સરકારે કોરોના ડ્યુટી કરતા ડોકટરોને રજા આપવાનું વિચારવુ જોઈએ: સુપ્રીમ કોર્ટ

સરકારે કોરોના ડ્યુટી કરતા ડોકટરોને રજા આપવાનું વિચારવુ જોઈએ: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્રને કહ્યું કે છેલ્લા સાત આઠ મહિનાથી કોવિડ-19ની ડયુટીમાં લાગેલા ચિકિત્સકોને રજાઓ આપવા પર વિચાર કરવો જોઈએ.

Hardik Bhatt

| Edited By: Kunjan Shukal

Dec 15, 2020 | 10:29 PM

સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્રને કહ્યું કે છેલ્લા સાત આઠ મહિનાથી કોવિડ-19ની ડયુટીમાં લાગેલા ચિકિત્સકોને રજાઓ આપવા પર વિચાર કરવો જોઈએ. કારણ કે, સતત કામ કરતા રહેવાના કારણે તેમના માનસીક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. ન્યાયમૂર્તી અશોક ભૂષણ, ન્યાયમૂર્તી સુભાષ રેડ્ડી અને ન્યાયમૂર્તી એમ.આર.શાહની પીઠે હોસ્પિટલોમાં કોવિડ-19ના દર્દીઓને સારી રીતે ઈલાજ અને શબની સાથે ગરીમામય વ્યવહાર કરવા માટે કરાયેલી સુનાવણી દરમ્યાન કેન્દ્રને કહ્યું કે આ બાબતે પણ વિચાર કરો.

Supreme Court

માનસીક સ્વાસ્થય પર પડી શકે છે અસર

ખંડપીઠે તુષાર મહેતાને કહ્યું હતું કે “આ ચિકિત્સકોને છેલ્લા સાત આઠ મહિનાથી એકપણ બ્રેક નથી આપવામાં આવ્યો અને તેઓ સતત કામ કરી રહ્યાં છે. તમે આદેશ મેળવો અને તેમને બ્રેક આપવા બાબતે કંઈક વિચારો. આ ખૂબ જ કષ્ટદાયક હશે અને તેનાથી તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ પ્રભાવીત થઈ શકે છે.”

આ પણ વાંચો: વિશ્વની શક્તિશાળી બાળકી, 7 વર્ષની ઉંમરમાં જ ઉઠાવી લે છે 80 કિલો વજન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati