Taj Mahal દેશનું સૌથી મોંઘું સ્મારક બન્યું, જાણો કેટલી છે ટિકિટ
ઉત્તરપ્રદેશના આગ્રામાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ સ્મારક અને દુનિયાની અજાયબીઓમાંથી એક તાજમહેલ (Taj Mahal)ને જોવા માટે રોજ હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે.
ઉત્તરપ્રદેશના આગ્રામાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ સ્મારક અને દુનિયાની અજાયબીઓમાંથી એક તાજમહેલ (Taj Mahal)ને જોવા માટે રોજ હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. તાજમહેલની સુંદરતા દરેક લોકોને પોતાની તરફ આકર્ષે છે. તાજમહેલને જોવા માટે તેના પરિસરમાં પ્રવેશ કરવા માટે પર્યટકોએ ટિકિટ લેવી પડે છે પણ શું તમે જાણો છો કે Taj Mahal દેશનું સૌથી મોંઘું સ્મારક બન્યું છે. 1966માં તાજમહેલની ટિકિટ 20 પૈસા હતી જે આજે 200 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. વિદેશી પર્યટકો માટે પાંચ ગણી ટિકિટ રાખવામાં આવી છે. આવો જોઈએ તાજમહેલની ટિકિટના ક્યારે અને કેટલા ભાવ વધ્યા.
1966માં માત્ર 20 પૈસા ટિકિટ હતી
તાજમહેલને જોવા માટે 1966 પહેલા કોઈ ટિકિટ રાખવામાં આવી નહોતી. ભારત પ્રવાસે આવનાર લગભગ 60% લોકો તાજમહેલની મુલાકાત લેતા અને સુંદરતાનો આનંદ માણતા. 1966માં પહેલીવાર દેશી અને વિદેશી પ્રવાસીઓ માટે તાજમહેલની ટિકિટ 20 પૈસા નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ 1969માં વધારીને 50 પૈસા કરવાં આવી, 1976માં 2 રૂપિયા કરવામાં આવી.
1995થી 2018 સુધી વધતી રહી ટિકિટ
તાજમહેલની ટિકિટ વર્ષ 1995માં પહેલીવાર 2 આંકડામાં થઈ, જે 2018 સુધી વધતી રહી અને 50 રૂપિયા સુધી પહોંચી ગઈ.
1995 -10.50 રૂપિયા 1996 – 15 રૂપિયા, 2000 – 20 રૂપિયા 2016 – 40 રૂપિયા 2018 – 50 રૂપિયા
વિદેશી પર્યટકો માટે અલગ દર
વિદેશી પર્યટકો માટે તાજમહેલની ટિકિટના દર દેશના પર્યટકો કરતાં પાંચ ગણા જેટલા વધારે નક્કી કરવામાં આવ્યાં છે. વર્ષ 2000માં નવી સ્ટેપિંગ સિસ્ટમ લાગુ થઈ, ત્યારે વિદેશી પર્યટકો માટે 505 રૂપિયા ટિકિટ હતી જે આજે 1,100 રૂપિયા સુધી પહોંચી છે.
2000- 505 રૂપિયા 2000- 970 રૂપિયા (28 ઓકટોબર બાદ) 2001-750 રૂપિયા 2016- 1,000 રૂપિયા 2018- 1,100 રૂપિયા
વર્ષ 2018માં નવી સ્ટેપિંગ સિસ્ટમ લાગુ થઈ
તાજ મહેલમાં વર્ષ 2018માં ટિકિટની નવી સ્ટેપિંગ સિસ્ટમ લાગુ થઈ. તાજમહેલ સ્ટેપિંગ સિસ્ટમ લાગુ કરવાં આવી હોય એવું ભારતનું એકમાત્ર સમરક બન્યું છે. આ નવી સિસ્ટમ પ્રમાણે તાજમહેલ પરિસરમાં મુખ્ય ગુંબજની મુલાકાત માટે દેશી અને વિદેશી પર્યટકોએ ટિકિટ ઉપરાંત વધારાના રૂ.200 ચૂકવવાના રહે છે. ટિકિટમાં વધારો થવા છતાં તાજમહેલના મુલાકાતીઓમાં કોઈ ઘટાડો થયો નથી.
આ પણ વાંચો: બોલિવૂડના એવા 10 સ્ટાર્સ, જેમણે છેલ્લી ફિલ્મ રિલીઝ થતાં પહેલા જ દુનિયાને કહી દીધું અલવિદા