થવ્યવસ્થા બની શકયા. આ મુશ્કેલીના સમયમાં સરકારનો સાથ આપવા માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણે ભારતવાસીઓનો આભાર પ્રગટ કર્યો.

તેમણે વિપક્ષને કહ્યું કે મોંઘવારી મામલે રાજનીતિ ના કરો. ભારત ખરાબ પરિસ્થિતિઓ વચ્ચે પણ આગળ વધી રહ્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે આગળ કહ્યું કે દુનિયા કયા જઈ રહી છે. તે પણ જોવુ જરુરી છે. સંસદમાં હોબાળો કરતા વિપક્ષને જોઈને તેમણે આગળ કહ્યું કે જવાબ સાંભળ્યા વગર મારો મજાક ના ઉડાવો. મોંઘવારી મામલે બીજા દેશો સાથે તુલના ના થવી જોઈએ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જીએસટી કલેક્શન મામલે નાણા મંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન

નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં કહ્યું કે આજે સવારે અમે જુલાઈના આખા મહિના માટે જીએસટી કલેક્શનનું એલાન કર્યુ છે. જુલાઈ 2022માં અમે જીએસટી લાગુ કર્યા પછી 2 ક્રમનો સૌથી વધુ આંકડો હાંસલ કર્યો છે, જે 1.49 લાખ કરોડ રૂપિયા છે. આ સતત પાંચમો મહિનો છે, જ્યારે જીએસટી કલેક્શન 1.4 લાખ કરોડ રૂપિયાથી વધુ થયુ છે. રિટેલ ફુગાવો 7 ટકાથી નીચે લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જીએસટી અને મેક્રો ડેટાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત બની રહી છે. ભારતનો મંદીમાં જવાનો કોઈ પ્રશ્ન જ નથી. વૈશ્વિક એજન્સીઓના મૂલ્યાંકનમાં ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે.

Next Article