AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News: સામાન્ય માણસ માટે ખુશખબર, સરકારે ખાદ્ય તેલ સસ્તું કરવા માટે 48 કલાકમાં ઉઠાવ્યા 2 પગલા

સરકારન પ્રયત્નો કર્યા છે કે, પહેલા ખાદ્યતેલોની (Edible oil) કિંમતોમાં થોડો ઘટાડો કરે. છેલ્લા એક વર્ષમાં તેલની કિંમતોમાં મોટો વધારો નોંધાયો છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાને કારણે જરૂરિયાતની વસ્તુ મોંઘી થઈ છે. આ વચ્ચે સરકાર રાહત આપવા માટે યોજના પર કામ કરી રહી છે.

Good News: સામાન્ય માણસ માટે ખુશખબર, સરકારે ખાદ્ય તેલ સસ્તું કરવા માટે 48 કલાકમાં ઉઠાવ્યા 2 પગલા
edible oil
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 8:29 PM
Share

નરેન્દ્ર મોદીની સરકાર ખાદ્ય તેલની (Edible Oil) કિંમતોમાં સતત ઘટાડો કરવા માટે પ્રયાસ કરી રહી છે. છેલ્લા 48 કલાકમાં પણ બે મોટા પગલા ઉઠવ્યા છે. સરકારની કોશિશ છે કે તહેવાર પહેલા ખાદ્યતેલોની કિંમતોમાં થોડો ઘટાડો કરે છે.

છેલ્લા એક વર્ષમાં તેલની કિંમતોમાં મોટો વધારો નોંધાયો છે. શુક્રવારની મોડી રાતે સરકારે કેટલાક ખાદ્યતેલોની આયાત પર લાગેલી ડયુટીમાં ઘટાડો કર્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે જો તે ઘટાડાનો લાભ ગ્રાહકોને મળે તો તેલની કિંમતોમાં 4થી 5 રૂપિયામાં ઘટાડો થઈ શકે છે. ઈમ્પોર્ટ ડ્યુટીમાં છેલ્લા એક મહિનામાં 2 વાર ઘટાડો કર્યો છે.

તહેવાર પહેલા કિંમત ઘટાડવા માટેનું આ પગલું છે

સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર સુધી કાચા પામ તેલ પર ઈમ્પોર્ટ ડ્યુટી 30.25થી ઘટાડીને 24.7 ટકા કરી દેવામાં આવી છે. સોયા તેલ અને સૂરજમુખી તેલ પર ઈમ્પોર્ટ ડ્યુટી પણ સપ્ટેમ્બર અંત સુધી 45 ટકાથી ઘટાડીને 37.5 ટકા કરી દેવામાં આવી છે.

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સામાન્ય લોકોને આ ઘટાડાનો લાભ મળશે અને તેમને તહેવારો પહેલા ખાદ્ય તેલ માટે થોડો ઓછો ખર્ચ કરવો પડશે. ભારત વિશ્વમાં ખાદ્ય તેલનો સૌથી મોટો આયાતકાર દેશ છે. ખાદ્ય તેલની બે તૃતીયાંશ જરૂરિયાતો આયાત દ્વારા પૂરી થાય છે. આવી સ્થિતિમાં આયાતની ડ્યુટીમાં ઘટાડો તેલની કિંમત ઘટાડવા માટે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે અને તેને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.

ભારત ખાદ્યતેલની જરૂરિયાતોના બે તૃતીયાંશ આયાત કરે છે

સરસવના તેલ સિવાય ભારત અન્ય દેશોમાંથી તેલની આયાત કરે છે. પામતેલ ઈન્ડોનેશિયા અને મલેશિયા, સોયા અને સૂર્યમુખી આર્જેન્ટિના, બ્રાઝિલ, રશિયા અને યુક્રેન જેવા દેશોમાંથી આયાત કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં 35થી 50 ટકાનો વધારો થયો છે.

આયાત ડયૂટી ઘટાડવા ઉપરાંત સરકારે ભાવ ઘટાડવા માટે સંગ્રહખોરી અટકાવવા માટે પણ પગલાં લીધા છે. સરકારે કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે ખાદ્યતેલનો સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. શુક્રવારે જ કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ પણ વેપારીઓ સાથે સ્ટોક મર્યાદા લાદવાની અને મહત્તમ છૂટક કિંમત (MRP) નક્કી કરવાની શક્યતાઓ અંગે ચર્ચા કરી હતી. હવે વેપારીઓ અને મિલરોએ તેમની સાથે તેલ અને તેલીબિયાંનો ડેટા પોર્ટલ પર અપલોડ કરવો પડશે. બજારમાં તેલની ઉપલબ્ધતા જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : યુએન પ્રમુખ એન્ટોનિયો ગુતારેસે આતંકવાદ અને તાલિબાનની જીત પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું- 7 દિવસમાં ગાયબ થઈ અફઘાન સેના

આ પણ વાંચો : રજા ના મળતા એક મહિલાને એવું તે શું કામ કર્યું કંપનીએ આપવા પડ્યા અધધ… પૈસા, જાણો સમગ્ર મામલો

g clip-path="url(#clip0_868_265)">