Atiq Ahmedની હત્યાના તાર હવે ગેંગસ્ટર સુંદર ભાટી સાથે જોડાયા, જાણો કોણ છે સુંદર અને શું છે તેનું આ મર્ડર કેસમાં કનેક્શન

અતીક અને અશરફની હત્યાના તાર હવે પશ્ચિમ યુપીના ગેંગસ્ટર સુંદર ભાટી સાથે જોડાયા છે ત્યારે અતીક અને અશરફની હત્યામાં સામેલ સન્ની સિંહ સુંદર ભાટી સાથે સંબંધ ધરાવતો હોવાનુ ખુલ્યુ છે.

Atiq Ahmedની હત્યાના તાર હવે ગેંગસ્ટર સુંદર ભાટી સાથે જોડાયા, જાણો કોણ છે સુંદર અને શું છે તેનું આ મર્ડર કેસમાં કનેક્શન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 3:04 PM

પ્રયાગરાજમાં પોલીસ કસ્ટડીમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાનો મુખ્ય આરોપી સન્ની સિંહ પશ્ચિમ ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર સુંદર ભાટીનો માણસ હોવાનું કહેવાય છે. સુંદર ભાટી હાલ સોનભદ્ર જેલમાં બંધ છે. એવી આશંકા છે કે જીગાના પિસ્તોલ કે જેના વડે અતિક અને અશરફની હત્યા કરવામાં આવી હતી તે સુંદર ભાટીના નેટવર્કમાંથી સનીને આપવામાં આવી હતી. ત્યારે સુંદર ભાટી કોણ છે? અતીક અને અશરફની હત્યા સાથે તેનો શું સંબંધ છે? તેમજ તે સન્નીને કઈ રીતે જાણતો હતો જેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

અતીક અને અશરફની હત્યાના તાર હવે પશ્ચિમ યુપીના ગેંગસ્ટર સુંદર ભાટી સાથે જોડાયા છે ત્યારે અતીક અને અશરફની હત્યામાં સામેલ સન્ની સિંહ સુંદર ભાટી સાથે સંબંધ ધરાવતો હોવાનુ ખુલ્યુ છે. ત્યારે આ અંગે માહિતી મળી રહી છે કે સન્ની પહેલા એક કેસમાં જ્યારે જેલમાં બંધ હતો ત્યારે તેની સાથે ગેગસ્ટર સુંદર ભાટી પણ તે જ જેલમાં હતો. ત્યારે સુંદર ભાટીના ઈશારે અતીક અને અશરફની હત્યા થઈ હોવાની આશંકા છે. પાકિસ્તાનથી લાવેલી જીગાના પિસ્તોલથી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

કોણ છે સુંદર ભાટી ?

એક સમયે, પશ્ચિમ ઉત્તર પ્રદેશના જરાયમનું સૌથી ખતરનાક નામ હતું સુંદર ભાટી. તે યુપી, દિલ્હી અને હરિયાણા પોલીસ માટે પડકાર હતો. ગ્રેટર નોઈડાના ગંગોલાનો રહેવાસી સુંદર ભાટી એક સમયે ગાઝિયાબાદના લોની વિસ્તારના ગેંગસ્ટર સતવીર ગુર્જરનો નજીકનો સાથી હતો. સતવીરની મિત્રતા ગ્રેટર નોઈડાના રિથોરી ગામના રહેવાસી નરેશ ભાટી સાથે હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ગામમાં પરિવારના સભ્યોની હત્યાનો બદલો લેવા નરેશ સતવીરના સંપર્કમાં આવ્યો હતો. અહીંથી નરેશ અને સુંદર વચ્ચે મિત્રતાની શરૂઆત થઈ. બંને વચ્ચેની મિત્રતા યુપી-દિલ્હી-હરિયાણાના ગુંડાઓમાં પણ ફેમસ હતી. આ મિત્રતાના કારણે સુંદરે નરેશ ભાટીના પરિવારના સભ્યોના મોતનો બદલો લીધો હતો.

પશ્ચિમ યુપીના ગેંગસ્ટર સુંદર ભાટી પર હત્યા, હત્યાનો પ્રયાસ અને ખંડણીના 60 થી વધુ કેસ નોંધાયેલા છે. ગયા વર્ષે હરેન્દ્ર પ્રધાનની હત્યાના કેસમાં સુંદર ભાટીને જિલ્લા અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. સુંદર ભાટી લાંબા સમયથી હમીરપુર જેલમાં બંધ હતો પણ હાલમાં તે સોનભદ્ર જેલમાં બંધ છે.

સન્ની સિંહના ભાટી સાથે શું સબંધ છે?

સુંદર ભાટી લગભગ દોઢ વર્ષ પહેલા હમીરપુર જેલમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે તે સમયે લૂંટની ઘટનાને કારણે સની સિંહને આ હમીરપુર જેલમાં લાવવામાં આવ્યો હતો. આ જેલમાં સન્નીની દાદાગીરી જોઈને ગેંગસ્ટર ભાટી તેને પોતાની નજીક લઈ આવ્યો અને ધીરે ધીરે સન્ની તેનો શિષ્ય બની ગયો.

થોડા સમય પછી સુંદર ભાટી હમીરપુરની સોનભદ્ર જેલમાં કેદ હતા અને જેલમાંથી છૂટ્યા બાદ સની પણ બહાર આવ્યો હતો. આ પછી તે ભાટીના ગોરખધંધાઓ સાથે સંપર્કમાં રહેવા લાગ્યો. સુંદરની ગેંગ પાસે AK-47 સહિત અનેક ખતરનાક હથિયારો છે. તે પંજાબના ઘણા હથિયારોના દાણચોરો અને ગેંગસ્ટરોના સંપર્કમાં પણ છે. એવું માનવામાં આવે છે કે અતીક અને અશરફના હત્યારા સન્ની સિંહને વિદેશી જીગાના પિસ્તોલ અને સુંદર ભાટીના નેટવર્કમાંથી અન્ય શૂટરોને મળેલી પિસ્તોલ મળી હતી.

આ પણ વાંચો: Breaking NEWS : અતીક અને અશરફની હત્યામાં વપરાયેલ પિસ્તોલના ખુલ્યા રહસ્યો, પોલીસ કસ્ટડીમાં પોપટની જેમ બોલી રહ્યા છે હત્યારા

સની પાસે 4 લાખની પિસ્તોલ ક્યાંથી આવી?

સન્ની સિંહ પાસેથી મળી આવેલી જીગાના પિસ્તોલની કિંમત 4 લાખની આસપાસ છે જો કે સન્ની પાસે આ પિસ્તોલ ક્યાંથી આવી તે સૌથી પહેલો પ્રશ્ન હતો. અને ત્યાંથી લઈને સમગ્ર કળીઓ ખુલવા લાગી. જેમાં ભાટી ગેંગ સાથે કોઈ કનેક્શન હોવાનું સામે આવ્યું, હાલમાં પોલીસ આ અંગે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપી રહી નથી.

પરંતુ આંતરિક તપાસ ચોક્કસ ચાલી રહી છે કે સન્ની સિંહ અને લવલેશ તિવારી જેવા નાના બેકગ્રાઉન્ડ ગુનેગારો પાસે તુર્કીની મોંંઘી ગન કેવી રીતે આવી શકે છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે તેમની સમજણમાં સુંદર ભાટી અને અતીક અહેમદ વચ્ચે દુશ્મનાવટનું કોઈ કારણ મળ્યું નથી કે જેના કારણે તે અતીકની હત્યા કરાવી શકે.

g clip-path="url(#clip0_868_265)">