જલ્દી દોડો ! જો તમારુ નામ નીરજ કે સિંધુ છે તો પહોચી જાવ અહીં, મળશે ફ્રી પેટ્રોલ

મીડિયા રિપોર્ટ મુજબ મુજબ, પેટ્રોલ પંપના માલિક અને પૂર્વ ધારાસભ્યએ કહ્યું, 'સામાન્ય પરિવારમાં જન્મેલા નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. અમારી ખુશી વ્યક્ત કરવા માટે, અમે નીરજ નામના લોકોને બે લિટર પેટ્રોલ મફત આપવાનું નક્કી કર્યું છે.

જલ્દી દોડો ! જો તમારુ નામ નીરજ કે સિંધુ છે તો પહોચી જાવ અહીં, મળશે ફ્રી પેટ્રોલ
અહીં નીરજ અને સિંધુ નામના લોકોને મફત પેટ્રોલ મળી રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન ટોક્યોમાં રહ્યું છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે 7 મેડલ મેળવ્યા છે. રમતગમતના આ મહાકુંભને ભારતે ગોલ્ડ મેડલ મેળવીને સમાપ્ત કર્યો.

નીરજ ચોપરાના ગોલ્ડ મેડલે એથ્લેટિક્સમાં ભારતની આશાઓને પુનર્જીવિત કરી છે. આ સાથે જ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ પણ બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે ઇતિહાસ સર્જ્યો હતો. પીવી સિંધુ સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચનારા ભારતીય મેડલ વિજેતાઓની જીતનો આખો દેશ ઉજવણી કરી રહ્યો છે. ત્યારે, તમિલનાડુના એક પેટ્રોલ પંપે  મેડલ જીતવાનો આનંદ અનોખી રીતે વ્યક્ત કર્યો છે.

તમિલનાડુના કરુર જિલ્લાના તિરુમાનિલયૂર ગામમાં એક પેટ્રોલ પંપ માલિકે જાહેરાત કરી છે કે તે નીરજ અને સિંધુ નામના લોકોને મફત પેટ્રોલ આપશે. પટલી મક્કલ કાચીના પૂર્વ ધારાસભ્ય એ.આર. મલૈયાપ્પાસામીના જણાવ્યા અનુસાર આ ઓફર બુધવારે શરૂ કરવામાં આવી છે જે શુક્રવાર સુધી ચાલુ રહેશે.

ઓફરનો લાભ લેવા માટે બતાવવું પડશે આધાર કાર્ડ

મીડિયા રિપોર્ટ મુજબ, પેટ્રોલ પંપના માલિક અને પૂર્વ ધારાસભ્યએ કહ્યું, ‘સામાન્ય પરિવારમાં જન્મેલા નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. અમારી ખુશી વ્યક્ત કરવા માટે, અમે નીરજ નામના લોકોને બે લિટર પેટ્રોલ મફત આપવાનું નક્કી કર્યું છે.

જ્યારે સિંધુ નામના લોકોને એક લિટર મફત પેટ્રોલ આપવાની યોજના છે. જોકે, અત્યાર સુધીમાં નીરજ નામના માત્ર ત્રણ જ લોકો અમારા પેટ્રોલ પંપ પર આવ્યા છે. કારણ કે અહીં નીરજ નામ સામાન્ય નથી. બીજી બાજુ, તમિલનાડુમાં સિંધુ નામ ખૂબ જ પ્રચલિત છે, તેથી અપેક્ષા છે કે સિંધુ નામના વધુ લોકો આજે આવશે.

આ સાથે પેટ્રોલ પંપ પરથી કહેવામાં આવ્યું કે આ ઓફરનો લાભ લેવા માટે નીરજ અથવા સિંધુ નામના લોકોએ પેટ્રોલ પંપ પર પોતાનું આધાર કાર્ડ બતાવવું પડશે. કરુરમાં રહેતા પશ્ચિમ બંગાળના વ્યક્તિએ ગઈકાલે આ યોજનાનો લાભ લીધો હતો. અમારા ચેમ્પિયનનું સન્માન કરવાની આ એક અનોખી રીત છે.

આ પણ વાંચો : Maharashtra: ‘દારૂની દુકાનો ખોલી શકાય છે તો પછી મંદિરો કેમ નહીં’ ભાજપના નેતા રામ કદમે ઉદ્ધવ સરકારને જલ્દી નિર્ણય લેવાની ચેતવણી આપી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati