પત્રકાર રોહિત સરદાનાના અવસાનથી મીડિયા જગતમાં શોકનો માહોલ, બે દિવસ પહેલા સુધી કરી રહ્યા હતા લોકોની મદદ

પ્રખ્યાત પત્રકાર રોહિત સરદાનાનું આજે નિધન થયું. જે બાદ ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર તેના મૃત્યુ અંગે દુ: ખ વ્યક્ત કર્યું છે. મળેલી માહિતી અનુસાર તેઓ કોરોના સંક્રમિત હતા.

  • tv9 webdesk37
  • Published On - 15:12 PM, 30 Apr 2021
પત્રકાર રોહિત સરદાનાના અવસાનથી મીડિયા જગતમાં શોકનો માહોલ, બે દિવસ પહેલા સુધી કરી રહ્યા હતા લોકોની મદદ
Rohit Sardana

પ્રખ્યાત પત્રકાર રોહિત સરદાનાનું આજે નિધન થયું. જે બાદ ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર તેના મૃત્યુ અંગે દુ: ખ વ્યક્ત કર્યું છે. મળેલી માહિતી અનુસાર તેઓ કોરોના સંક્રમિત હતા અને આ દરમિયાન હાર્ટ એટેકને કારણે તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. કોરોના સંક્રમણના આ સમયમાં પણ તેઓ એક દિવસ પહેલા સુધી લોકોની મદદ માટે સક્રિય હતા. તેઓ કોરોનાથી પીડિત લોકોની સારવાર માટે સોશ્યલ મીડિયા પર સતત સક્રિય હતા, જેમાં રેમડેસિસવીર ઇન્જેક્શન, ઓક્સિજન, પથારી વગેરેને લઈને સૌને મદદ કરી રહ્યા હતા.

તેમના અવસાનના સમાચાર સાંભળીને મીડિયા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘણાં પત્રકારોએ તેમના નિધનનાં સમાચાર ટ્વીટ કર્યા છે. પત્રકારો ઉપરાંત પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, મોદી સરકારમાં પ્રધાન સ્મૃતિ ઈરાની તેમજ કોંગ્રેસના મોટા મોટા નેતાઓએ પણ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમને લખ્યું કે “રોહિત સરદાના જલ્દીથી આપણને છોડીને ચાલ્યા ગયા. એનર્જીથી ભરેલા, ભારતની પ્રગતિ પ્રત્યે ઉત્સાહી અને દયાળુ આત્મા રોહિતને સૌ યાદ કરશે. તેમના અકાળ અવસાનથી મીડિયા જગતમાં એક મોટી ખોટ ઉભી થઇ ગઈ છે. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.

ગૃહ મંત્રી અમિત શાહે પણ શોકની લાહાની વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કરીને રોહિત સરદાનાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પત્રકારના અવસાન પર યોગી આદિત્યનાથે પણ શોક વ્યક્ત કર્યો હતો.

દિલ્હી કોંગ્રેસના એકાઉન્ટ પરથી પણ રોહિત સરદાનાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

સ્મૃતિ ઈરાનીએ પણ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

અચાનક આવા માઠા સમાચારથી મીડિયા જગત અને સોશિયલ મીડિયામાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

 

આ પણ વાંચો: અભિનેતા જ નહીં માણસ પણ સુપરસ્ટાર: કોરોના દર્દીઓની મદદ માટે આ એક્ટર બન્યો એમ્બ્યુલન્સ ડ્રાઈવર

આ પણ વાંચો: દેશની દીકરીને સલામ: કોરોનાએ ભરખી લીધા મા-બાપ અને ભાઈ, તોયે દર્દીઓના ઈલાજમાં લાગેલી છે આ ડોક્ટર