રાહુલ ગાંધી વિરુદ્ધ સરમાની ‘અપમાનજનક’ ટિપ્પણીથી નારાજ થયા આ CM,કહ્યું- મારી આંખમાં આંસુ આવી ગયા

|

Feb 13, 2022 | 12:56 PM

આસામના મુખ્યમંત્રી સરમાને મુખ્યમંત્રી પદેથી તાત્કાલિક હટાવવાની માંગ કરતા તેલંગાણાના CM ચંદ્રશેખર રાવે કહ્યું, 'મારે રાહુલ ગાંધી સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ સરમા આવી વાત કઈ રીતે કરી શકે ?'

રાહુલ ગાંધી વિરુદ્ધ સરમાની અપમાનજનક ટિપ્પણીથી નારાજ થયા આ CM,કહ્યું- મારી આંખમાં આંસુ આવી ગયા
Telangana CM Rao and Assam CM Biswa Sarma

Follow us on

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા(Himanta Biswa Sarma) કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કરેલી ટિપ્પણી બાદ વિવિધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. સરમાના નિવેદનથી નારાજ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના પ્રમુખ અને મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) તેમને તાત્કાલિક બરતરફ કરવાની માંગ પણ કરી છે.

આસામના CM સરમાએ શુક્રવારે ઉત્તરાખંડમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું હતુ કે, ‘રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા. તેમની માનસિકતા જુઓ, જનરલ વિપિન રાવત આપણા દેશનું ગૌરવ હતા. તેમના નેતૃત્વમાં ભારતે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. પરંતુ રાહુલ ગાંધી કહે છે પુરાવા આપો… શું અમે (ભાજપ) તેમની પાસે ક્યારેય પુરાવા માંગ્યા છે કે તેઓ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પુત્ર છે કે નહીં?

શું આ આપણી ભારતીય સંસ્કૃતિ છે?

સરમા પર પ્રહાર કરતા CM રાવે કહ્યુ કે, “મોદીજી, શું આ આપણી ભારતીય સંસ્કૃતિ છે? શું વેદ, મહાભારત, રામાયણ અને ભગવદ્ ગીતામાં આ જ શીખવવામાં આવ્યું છે? હું ભાજપ અધ્યક્ષ નડ્ડાજીને પૂછું છું, શું આ આપણી સંસ્કૃતિ છે?’ રાવે રાયગીરીમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે,આ મુખ્યપ્રધાનને બરતરફ કરો…. શું કોઈ મુખ્યમંત્રી આવી વાત કરે છે? દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. શું તમે ઘમંડી છો? તમે તમાશા કરો છો, તમને લાગે છે કે લોકો આ સાંભળીને પણ ચૂપ રહેશે.!

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

મારી આંખોમાંથી આંસુ આવી ગયા: CM રાવ

વધુમાં રાવે કહ્યુ કે, આસામના મુખ્યમંત્રી રાહુલ ગાંધી સામે આવી અભદ્ર ટિપ્પણી કેવી રીતે કરી શકે ? શું આ ધર્મની વાત કરી રહ્યા છે પીએમ મોદી? શું આ ભારતીય જનતા પાર્ટી (BJP)ની સંસ્કૃતિ છે ? પરંતુ તેઓ એક જવાબદાર સાંસદ છે અને તેમને નરેન્દ્ર મોદી સરકારને કોઈપણ મુદ્દે સવાલ ઉઠાવવાનો પૂરો અધિકાર છે. આસામના મુખ્યમંત્રી આ રીતે વાત કઈ રીતે કરી શકે ? તેમની અપમાનજનક ટિપ્પણીઓથી મને ખૂબ જ દુઃખ થયું અને જ્યારે તેમણે આવી અપમાનજનક રીતે વાત કરી ત્યારે મારી આંખોમાંથી આંસુ આવી ગયા.

આ પણ વાંચો : Maharashtra: મુંબઈ ક્રિકેટ એસોસિએશનનું મ્યુઝિયમ હવે આ NCP નેતાના નામથી ઓળખાશે, જાણો સમગ્ર વિગતો

Next Article