સવર્ણોને 10 ટકા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે એક ઝાટકે સંભળાવી દીધો પોતાનો ચુકાદો, વાંચો અહેવાલ અને જાણો સુપ્રીમ કોર્ટે શું વલણ અપનાવ્યું ?
મોદી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મળી છે મોટી રાહત. સુપ્રીમ કોર્ટે સવર્ણોને 10 ટકા અનામત આપવાના કાયદા પર તાત્કાલિક સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. જોકે સુપ્રીમ કોર્ટે સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા અનામત આપવાના કાયદાને પડકાનારી અરજી સુનાવણી માટે મંજૂર કરી લીધી છે. સુપ્રીમ કોર્ટ આ કાયદાની સમીક્ષા કરશે. Web Stories View more કેટલાક લોકોને […]

મોદી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મળી છે મોટી રાહત. સુપ્રીમ કોર્ટે સવર્ણોને 10 ટકા અનામત આપવાના કાયદા પર તાત્કાલિક સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે.
જોકે સુપ્રીમ કોર્ટે સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા અનામત આપવાના કાયદાને પડકાનારી અરજી સુનાવણી માટે મંજૂર કરી લીધી છે. સુપ્રીમ કોર્ટ આ કાયદાની સમીક્ષા કરશે.
સુપ્રીમ કોર્ટે આ કાયદા વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી પર મોદી સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. આ જાહેરહિતની અરજી યૂથ ફૉર ઇક્વિલિટી નામના એનજીઓએ દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટ આ પીઆઈએલ પર સુનાવણી કરવા તો સંમત થઈ ગઈ છે, પણ તેણે તાત્કાલિક અનામત પર સ્ટે આપવાનો ઇનકાર કરી દિધો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય ખન્ના આ અરજી પર સુનાવણી કરશે.
નોંધનીય છે કે મોદી સરકારે સામાન્ય વર્ગને 10 ટકા અનામત આપવા માટે બંધારણમાં 124મો સુધારો કર્યો હતો કે જેને સંસદે મંજૂરી આપી હતી અને પછી રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપતા આ કાયદો બન્યો હતો. તેના હેઠળ આર્થિક આધાર પર સામાન્ય વર્ગને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
મોદી સરકારના આ 10 ટકા અનામતના કાયદા વિરુદ્ધ તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટમાં પણ અરજી થઈ હતી.
[yop_poll id=797]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]