બાબા રામદેવને સુપ્રીમ કોર્ટની નોટિસ, પૂછ્યું- તમે બધી બીમારીઓ કેવી રીતે મટાડશો?

|

Aug 23, 2022 | 12:44 PM

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ (CJI) કહ્યું કે બાબા રામદેવને શું થયું છે? યોગને લોકપ્રિય બનાવવા માટે અમે તેમનો આદર કરીએ છીએ, પરંતુ તેમણે સારવારની અન્ય પદ્ધતિઓ પર પ્રશ્ન ન ઉઠાવવો જોઈએ. તેઓએ બીજાની ટીકા કરવાનું ટાળવું જોઈએ.

બાબા રામદેવને સુપ્રીમ કોર્ટની નોટિસ, પૂછ્યું- તમે બધી બીમારીઓ કેવી રીતે મટાડશો?
BABA Ramdev

Follow us on

સુપ્રીમ કોર્ટે (Supreme Court) પૂછ્યું છે કે બાબા રામદેવ (Baba Ramdev) અન્ય ચિકિત્સા પદ્ધતિનો દુરુપયોગ કેવી રીતે કરી શકે છે? કોર્ટ જાણવા માંગે છે કે તે કેવી રીતે ખાતરી આપી શકે કે તે તમામ રોગોનો ઈલાજ કરી શકે છે? ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ બાબા રામદેવ દ્વારા એલોપેથી વિરુદ્ધ આપવામાં આવેલી જાહેરાત પર અરજી દાખલ કરી છે, જેના પર કોર્ટે ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને નોટિસ પાઠવીને 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. એલોપેથિક દવાઓ અને રસીકરણ વિરુદ્ધ બાબા રામદેવની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે બાબા રામદેવને શું થયું છે? યોગને લોકપ્રિય બનાવવા માટે અમે તેમનો આદર કરીએ છીએ, પરંતુ તેમણે સારવારની અન્ય પદ્ધતિઓ પર પ્રશ્ન ન ઉઠાવવો જોઈએ. તેઓએ બીજાની ટીકા કરવાનું ટાળવું જોઈએ.

દિલ્હી હાઈકોર્ટે પણ રામદેવને ફટકાર લગાવી હતી

આ પહેલા બાબા રામદેવને દિલ્હી હાઈકોર્ટે પણ ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે એલોપેથી વિરુદ્ધ નિવેદનો કરીને લોકોને ગેરમાર્ગે દોરવા જોઈએ નહીં. રામદેવે કહ્યું હતું કે રસી મળ્યા પછી પણ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને કોરોના વાયરસ થયો, આ મેડિકલ સાયન્સની નિષ્ફળતા છે. તેના પર કોર્ટે કહ્યું કે તમારું નિવેદન અન્ય દેશો સાથેના અમારા સંબંધોને અસર કરી શકે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

દેશના અલગ અલગ રાજ્યોમાં તેમના પર ઘણા કેસ નોંધવામાં આવ્યા હતા. જેને લઈને હેવા બાબા રામદેવ સુપ્રીમની શરણમાં પહોંચ્યા છે. છત્તીસગઢના રાયપુરમાં યોગ ગુરુ બાબા રામદેવ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી. તેમની સામે કોરોના સારવારમાં આપવામાં આવતી એલોપેથી દવાઓને લગતી ખોટી માહિતી ફેલાવવા બદલ આ કેસ નોંધવામાં આવ્યો હતો. ભારતીય મેડિકલ એસોસિએશનના છત્તીસગઢ એકમે એફઆઈઆર નોંધાવી હતો.

અગાઉ બાબા રામદેવ વિરુદ્ધ પટણામાં આઈએમએ દ્વારા એલોપથી વિરુદ્ધ બોલવા અને ડોકટરોની મશ્કરી કરવાને લગતા વિડીયો વાયરલ કરવા બદલ કેસ નોંધાવ્યો હતો. પાટનગરના પત્રકાર નગર પોલીસ સ્ટેશનમાં પણ બાબા રામદેવ પર ગુનો દાખલ કરાયો હતો. આઇએમએના ડો. સુનિલ કુમારે આરોપ લગાવ્યો છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન, બાબા રામદેવે આધુનિક તબીબી વિજ્ઞાન અને પદ્ધતિ વિશે સામાન્ય લોકોના મનમાં મૂંઝવણ પેદા કરી હતી. તેમની તરફનો અવિશ્વાસ વધાર્યો, જે ડોકટરોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

Published On - 12:43 pm, Tue, 23 August 22

Next Article