Pegasus Case News : ચર્ચિત પેગાસસ જાસુસી કેસની તપાસ થશે કે નહી ? સુપ્રીમકોર્ટ આજે આપશે ચુકાદો

|

Oct 27, 2021 | 9:44 AM

કેન્દ્ર સરકાર દ્વારા જાસુસી કરાવાતી હોવાના આરોપોની તપાસ માટે સ્વતંત્ર સભ્યોની નિષ્ણાત પેનલની રચના કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે નિષ્ણાત પેનલ સમક્ષ વિગતો જાહેર કરવાની સુપ્રીમ કોર્ટમાં ખાતરી પણ આપી હતી.

Pegasus Case News : ચર્ચિત પેગાસસ જાસુસી કેસની તપાસ થશે કે નહી ? સુપ્રીમકોર્ટ આજે આપશે ચુકાદો
Supreme Court ( file photo)

Follow us on

પેગાસસ (Pegasus) જાસૂસી કેસની તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) બુધવાર 27મી ઓક્ટોબરના રોજ પોતાનો ચુકાદો સંભળાવશે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે, ગત 13 સપ્ટેમ્બરે ઈઝરાયેલ દ્વારા પેગાસસ સ્પાયવેરના (Pegasus spyware) ઉપયોગ કરાયો હોવાથી, તેની સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓના સમૂહ પર વચગાળાના નિર્દેશોના મુદ્દા પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

જાસુસીના આરોપોની તપાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્વતંત્ર સભ્યોની નિષ્ણાત પેનલની રચના કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. કેન્દ્રએ નિષ્ણાત પેનલ સમક્ષ વિગતો જાહેર કરવાની ખાતરી પણ આપી હતી. જોકે, સરકારે વિગતવાર સોગંદનામું દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ ચોક્કસ સોફ્ટવેરનો ઉપયોગ કે બિનઉપયોગ આ રીતે ચર્ચા કરી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે નથી ઈચ્છતી કે રાષ્ટ્રીય સુરક્ષા (National security) સાથે ચેડા થાય. કોર્ટે કહ્યું હતું કે તે માત્ર એ જાણવા માંગે છે કે કેન્દ્રએ પેગાસસ સ્પાયવેરનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે કે નહીં. ત્યારે કોર્ટે કહ્યું હતું કે બે-ત્રણ દિવસમાં વચગાળાનો આદેશ આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

23 સપ્ટેમ્બરના રોજ, મુખ્ય ન્યાયાધીશે ઈઝરાયેલના (Israel) પેગાસસ સ્પાયવેર (Pegasus spyware) દ્વારા નાગરિકો, ખાસ કરીને વિપક્ષી પક્ષના નેતાઓ, પત્રકારો, રાજકીય પક્ષના કાર્યકર્તાઓ, સામાજીક સ્વૈચ્છીક સંગઠનોના અગ્રણીઓ વગેરેની જાસૂસીના આરોપોની તપાસ કરવા માટે એક તકનીકી સમિતિની રચના કરવા માટે ખુલ્લી અદાલતમાં સંકેત આપ્યો હતો.

ત્યારે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ આ મામલાની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચના કરવા પર વિચાર કરી રહી છે. જો કે, તેમણે એ પણ ધ્યાન દોર્યું હતું કે સંપર્ક કરાયેલા કેટલાક નિષ્ણાતોએ વ્યક્તિગત કારણોસર સમિતિનો ભાગ બનવામાં અસમર્થતા દર્શાવી હતી.

આ પણ વાંચોઃ

T20 World Cup: પાકિસ્તાનના આછકલા ચાહકોમાં અભિમાન છલકાવા લાગ્યુ, ન્યુઝીલેન્ડની ટીમને ‘Security-Security’ કહી ચિડવતા રહ્યા, જુઓ Video

આ પણ વાંચોઃ

16th East Asia Summit: આજે PM નરેન્દ્ર મોદી 16માં પૂર્વ એશિયા સમિટમાં લેશે ભાગ, અમેરિકા અને ચીન પણ જોડાશે સાથે

Published On - 9:40 am, Wed, 27 October 21

Next Article